Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં નબીપુર પાસેનાં ભરથાણા ગામમાં કાચા મકાનમાં રહેતા મકાન-માલીકની દીવાલ ધસી પડતાં પાંચ લોકોને ઇજા અને એકનું મોત.

Share

ભરૂચ તાલુકાના ભરથાણા ગામમાં પરમાર ફળિયામાં એક મકાનની દિવાલ ધરાશાયી થતા એકનું ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યું હતું. જ્યારે ચાર વ્યકિતઓને ઇજા થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ભરથાણા ગામના પરમાર ફળિયામાં રહેતા રામુભાઇ અંબાલાલ પરમારના મકાનની દિવાલ સાંજે ચાર વાગ્યાની આસપાસ અચાનક ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી. દિવાલ ધરાશાયી થતા એક જ પરિવારના પાંચ ઇસમો દબાઇ ગયા હતા. દુર્ઘટનામાં રામુભાઇનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજવા પામ્યું હતું. જ્યારે હરીભાઇ અંબાલાલ પરમાર, મણીબેન હરિભાઇ પરમાર, અશોક હરીભાઇ પતમાર તેમજ ધનીબેન રામુભાઇ પરમારને ઇજાઓ થતા તેઓએ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. સર્જાયેલી દુર્ઘટનાને પગલે પરમાર ફળિયામાં ગમગીની વ્યાપી જવા પામી હતી. દિવાલ ધરાશાયી થતા મકાનની અંદર કાટમાળ વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો.

Advertisement

Share

Related posts

સુરેન્દ્ગરનગર જિલ્લાના લીંબડી તાલુકામાં પહેલીવાર કોઈ પી.એસ.આઈ પોતાના સ્ટાફ સાથે મળી 35 થી પણ વધારે ટુ વ્હીલર કર્યા ડીટેન…

ProudOfGujarat

મોરબી-પીપળીયા ચાર રસ્તા પાસે બંધ પડેલા ટ્રેકટરની પાછળ કાર ઘુસી જતા બે ના મોત..

ProudOfGujarat

ગોધરાનાં પત્રકાર રાજુભાઈ સોલંકીનું કોરોના વોર્રિયસ તરીકે એન.સી.સી. નાં ઓફીસર દ્વારા સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!