Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

ભરુચ નાં વકીલ(નોટરી) સામે સાયબર ક્રાઈમ હેઠળ પગલાં ની માંગ સાથે નબીપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા રજુઆત

Share

ભરુચ નાં વકીલ(નોટરી) સામે સાયબર ક્રાઈમ હેઠળ પગલાં ની માંગ સાથે નબીપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા રજુઆત

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

ભરુચ નાં વકીલ(નોટરી) સામે સાયબર ક્રાઈમ હેઠળ પગલાં ની માંગ સાથે નબીપુર પોલીસ મથકે રક્ષા સેવા સમિતિ એ રૂબરૂ પી.આઇ ને આવેદન પત્ર આપી ફરિયાદ દાખલ કરવા મંગણી કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મુસ્લિમ સમાજ ની લાગણી દુભાવી બે કોમ વચ્ચે દુશ્મનાવટ થાય તેમજ કોમવાદ ભડકી ઉઠે તે રીતે નાં મેસેજ જય માતંગી માં વોટ્સએપ ગ્રૂપ માં વાયરલ કરવા સબબ ની ફરિયાદ ભરુચ નાં પ્રકાશ મોદી વકીલ સામે નબીપુર પોલીસ મથકે રક્ષક સેવા સમિતિદ્વાર લેખિત માં ફરિયાદ આપી છે. ઇ.પી.કોડ ની કલમ ૧૫૩(ક)(ખ)૨૯૫,૨૯૫(ક),૨૯૮ તથા ૧૨૪ ક,તથા ૧૨૦(બી)તથા લાગુ પડતી જોગવાઈ મુજબ અને સાયબર ક્રાઈમ હેઠળ ની ફરિયાદ આપતાં ચકચાર વ્યાપી જવા પામી છે.

નબીપુર-માંચ પંથકના ગામો નાં મુસ્લિમ આગેવાનો એ ભરુચ નાં વકીલ પ્રકાશ એન મોદી સામે લેખિત ફરિયાદ માં જણાવ્યું છે કે ભરુચ જિલ્લા માં પ્રવર્તી શાંતિ માં નાહક ઉશ્કેરાટ પેદા કરવા માટે રાષ્ટ્રીય એકતા ને વિઘાતક કથનો કરતાં મેસેજ વોટસ એપ ગ્રૂપ માં મૂક્યાં હતા.આથી મુસ્લિમ સમાજ ની લાગણી દુભાય છે જેથી તેઓ સામે કાયદેસર ની કાર્યવાહી કરવા નબીપુર પોલીસ મથકે પી.આઇ ને રૂબરૂ માં આગેવાનોએ લેખિત માં ફરિયાદ આપી હતી. તોહમતદાર જય માતંગી માં ગૃપ અને પ્રકાશ મોદી સામે કાયદેસર ની કાર્યવાહી ની માંગ કરી હતી.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતની બે ઘટનાઓ સામે આવી, 20 લોકો ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયા

ProudOfGujarat

રાજકોટ મનપા દ્વારા ૨૦ ચા પાનની દૂકાનમાં ચેકીંગ : ૧૮ વર્ષથી નીચેના સગીરાઓને તમાકુનું વેચાણ કરવા પર પ્રતિબંધ.

ProudOfGujarat

ઝઘડીયા ભાજપાના બે હોદ્દેદારોએ આપેલ રાજીનામાં પાછા ખેંચ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!