Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતના સૌથી અમીર મહાગણપતિ ! 66 કિલો સોના અને 295 કિલો ચાંદીમાંથી બનાવ્યા

Share

દેશમાં ગણેશ ચતુર્થી ખુબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ મહારાષ્ટ્રમાં અને એમાં પણ ખાસ કરીને મુંબઈમાં ઉજવવામાં આવતો ગણપતિ મહોત્સવ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. મુંબઈમાં ગણપતિની પ્રતિમા અજોડ હોય છે. પરંતુ GSB સેવા મંડળ દર વર્ષે તેની સૌથી અમીર ગણપતિની મૂર્તિ માટે ચર્ચામાં રહે છે.

GSB સેવા મંડળ દ્વારા બનાવવામાં આવતા મહાગણપતિ ભારતના સૌથી અમીર ગણપતિની મૂર્તિ તરીકે પ્રસિદ્ધ છે. તેમજ હમેશા ખુબ જ ભવ્ય શણગાર માટે આખા શહેરમાં ચર્ચાનો વિષય રહે છે. આ વર્ષે આ મહાગણપતિ 66.5 કિલો સોનાના ઘરેણા 295 કિલોથી વધુ ચાંદી અને અન્ય કિમતી આભૂષણોથી સુસજ્જ છે. મુંબઈના પૂર્વ ભાગમાં કિંગ્સ સર્કલમાં આવેલા GSB સેવા મંડળે તેના 69મું વર્ષ ઉજવી રહ્યા છે ત્યારે સેવા મંડળમાં શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પહેલીવાર પંડાલમાં ચહેરો ઓળખાઈ શકે તેવા કેમેરા લગાવવામાં આવ્યા છે. આ વર્ષે સેવા મંડળ દ્વારા 360.40 કરોડ રૂપિયાનો વિમો ઉતરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ભક્તોને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા QR કોડ અને લાઈવ સ્ટ્રીમીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા મત ગણતરી કેન્દ્ર ખાતે રૂમમાં સાપ દેખાતા અફરાતફરી.

ProudOfGujarat

ક્રિકેટ ક્રેઝ – અંકલેશ્વરના દીવી ગ્રાઉન્ડ પર પારખેતની ટીમનો ભવ્ય વિજય, યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરાયું ટ્રોફી વિતરણ

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી પોલીસે વાલીયા તાલુકાના ડહેલી ગામેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!