Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

નબીપુર નજીક આવેલ વિસામા હોટલ ખાતેથી ગેરકાયદેસરનો ડીઝલનો જથ્થો ઝડપાયો…

Share

વિસામા હોટલ પાસે તંબુમાં ચોરી કરેલ ડિઝલ મુકાયું હતુ…

ભરૂચ થી વડોદરા જવાના રસ્તા પર રાષ્ટ્રીય ધોરી માર્ગ પર સર્વીસ રોડ પર આવેલ હોટલ વિસામા ખાતેથી વિવિધ વાહનો માંથી ચોરી કરી એકઠું કરેલ ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિહ ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ હોટલ વિસામા પર તપાસ કરતા હાઈવે પરથી જતી આવતી ગાડીઓ માંથી ગેરકાયદેસર રીતે ડીઝલ કાઠી એનો જથ્થો કરવામાં આવ્યો હતો. હોટલના માલિક કુલદીપસિંગ સતનામસિંગ ગીલ દ્વારા ડીઝલનો જથ્થો તંબુમાં સંતાડાયો હતો. વિવિધ નાના-મોટા કારબાઓ તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા ૨૧૫૬૦/- ની મતા પોલીસે જપ્ત કરી આરોપીની અટક કરી હતી.આ બનાવમાં પેરોલ ફ્લો સ્કોર્ડના પો.સ.ઈ જે.વાય.પઠાણ તેમજ એ.એસ.આઈ વિક્રમસિંહ પ્રતાપસિંહ , હરેન્દ્ર બંસીલાલ, ગુલામખાન સરદારખાન, નરેન્દ્ર નટવરસિંહ, કુતબુદ્દીન અમીરૂદ્દીન, મગના દોલાભાઈ, વિશાલ રમેશભાઈ, નિલેશ નારસિંગ, એ ઝેહમત ઉઠાવી હતી.

Advertisement

Share

Related posts

સરકારી હોસ્પિટલનું શૌચાલય બન્યુ દેશી દારૂનો અડ્ડો ! !

ProudOfGujarat

રાજપીપળા નગર પાલિકા પુસ્તકાલય ખાતે 150 મી ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી 

ProudOfGujarat

ભરૂચ યુવા કોંગ્રેસ રેલી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!