ભારતની અગ્રણી સામાન્ય વીમા કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે 27 મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ પ્રવાસન દિવસના અવસરે ભારતીયોના આંતરરાષ્ટ્રીય પ્રવાસ વર્તણૂક પરના તેના તાજેતરના ગ્રાહક અભ્યાસના તારણો પ્રકાશિત કર્યા છે. આ તારણોમાં જાણવા મળ્યું છે કે 76% લોકો તેમની સૌથી તાજેતરની ટ્રીપ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લીધો હતો અને આગલી ટ્રીપ માટે તે ખરીદવાનો ઈરાદો 92% સુધી પહોંચી ગયો હતો. તારણો વધુ સમજાવે છે કે નોંધપાત્ર 73% ઉત્તરદાતાઓએ ટ્રાવેલ ઇન્શ્યોરન્સના મહત્વ અંગે ઉચ્ચ સ્તરની જાગૃતતા દર્શાવી છે, જે મુસાફરીના અનુભવોને સુરક્ષિત રાખવાની વધતી જતી ચેતના દર્શાવે છે. વધુમાં, અભ્યાસમાં બહાર આવ્યું છે કે પરિવારમાં સભ્યોની સંખ્યા વધવા સાથે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અંગેની જાગૃતિ વધે છે, કારણ કે બાળકો સાથે પરિણીત યુગલો 78%ના દરે સૌથી વધુ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદનાર વર્ગ તરીકે ઊભરી આવ્યા હતા, ત્યારબાદ બાળકો વગરના પરિણીત યુગલો (67%) અને સિંગલ્સ (66%) હતા.
આ અભ્યાસે ભારતીય પ્રવાસીઓના માનસમાં ઊંડે સુધી ઉતરીને તેમની પસંદગીઓ, જાગૃતિ અને ટેવો પર પ્રકાશ પાડ્યો હતો, જે દરેક પ્રકારના ગ્રાહક વર્ગ – કુટુંબ, યુગલો અને સિંગલ્સ માટે અનન્ય છે. અભ્યાસ દ્વારા, વીમાદાતાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રાવેલ પ્લાન્સનું આયોજન અને અમલીકરણ સાથેના વર્તમાન પડકારો, કોઈપણ અવકાશ અથવા જરૂરિયાતો કે જે હાલમાં અપૂર્ણ છે જે સંભવિત રૂપે જોઈ શકાય છે તે અને આ ફેરફારો ભારતના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્ષેત્રને કેવી રીતે અસર કરશે તેના પર પ્રકાશ પાડ્યો હતો.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના હેડ – માર્કેટિંગ, કોર્પોરેટ કમ્યૂનિકેશન્સ એન્ડ સીએસઆર સુશ્રી શીના કપૂરે જણાવ્યું હતું કે, “આ આંકડા પ્રવાસીઓમાં તેમના પ્રવાસના અનુભવોને સુરક્ષિત રાખવા અને અણધારી ઘટનાઓ સામે પોતાને બચાવવા માટે વધતી જાગૃતતા દર્શાવે છે. તે જોવું ખરેખર પ્રોત્સાહક છે કે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અંગે હવે પાછળથી વિચાર કરાતો નથી અને મોટાભાગના ઉત્તરદાતાઓ સક્રિય રીતે તેના પર પસંદગી ઉતારે છે. વધુમાં, કૌટુંબિક તબક્કાઓ અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જાગૃતિ વચ્ચેનો સહસંબંધ એ એક નોંધપાત્ર શોધ છે, જે દર્શાવે છે કે લોકો તેમના ટ્રાવેલ પ્લાન્સને સુરક્ષિત રાખવાના મહત્વને વધુને વધુ ઓળખી રહ્યા છે, ખાસ કરીને જ્યારે તેઓ જીવનના વિવિધ તબક્કાઓમાંથી આગળ વધે છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે, અમે અમારા ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પૂરી કરતા વ્યાપક અને અનુરૂપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે માનીએ છીએ કે આ તારણો અમારી ઓફરિંગને વધુ વધારવામાં મદદ કરવા માટે મૂલ્યવાન ઈનસાઈટ પૂરી પાડશે અને પ્રવાસીઓ માટે તેમની મુસાફરી દરમિયાન માનસિક શાંતિ સુનિશ્ચિત કરીને તેમના માટે વિશ્વસનીય ભાગીદાર બનવાનું ચાલુ રાખશે.
આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં નોંધપાત્ર વધારા સાથે, ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂરિયાતમાં અનુરૂપ વધારો થયો છે. આ વલણને ઓળખીને, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ્સ રેડિયો વન સાથે મળીને મુસાફરીને પ્રોત્સાહન આપી રહ્યું છે જેમાં બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ રેડિયો પર નંબર વન ટ્રાવેલ શો ગેટ સમ સન (સિઝન 7) માં હોસ્ટ તરીકે છે.
સર્વેક્ષણના પરિણામો અનુસાર, નોંધપાત્ર 70% ઉત્તરદાતાઓએ શોને પસંદ કર્યો હતો જ્યારે એકંદરે 62%ને આ કન્સેપ્ટ ખૂબ સારો જણાયો હતો. આ શોએ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ માટે પસંદગી વધારવામાં વધુ મદદ કરી છે કારણ કે 97% ઉત્તરદાતાઓએ તેમની આગામી આંતરરાષ્ટ્રીય સફર માટે તેમના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રોવાઈડર તરીકે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડને પ્રાધાન્ય આપવાનો દાવો કર્યો છે.
સર્વે એ પણ પુષ્ટિ કરે છે કે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ એ ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં ખરીદેલી ટોચની 3 બ્રાન્ડ્સમાંની એક છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ 5 લાખ યુએસ ડોલર સુધીના મેડિકલ કવર સાથે ગુણવત્તાયુક્ત હેલ્થકેરની ખાતરી આપે છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની વિવિધ ઓફર 3 મહિનાથી 85 વર્ષ સુધીના પ્રવાસીઓને પોલિસી ઇશ્યૂ કરવા માટે કોઈપણ મેડિકલ ચેકઅપ વિના આવરી લે છે. આ પોલિસી તમારી સુરક્ષાને આવરી લે છે અને તમારા પરિવાર માટે મૂલ્યવર્ધિત સેવાઓ પ્રદાન કરે છે. વધુ વિગતો માટે, મુલાકાત લો https://www.icicilombard.com/travel-insurance?source=prodcategory&opt=travel#products
અભ્યાસમાં જોવાયેલી મુખ્ય બાબતોઃ
1. એકંદરે મુસાફરી વર્તન અંગે
· બાળકો સાથેના પ્રતિસાદકર્તાઓ વર્ષમાં બેથી વધુ પ્રવાસો કરવાની ઈચ્છા ધરાવે છે
વય જૂથોની સરખામણી કરીએ તો, મધ્યમ વય જૂથના 61% લોકો વર્ષમાં 2 અથવા વધુ પ્રવાસો કરે છે જે 45થી વધુની વય જૂથમાં 3 માંથી 1 થઈ જાય છે. વર્ષમાં એક વાર મુસાફરી કરતા ઉત્તરદાતાઓ થોડી લાંબી અવધિની ટ્રિપ્સ ધરાવે છે એટલે કે સરેરાશ 13-14 દિવસ જ્યારે 2 અથવા વધુ ટ્રિપ્સ લેનારાઓએ તેમની તાજેતરની ટ્રિપમાં સરેરાશ 11-12 દિવસ લીધા હતા.
સિંગલ ટ્રાવેલર્સ વર્ષમાં એક ટ્રિપ લેવું પસંદ કરે છે (55%)
· 5 માંથી 2 ને તેમની લેટેસ્ટ આંતરરાષ્ટ્રીય મુસાફરીનું આયોજન કરતી વખતે સમસ્યાનો સામનો કરવો પડ્યો છે
બાળકો વિનાના પરિણીત ગ્રાહકોએ તેમના આયોજનમાં સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોય તેમ જણાય છે (48%) વિઝા માટે અરજી કરવી અને બુકિંગને ફાઈનલ આપવું (દરેક 51%) એ નાની વય જૂથને નડતી સૌથી મોટી સમસ્યાઓ છે, જ્યારે મધ્યમ વય જૂથના લોકોને એરલાઇન બુકિંગ અને શહેરો વચ્ચે લોજિસ્ટિક્સ ગોઠવવામાં સંઘર્ષ કરવો પડે છે (દરેક 48%). બંને વય જૂથોમાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સની સમસ્યાઓ સૌથી ઓછી છે.
