Proud of Gujarat
GujaratEntertainmentFeaturedINDIA

અમિતાભ બચ્ચન બન્યા ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના ખુદાબક્ષ

Share

અમિતાભ બચ્ચન બન્યા Thugs of Hindostanના ખુદાબક્ષ,
‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’નું ફર્સ્ટ લૂક રિલીઝ 

એક દિવસ પહેલા જ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને આમિર ખાનની મોસ્ટ એવેટેડ ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની રીલિઝ ડેટ સામે આવી છે. આ ફિલ્મ 8 નવેમ્બરે રજૂ કરાશે. સાથે સાથે આ ફિલ્મનો સૌથી મોટો ઠગ એટલે કે અમિતાભ બચ્ચનનો લુક રીલિઝ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ શૂટીંગના પહેલા દિવસથી જ સોશિયલ મીડિયામાં છવાયેલી રહી છે. પ્રશંસકો આ ફિલ્મની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આજે અમિતાભ બચ્ચનનો લુક રીલિઝ કરવામાં આવ્યો છે.

Advertisement

સુપરસ્ટાર અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં ખુદાબક્ષનો રોલ નિભાવી રહ્યા છે. બીગબી એક જહાજમાં ઉભા છે. રીલિઝ કરેલા આ મોશન પોસ્ટરમાં શરૂઆત એક ઉડતા બાઝથી થાય છે. બીગબીના હાથમાં તલવાર છે. સફેદ-દાઢી અને મુછોમાં બચ્ચન કંઈક અલગ જ લાગે છે.

આ ફિલ્મ 1839ની એક બુક કન્ફેશન ઓફ ધ ઠગ પર આધારિત છે. ફિલ્મને માલ્ટા અને રાજસ્થાનમાં ફિલ્માવવામાં આવી છે. ડિઝિટલ ફોર્મેટમાં આઈમેક્સ ફોર્મેટમાં આ ફિલ્મ છે. આ ફોર્મેટવાળી આ પાંચમી ભારતીય ફિલ્મ છે.આ પહેલા ધૂમ-3, બેંગબેંગ, બાહુબલી 2 તેમજ પદ્માવત બની હતી.


Share

Related posts

લીબડી સિવિલ હોસ્પિટલમાં આવેલ પાણીના સપનું રિનોવેશન કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું

ProudOfGujarat

માંગરોળની રતોલા ગામની દૂધ મંડળી દૂધના ભાવ મેળવવામાં જિલ્લામાં પ્રથમ ક્રમે વિજેતા બની

ProudOfGujarat

રાજપીપળામાં ઝીમ્બાબ્વેના ઉદ્યોગ અને વાણિજયમંત્રી રાજ મોદી પતંગ ચગાવીને ઉત્તરાયણની મજા માણી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!