ભારતની અગ્રણી ખાનગી નોન-લાઇફ ઇન્શ્યોરન્સ કંપની કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે ગ્રાહક-કેન્દ્રિત પ્રોડક્ટ્સના સંપુટમાં નવો ઉમેરો કરતાં મેક્સપ્રોટેક્ટ લોન્ચ કરી છે. અમારા ગ્રાહકોની સતત વિકસતી જીવનશૈલીને ધ્યાનમાં રાખીને ખાસ કરીને બનાવેલ આ પ્રોડક્ટ મેક્સપ્રોટેક્ટ લોકો અને પરિવારોની હેલ્થકેરની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ફુગાવાની અસરને ધ્યાનમાં રાખીને સોલ્યુશન પૂરું પાડી અત્યંત પોસાય તેવા ભાવે હાઇ-વેલ્યુ કવરેજ પ્રદાન કરે છે.
મેક્સપ્રોટેક્ટ બે ગ્રાહક-કેન્દ્રિત ઇન્શ્યોરન્સ પ્લાન્સ વચ્ચે પસંદગી પ્રદાન કરે છે, મેક્સપ્રોટેક્ટ ક્લાસિક પ્લાન વ્યાપક કવરેજ પ્રદાન કરે છે અને ખાતરી કરે છે કે તમારી પાસે વિવિધ પરિસ્થિતિઓ માટે પૂરતી નાણાંકીય સુરક્ષા છે. તે વિવિધ મેડિકલ સર્વિસીઝ માટે કવરેજ પ્રદાન કરે છે, જેમાં એડવાન્સ્ડ ટ્રીટમેન્ટ, દાતાનો ખર્ચ, હોસ્પિટલમાં રોકાણ (સ્યુટ્સ સિવાય), અનલિમિટેડ સમ ઇન્શ્યોર્ડ રિસેટ બેનિફિટ, ડોમિસિલરી હોસ્પિટલાઇઝેશન અને અમર્યાદિત ટેલિકન્સલ્ટેશનનો સમાવેશ થાય છે. બીજી તરફ, મેક્સપ્રોટેક્ટ પ્રીમિયમ પ્લાન ગ્લોબલ કવરેજ, એર એમ્બ્યુલન્સ સેવાઓની એક્સેસ અને વિશિષ્ટ ક્લેમ પ્રોટેક્ટર ફીચર સહિતની સમૃદ્ધ સુવિધાઓ પૂરી પાડે છે. મેક્સપ્રોટેક્ટ એક વ્યાપક અને અદ્યતન સ્તરનું રક્ષણ પૂરું પાડવા માટે સ્ટાન્ડર્ડ કવરેજથી આગળ વધે છે. કવરેજ 1 કરોડથી પ્રભાવશાળી 10 કરોડ સુધીનું છે, જેમાં અમર્યાદિત વિકલ્પ ઉપલબ્ધ છે. વાર્ષિક પ્રીમિયમ બે પુખ્ત વયના લોકો માટે ફ્લોટર પોલિસી હેઠળ 1 કરોડ માટે રૂ. 9,367થી શરૂ થાય છે જે દરરોજના આશરે રૂ. 26ના જેટલું છે જે તેને ગ્રાહકોની વ્યાપક શ્રેણી માટે સુલભ બનાવે છે. નોંધનીય રીતે, મેક્સપ્રોટેક્ટ મેળવેલું નો-ક્લેઈમ બોનસ સાચવે છે, જે ભવિષ્યના ક્લેઇમના કિસ્સામાં પણ ગ્રાહક પાસે રહે છે, જે ઇન્શ્યોરન્સની સમગ્ર મુદત દરમિયાન મનની શાંતિ સુનિશ્ચિત કરે છે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલા કન્ઝ્યુમર રિસર્ચ દ્વારા મેળવેલી વ્યાપક કન્ઝ્યુમર ઇનસાઇટ દ્વારા તૈયાર કરાયેલી મેક્સપ્રોટેક્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ પસંદગીઓને બદલવા માટે એકીકૃત રીતે અનુકૂલન કરે છે. મેડિકલ ખર્ચમાં વધારો, પ્રારંભિક જીવનશૈલીની બિમારીઓ અને વ્યક્તિગત અનુભવોને કારણે ગ્રાહકો ઊંચા કવરેજની માંગ કરે છે. અગાઉ 10-20 લાખની રકમની પોલિસીઓ સાથે સંતુષ્ટ હતા એવા ગ્રાહકો પણ હવે 50 લાખ કે તેથી વધુનું કવરેજ માંગે છે. ભારતીય હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદદારો મૂલ્યને પ્રાથમિકતા આપે છે અને કિંમત સામે મળતા લાભના ઝીણવટભર્યા વિશ્લેષણને પસંદગી આપે છે.
