ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસ પૈકીના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે આજે એસઆઈપી રજિસ્ટ્રેશન્સ માટે યુપીઆઈ ઑટોપે મેન્ડેટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ, કેફિનટેક અને બિલડેસ્ક દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી આ એક પ્રકારની ઉદ્યોગ પહેલ છે જે મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને યુપીઆઈ ઑટોપે સુવિધાનો ઉપયોગ કરીને એસઆઈપી મેન્ડેટના રજિસ્ટ્રેશન કરવામાં મદદ કરવા માટે એકંદર રોકાણ પ્રક્રિયાને સરળ બનાવે છે. આનાથી રોકાણનો સમય ઘટે છે, જેનાથી એકંદરે રોકાણના અનુભવમાં સુધારો થાય છે.
યુપીઆઈ ઑટોપેથી રોકાણકાર તેમની રિકરિંગ સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) પેમેન્ટને ઓટોમેટ કરી શકે છે. ચોક્કસ તારીખે બેંક ખાતામાંથી પેમેન્ટ કાપવામાં આવશે. મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ યુપીઆઈ ઑટોપે સુવિધા રોકાણકારના બેંક ખાતામાંથી તેમની ઇચ્છિત મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં રોકાણ કરવા માટે ઝંઝટ-મુક્ત માસિક કપાતને સક્ષમ કરે છે, જે રોકાણ પ્રક્રિયાને વધુ અનુકૂળ અને શિસ્તબદ્ધ બનાવે છે. રોકાણકારો હવે યુપીઆઈ ઑટોપેને સપોર્ટ કરતી તમામ યુપીઆઈ એપ્લિકેશનનો ઉપયોગ કરીને રિકરિંગ ઇ-મેન્ડેટને સક્ષમ કરી શકે છે.
મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડની યુપીઆઈ ઑટોપે સેવા વાસ્તવિક સમયના એસઆઈપી મેન્ડેટ સેટઅપ અને રોકાણને સક્ષમ કરે છે. પેમેન્ટ મેથડ તરીકે યુપીઆઈની સર્વવ્યાપકતાને જોતાં, આ સેવા ખૂબ મોટા ગ્રાહક આધાર માટે વિશ્વસનીય અને અનુકૂળ રીતે ઉપલબ્ધ એસઆઈપી સુવિધા ઉપલબ્ધ કરાવે છે.
“મિરે એસેટ ખાતે અમારા અગ્રણી સિદ્ધાંતોમાંનો એક ક્લાયન્ટ ફર્સ્ટ અભિગમ છે. અમે હંમેશા અમારા રોકાણકારોને કાર્યક્ષમ ઉકેલો પ્રદાન કરવામાં માનીએ છીએ. યુપીઆઈ એ પહેલેથી જ પેમેન્ટની બાબતે ક્રાંતિ લાવી છે ત્યારે યુપીઆઈ ઑટોપે સાથે અમે એક નવી સુવિધા રજૂ કરી રહ્યા છીએ જેમાં એસઆઈપીમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા છે. અમને વિશ્વાસ છે કે આ સુવિધા અમારા રોકાણકારોને મેન્ડેટ રજિસ્ટ્રેશન માટે પ્રિફર્ડ મોડ તરીકે યુપીઆઈ ઑટોપે અપનાવવામાં મદદ કરશે” એમ મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડના હેડ-પ્રોડક્ટ્સ, માર્કેટિંગ અને કોર્પોરેટ કમ્યૂનિકેશન્સ શ્રીનિવાસ ખાનોલકરે જણાવ્યું હતું.
“મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી માટે ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ યુપીઆઈ ઑટોપે સોલ્યુશન પહોંચાડવા માટે અમે મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ અને કેફિનટેક સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ. યુપીઆઈ ઑટોપે એ રોકાણકારો માટે તેમની એસઆઈપી જોવા અને તેને મેનેજ કરવા માટે અત્યંત અનુકૂળ સુવિધા છે” એમ બિલડેસ્કના સહ-સ્થાપક કાર્તિક ગણપતિએ જણાવ્યું હતું.
કેફિનટેકના એમડી અને સીઈઓ શ્રીકાંત નાડેલાએ જણાવ્યું હતું કે “અમારા ક્લાયન્ટ્સ સાથે ભાગીદારી કરવી અને ધરમૂળથી પરિવર્તન લાવનારા ઈન્ડસ્ટ્રી ફર્સ્ટ સોલ્યુશન્સ બનાવવા એ અમે કેફિનટેક ખાતે જે કરીએ છીએ તેમાં મુખ્ય છે. મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ અને કેફિનટેકે દેશના પ્રથમ ‘મેન્ડેટ + એસઆઈપી રજિસ્ટ્રેશન’ સોલ્યુશનનું આયોજન કર્યું છે જે અમને લાગે છે કે રોકાણકારો અને વિતરકો બંને માટે વ્યવસાય કરવાની સરળતાને નોંધપાત્ર રીતે આગળ વધારશે. મ્યુચ્યુઅલ ફંડ પ્રક્રિયાઓને સુધારવા માટેના વધારાના સોલ્યુશન્સ, ખાસ કરીને એસઆઈપી લક્ષી, ટૂંક સમયમાં રજૂ થઈ શકે છે.”
એનપીસીઆઈ દ્વારા નિર્ધારિત વર્તમાન મર્યાદા મુજબ, યુપીઆઈ ઑટોપેનો ઉપયોગ કરીને રૂ. 15,000 (પંદર હજાર) સુધીના મેન્ડેટ્સ બનાવી શકાય છે. એએમએફઆઈના નવીનતમ ડેટા મુજબ, (30મી સપ્ટેમ્બર 2023), સરેરાશ એસઆઈપી ટિકિટ સાઈઝ રૂ. 2,250 છે (ઇન્ડસ્ટ્રી બુક સાઇઝ રૂ. 16,042 કરોડ પ્રતિ માસ છે અને ત્યાં 7.12 કરોડ એસઆઈપી એકાઉન્ટ્સ છે).
ભારતમાં ડિજિટલ પેમેન્ટના પ્રવેશ સાથે, મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડના યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ ઑટોપે) વ્યવહારો દર મહિને વિક્રમજનક ઊંચાઈ સ્થાપિત કરવાનો હેતુ ધરાવે છે.
સુચિત્રા આયરે