Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

નબીપુર ગામે ડેંનશા પાસે પાર્ક કરેલી મોટરસાયકલ ની ઉઠાંતરી.

Share

પાલેજ 9-6-2019
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

ભરુચ તાલુકાના નબીપુર ગામે રહેતાં અને અગાઉ હાઈસ્કૂલ માં પટાવાળા ની ફરજ બાજવતાં યુસફ ઇસ્માઇલ એહમદ વલી મદારી ની ૪ જૂન નાં રોજ રાત્રે પોતાની માલિકી ની હીરો હોન્ડા પેશન મોટરસાયકલ ની ચોરી થઈ હતી.

Advertisement

બનાવ સંબંધે પોલીસ માં નોંધાયેલ ફરિયાદ ની વિગત અનુસાર ફરિયાદી મોટરસાઇકલ લઈ પોતે એ જ રાત્રે નવ વાગે મસ્જિદએ નમાજ પઢવા ગયેલા અને ત્યાર પછી મોડી રાત્રે મોટરસાયકલ ડેંનશા પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરી મિત્રો સાથે રીક્ષા માં બેસી ઈદ ની ખરીદી કરવાં ભરુચ ગયાં હતાં.જે ભરૂચ થી મોડી રાત્રે પરત આવતાં ખબર પડી હતી કે પાર્ક કરેલી જગ્યા એ મોટરસાયકલ નથી કોઈ ચોર ઈસમ મોટરસાયકલ ચોરી કરી લઈ ગયેલ છે. પ્રથમ ગામ માં મોટરસાયકલ ની શોધખોળ કરી હતી જે અંગે તપાસ કરતાં મોટરસાયકલ મળી આવેલ નહિ જે પછી મોટરસાયકલ ચોરી થયા અંગે ફરિયાદ નબીપુર પોલીસ મથકે નોંધાવી હતી.


Share

Related posts

કંસાલી ગામે ખેતરમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી માંગરોળ પોલીસ.

ProudOfGujarat

રાજપીપળા જિલ્લા જેલ ખાતે ક્રાંતિકારી બિરસામુંડાની જન્મ જ્યંતી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

માંગરોળ : મોસાલી પ્રાથમિક શાળામાં ફોર્ટિફાઇડ ચોખાની જાગૃતિ અંગે અને વાનગી નિદર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!