Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેશનું સૌથી વ્યસ્ત મુંબઈ એરપોર્ટ આજે 6 કલાક માટે રહેશે બંધ

Share

આજરોજ મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ 6 કલાક સુધી બંધ રહેવાનું છે. જેનું મુખ્ય કારણ છે કે ચોમાસાની સિઝન બાદ એરપોર્ટના બે રનવે પર મેઈન્ટેનન્સના કામ માટે એરપોર્ટને હંગામી ધોરણે બંધ આજે બંધ કરાશે. આજે સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી કામ ચાલુ રહેશે.

આ અંગે વધુ માહિતી આપતા એરપોર્ટના પ્રવક્તાએ નિવેદન આપતા કહ્યું હતું કે, CSMIA ના ચોમાસા પછીના રનવે મેન્ટેનન્સ પ્લાનના ભાગરૂપે, બંને રનવે RWY 09/27 અને RWY 14/32ને આજે અસ્થાયી રૂપે બિન-ઓપરેશનલ કરી દેવાશે. આ સુનિશ્ચિત કામચલાઉ બંધએ CSMIA ની વાર્ષિક ચોમાસા પછીની જાળવણી યોજનાનો એક ભાગ છે. આ સંદર્ભે, છ મહિના પહેલા ચેરમેનને એક નોટિસ પણ જારી કરી હતી. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવાનો હેતુ રનવેનું સમારકામ અને જાળવણી કરવાનો છે. તેમને જણાવ્યું કે, એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉચ્ચતમ ગુણવતા જાળવા આ પગલું ભરવું અનિવાર્ય છે. CSMIA અનુસાર, દર વર્ષે ચોમાસાની સિઝન પછી રનવે મેઇન્ટેનન્સ માટે બંધ કરી દેવામાં આવે છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે પુલવામાંના શહીદોને શ્રદ્ધાંજલિ સાથે વિધાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો …

ProudOfGujarat

વડોદરા જિલ્લામાં ચાલતું વેસ્ટ નિકાલનું રેકેટનો પર્દાફાશ કરતું પ્રકૃતિ સુરક્ષા મંડળ : આ રેકેટમાં જીપીસીબીનો ભુ. પૂ. કર્મચારી પણ સામેલ?

ProudOfGujarat

ભરૂચ : દાંડીયા બજાર નર્મદા નદીના પટમાં વિદેશી શરાબનું વેચાણ કરતો બુટલેગર હજારોના મુદ્દામાલ સાથે ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!