આ સંદર્ભમાં, ભારતીય હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદદારો હવે મૂલ્ય-કેન્દ્રિત નિર્ણયોને પ્રાધાન્ય આપે છે, સંપૂર્ણ ખર્ચ-લાભ આકારણીને તેમની પસંદગીનો મુખ્ય ભાગ બનાવે છે. તેને ધ્યાનમાં રાખીને, મેક્સપ્રોટેક્ટ તેની સંલગ્ન હોસ્પિટલોના વ્યાપક નેટવર્ક સાથે વ્યાપક કવરેજ પ્રદાન કરે છે. અહીં, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનું પહેલું એનિવ્હેર કેશલેસ ફીચર ખરેખર એક અસાધારણ ઉમેરો છે. પોલિસીધારકો ભારતભરમાં કોઈપણ મેડિકલ ફેસિલિટી પર કેશલેસ હોસ્પિટલાઇઝેશનને એકીકૃત રીતે એક્સેસ કરી શકે છે. તેઓ હોસ્પિટલમાં દાખલ થવાના 24 કલાક પહેલા IL Take Care એપ દ્વારા વિનંતી કરી શકે છે અને તેના લાભોનો આનંદ માણી શકે છે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના ચીફ – ટેકનોલોજી, હેલ્થ યુડબ્લ્યુ એન્ડ ક્લેઇમ શ્રી ગિરીશ નાયકે જણાવ્યું હતું કે, “અમે અમારા ગ્રાહકોને તેમની ચોક્કસ જરૂરિયાતો માટે સરળ અને તકનીકી રીતે સક્ષમ રિસ્ક સોલ્યુશન્સ પ્રદાન કરવામાં હંમેશા મોખરે છીએ. મેક્સપ્રોટેક્ટ સર્વગ્રાહી હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ પ્રદાન કરવા માટેના અમારા સમર્પણને સાર્થક કરે છે જે અમારા ગ્રાહકોની સતત બદલાતી જરૂરિયાતો સાથે સહેલાઈથી સંરેખિત થાય છે. રૂ. 26 પ્રતિ દિવસ જેટલા ઓછા કિફાયતી પ્રિમિયમ પર રૂ. 1 કરોડથી રૂ. 10 કરોડ સુધીના હેલ્થ કવરેજ સાથે અને એનીવ્હેર કેશલેસ જેવા અભૂતપૂર્વ ઇનોવેશન સાથે મેક્સપ્રોટેક્ટ તમને રિએશ્યોરન્સના અનોખા કવર હેઠળ આવરી લે છે જે મેડિકલ જરૂરિયાતના સમયે અચૂક સમર્થન સુનિશ્ચિત કરે છે.”
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ એક એવી કંપની છે જે ગ્રાહક-કેન્દ્રિતતાને તેની કામગીરીના કેન્દ્રમાં રાખે છે અને આ કંપનીને તેના ગ્રાહકોને યોગ્ય ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે નવીનતા લાવવા માટે સક્ષમ બનાવે છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ટેક્નોલોજી સાથેના વિવિધ પ્રકારના ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ ઓફર કરે છે. ભૂતકાળમાં, કંપનીએ ઘણી નવીન પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે જેણે ભારતમાં ઇન્શ્યોરન્સ ઉદ્યોગમાં ક્રાંતિ લાવી છે. દાખલા તરીકે, કંપનીએ હેલ્થ એડવાઈઝર ફીચર રજૂ કર્યું હતું, જે એઆઈ-સંચાલિત ચેટબોટ છે જે ગ્રાહકોને પર્સનલાઇઝ્ડ હેલ્થ એડવાઇઝ પ્રદાન કરે છે. કંપનીએ મોટર ઓડી પોલિસી પણ શરૂ કરી છે જે ડ્રાઇવિંગ વર્તણૂકને ટ્રેક કરવા અને સુરક્ષિત ડ્રાઇવિંગની આદતોને પ્રોત્સાહન આપવા માટે ટેલિમેટિક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. આઈસીઆઈસીઆઈલ લોમ્બાર્ડનું ગ્રાહક-કેન્દ્રિતતા પર ધ્યાન તેના 24×7 કસ્ટમર સપોર્ટ, ઉપયોગમાં સરળ મોબાઇલ એપ્લિકેશન અને સરળ ક્લેઇમ પ્રોસેસમાં સ્પષ્ટ છે.
સૂચિત્રા આયરે