શહેરો વચ્ચે લોજિસ્ટિક્સના મુદ્દે સૌથી વધુ સમસ્યાઓ નડી છે, પછી ભલે ગમે તે બુકિંગ માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.
2. મુસાફરી વીમા વર્તન પર
• ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જાગૃતિ અંગે
o ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જાગૃતતા (મોટેભાગે જાગૃત + સંપૂર્ણ જાગૃતિ) કૌટુંબિક તબક્કા સાથે વધે છે – સિંગલ (66%), બાળકો વિના પરિણીત (67%) અને બાળકો સાથે પરિણીત (78%).
o કોઈ વ્યક્તિ દ્વારા બુકિંગ કરાવનારા ગ્રાહકો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ (57%) પર સૌથી ઓછી જાગૃતિ (મોટેભાગે જાગૃત + સંપૂર્ણ જાગૃતિ) ધરાવે છે.
o સૌથી વધુ/સંપૂર્ણ જાગૃતિ ધરાવતા લોકોમાં, ટ્રાવેલ ઇન્શ્યોરન્સની ખરીદી વધીને 82% થાય છે જે ઓછી/જાગૃતિ ધરાવતા ગ્રાહકોમાં ઘટીને 18% થઈ જાય છે.
o આંતરરાષ્ટ્રીય પ્રવાસો માટે: 4માંથી 3 ઉત્તરદાતાઓએ તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય સફર માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદ્યો છે
o સલામતી/ નાણાંકીય સુરક્ષા (28%), કવરેજ અને દાવાની મર્યાદા (18%) અને મુસાફરીનું સ્થળ (16%) ટોચના 3 પરિબળો છે જે લોકોને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવા પ્રેરિત કરે છે.
o ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવામાં સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યારે ઇન્શ્યોરન્સ બુકિંગ અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે (80%) જ્યારે 50% ઉત્તરદાતાઓ કે જેમણે પોતે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદ્યો હતો અને 52% જેમણે ટૂર ઓપરેટર/ટ્રાવેલ એજન્ટ દ્વારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદ્યો હતો તેમને પણ સમાન મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
3. ભવિષ્યની મુસાફરી અંગેનું વર્તન
· પ્રવાસના સ્થળ અંગેની પસંદગી
o સાઉથ ઈસ્ટ એશિયા (47%) અને મીડલ ઈસ્ટ એશિયા (40%) ઉત્તરદાતાઓમાં તેમની આગામી આંતરરાષ્ટ્રીય સફર માટે સૌથી વધુ લોકપ્રિય પ્રવાસ સ્થળો તરીકે ઊભરી આવ્યા હતા.
o 71% દાવો કરે છે કે જે સ્થળે ફરવા જવાનું છે તેના પર સંપૂર્ણ રીતે ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂરિયાત નક્કી થાય છે
· 92% તેમની આગામી આંતરરાષ્ટ્રીય સફર માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાનો ઇરાદો ધરાવે છે
o ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાનો ઇરાદો કૌટુંબિક તબક્કા સાથે વધે છે – બાળકો સાથે દંપતી (94%), બાળકો વિનાના યુગલ (92%) અને સિંગલ (87%)
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ભારતીય પ્રવાસીઓની સુખાકારી માટે તેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે. ભાવિ પ્રવાસો માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાના ઉદ્દેશ્યમાં નોંધપાત્ર પરિવર્તન અને બ્રાન્ડ તરીકે તેના મહત્વની વધતી જતી જાગૃતતા સાથે, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અમારા ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને અનુરૂપ એવા ઉચ્ચ સ્તરના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે પહેલા કરતાં વધુ સમર્પિત છે. અમે વાઇબ્રન્ટ ભારતીય પ્રવાસી સમુદાયની સાથે અમારી સફર ચાલુ રાખવા માટે ઉત્સુક છીએ, એ સુનિશ્ચિત કરવા કે તમારા અનુભવો માત્ર યાદગાર જ નહીં પણ સુરક્ષિત પણ છે.
સૂચિત્રા આયરે