Proud of Gujarat
FeaturedGujaratINDIA

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ પ્રતિ વર્ષ 8.45% થી શરૂ થતા વ્યાજ દરો પર ફેસ્ટિવ હોમ લોન્સ પ્રસ્તાવિત કરે છે

Share

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લિ., જે બજાજ ફાઈનાન્સ લિ.ની સબ્સીડરી કંપની છે અને ભારતની અગ્રણી ડાયવર્સિફાઇડ ફાઈનાન્શિયલ સર્વિસીસ કંપનીઓમાંની એક છે; એણે આજે હોમ લોન્સ પરની ફેસ્ટિવ ઑફરની ઘોષણા કરી છે, જે પગારદાર અરજકર્તાઓને પ્રતિ વર્ષ 8.45%*થી શરૂ થતા વ્યાજ દરો પર હોમ લોન્સ પ્રસ્તાવિત કરે છે.

આ ફેસ્ટિવ ઑફરથી આશાસ્પદ ગ્રાહકોને ઇન્ડસ્ટ્રીમાં અતિ નિમ્ન ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટૉલમેન્ટ (ઈએમઆઈ), જેની શરૂઆત પ્રતિ લાખ રૂા. 729* છે એનો ફાયદો મળશે.

Advertisement

આ ઑફર માન્ય છે:

1. 750 કે એથી વધારે ક્રેડિટ સ્કોર ધરાવનારા અરજકર્તાઓ માટે

2. 13 સપ્ટેમ્બર, 2023થી 12 નવેમ્બર, 2023 સુધી હોમ લોન્સનું વિતરણ કરાશે.

કંપનીની વેબસાઇટ પરથી કે એની કોઈપણ શાખાની મુલાકાત લઈને આશાસ્પદ ગ્રાહકો આ હોમ લોન્સ મેળવી શકે છે.

બજાજ હાઉસિંગ ફાઈનાન્સની હોમ લોન્સમાં ભરપૂર ખૂબીઓ સમાયેલી છે જેમ કે પુન:ચુકવણીના અનુરૂપ વિકલ્પો અને 48 કલાક*માં લોનનું વિતરણ.

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ હોમ લોન્સમાં અન્ય ફાયદાઓ પણ સમાયેલા છે જેમ કે પુન:ચુકવણીના અનુરૂપ વિકલ્પો, 40 વર્ષની અવધિ, અને રેપો રેટની સાથે તમારા વ્યાજ દરને સાંકળી લેવાનો વિકલ્પ.

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ વિષે

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ 100% સબ્સિડરી છે બજાજ ફાઈનાન્સ લિમિટેડની – જે ભારતીય બજારમાં ડાયવર્સીફાઇડ એનબીએફસીમાંથી એક છે, દેશભરમાં 72.9 મિલિયનથી વધુ ગ્રાહકોની સંભાળ લે છે. પૂણેમાં હેડક્વાર્ટર ધરાવતી બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ, ઘરો કે કમર્શિયલ જગ્યાઓની ખરીદી અને રિનોવેશન માટે વ્યક્તિઓને તેમજ કોર્પોરેટ સંગઠનોને ફાઈનાન્સ પ્રસ્તાવિત કરે છે. ઉપરાંત બિઝનેસ કે વ્યક્તિગત જરૂરિયાતો માટે પ્રોપર્ટીની સામે તેમજ બિઝનેસ વધારવાના હેતુઓ માટે વર્કિંગ કેપિટલ માટે પણ કંપની લોન આપે છે. કંપની રેસિડેન્શિયલના અને કમર્શિયલ પ્રોપર્ટીઝના બાંધકામમાં હોય એવા ડેવલપર્સને પણ ફાઈનાન્સ પ્રસ્તાવિત કરે છે તેમજ ડેવલપર્સને અને હાઈ-નેટ-વર્થ ધરાવતી વ્યક્તિઓને લીઝ રેન્ટલ ડિસ્કાઉન્ટિંગ પ્રસ્તાવિત કરે છે. બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ ક્રિસિલ તેમજ ભારતીય રેટિંગ્સ તરફથી ઉચ્ચતમ ક્રેડિટ રેટિંગ્સ ધરાવે છે. કંપનીને ક્રિસિલ અને ભારતીય રેટિંગ્સ તરફથી એના લૉંગ-ટર્મ ડેટ પ્રોગ્રામ માટે એએએ/સ્ટેબલ તથા એના શૉર્ટ-ટર્મ ડેટ પ્રોગ્રામ માટે એ1+ રેટિંગ આપવામાં આવ્યું છે.

સુચિત્રા આયરે


Share

Related posts

હાંસોટ પોલીસ સ્ટેશન ખાતે બંદૂક જમા કરાવવા આવેલ ખડુતો ની બંદૂક માંથી ગોળીઓ છૂટતા બે વ્યક્તિ ઈજાગ્રસ્ત

ProudOfGujarat

ઝઘડિયાના નવી તરસાલી ગામે લાગેલ આગમાં નવ જેટલાં લોકો દાઝયા.

ProudOfGujarat

પાસા એક્ટ હેઠળ 1 ની અટકાયત કરતું ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!