Proud of Gujarat
FeaturedGujaratINDIA

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ મલ્ટિકેપ ફંડ લોન્ચ કર્યું

Share

ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસમાંના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ મલ્ટિકેપ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે.

ફંડ માટેનો એનએફઓ 28 જુલાઈ, 2023ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 11 ઓગસ્ટ, 2023ના રોજ બંધ થશે. ફંડનું મેનેજમેન્ટ શ્રી અંકિત જૈન સંભાળશે. ફંડ માટે બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 500 મલ્ટિકેપ 50:25:25 ટીઆરઆઈ હશે.

Advertisement

ફંડમાં લઘુત્તમ પ્રારંભિક રોકાણ રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં કરી શકાશે.

મુખ્ય બાબતો:

· 5-વર્ષથી વધુની ક્ષિતિજ ધરાવતા રોકાણકારો માટે રોકાણના વિકલ્પોમાંથી એક, જેઓ સમગ્ર માર્કેટકેપમાં તેમના ઇક્વિટી પોર્ટફોલિયોમાં વૈવિધ્યીકરણ કરવા અથવા તેઓ જે સ્કીમમાં રોકાણ કરે છે તેની સંખ્યાને મર્યાદિત કરવા માગે છે, કારણ કે તે સમગ્ર માર્કેટ કેપ સ્પેક્ટ્રમમાં એક્સપોઝર આપે છે.

· દરેક કેટેગરીમાં ઓછામાં ઓછી 25% અને મહત્તમ 50% ફાળવણી થશે જેથી સમગ્ર સેગમેન્ટમાં સમાન ભાગીદારી રહેશે

· લાર્જ કેપ રોકાણો માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા ટોચના 100 શેરોમાં હશે, જ્યાં બિઝનેસીસ પ્રભાવશાળી કંપનીઓ સાથે પરિપક્વ છે અને તેથી મિડ અને સ્મોલ કેપની તુલનામાં પ્રમાણમાં ઓછું જોખમ અને અસ્થિરતા રહેલી છે.

· મિડ કેપમાં માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે આગામી 150 (101માથી 250મા) શેરોનો સમાવેશ થાય છે જેમાં મોટાભાગે વ્યાજબી વેલ્યુએશન સાથેના ઉભરતા બિઝનેસીસ છે.

· સ્મોલ કેપ્સમાં માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા 251મા અને તેનાથી આગળના સ્ટોક્સનો સમાવેશ થાય છે જેમાં અપાર સંભાવનાઓ સાથેના યુવા અને સ્કેલેબલ બિઝનેસનો સમાવેશ થાય છે. આ શેરોમાં ઘટાડો થવાનું જોખમ ઊંચું હોઈ શકે છે, પણ તેમની પાસે ઊંચા વળતર આપવાની ક્ષમતા પણ વધુ છે.

· છેલ્લું 25% રોકાણ વધુ વ્યૂહાત્મક પ્રકારનું હશે જે સમગ્ર માર્કેટ કેપિટલાઇઝેશનમાં ડાયનેમિક ફાળવણી દ્વારા તકોનો લાભ ઉઠાવશે.

મિરે એસેટ મલ્ટિકેપ ફંડ કેપિટલાઇઝેશન અને સેક્ટર એગ્નોસ્ટિક હોવાને કારણે રોકાણકારોને એવા શેરો અને ક્ષેત્રોમાં રોકાણ કરવાનો અનુભવ આપે છે જે શ્રેષ્ઠતાના લાભો તેમજ અર્થતંત્રમાં તકનીકી ફેરફારોનો અનુભવ કરી રહ્યાં છે. આ એવા રોકાણકારો માટે પણ એક તક છે કે જેઓ તેમના પોર્ટફોલિયોને વ્યાપકપણે ફેલાવવા માંગતા નથી પરંતુ તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ શેર્સનો આનંદ માણવા માંગે છે.

મિરે એસેટ મલ્ટિકેપ ફંડના ફંડ મેનેજર શ્રી અંકિત જૈને જણાવ્યું હતું કે, “શરૂઆતથી જ, અમારા રોકાણકારોને તેમની રોકાણ વ્યૂહરચના અનુસાર તેમના વળતરને ઓપ્ટિમાઇઝ કરવા માટે સક્ષમ બને તેવા વિવિધ વિકલ્પો આપવાનો અમારો પ્રયાસ રહ્યો છે. રોકાણકારોને ઘણીબધી સ્કીમ્સ ઉમેર્યા વિના તેમના રોકાણને સમગ્ર માર્કેટ સ્પેક્ટ્રમમાં વિસ્તારવા સક્ષમ બનાવીને મિરે એસેટ મલ્ટિકેપ ફંડ પણ એક સમાન સિદ્ધાંતને અનુસરે છે. મલ્ટિકેપ ફંડ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ ફંડ્સમાં રોકાણ કરે છે, જેમાં વિવિધ પ્રકારની તકો અને જોખમો છે, જે તેને રિસ્ક અને રિવોર્ડને સંતુલિત કરતો ગતિશીલ વિકલ્પ બનાવે છે.”

શ્રી જૈને વધુમાં ઉમેર્યું હતું કે, “વૈશ્વિક આર્થિક માહોલમાં ઉથલપાથલ હોવા છતાં, ભારતીય અર્થતંત્ર પ્રભાવશાળી વૃદ્ધિના માર્ગ પર આગળ વધવાનું ચાલુ રાખે છે અને મિરે એસેટ મલ્ટિકેપ ફંડનો ઉદ્દેશ તેના રોકાણકારો માટે તમામ ક્ષેત્રોમાં પ્રોત્સાહજનક હકારાત્મક વિકાસ મેળવવાનો અને ઓફર કરવાનો છે.”

મિરે એસેટ મલ્ટિકેપ ફંડ રોકાણકારો માટે રેગ્યુલર પ્લાન અને ડાયરેક્ટ પ્લાન બંનેમાં ઉપલબ્ધ હશે. એનએફઓ પછી ન્યૂનતમ વધારાની ખરીદીની રકમ રૂ. 1000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રહેશે.


Share

Related posts

રાજપીપળામાં લોકડાઉન વચ્ચે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા ભૂખ્યા વ્યક્તિઓને ફૂડ પેકેટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

વલસાડ : દારૂ જુગારધામ કેસમાં એલ.સી.બી. ની ટીમે રેડ કરતા ફરજમાં બેદરકારી બદલ આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા ૨ પોલીસકર્મી સસ્પેન્ડ.

ProudOfGujarat

ઝઘડીયાના ગુલા ફળીયા વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે એક બુટલેગરની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!