Proud of Gujarat
EntertainmentFeaturedGujaratINDIA

ફિલ્મ OMG-2 નું ધમાકેદાર ટીઝર રીલિઝ, શિવના રૂપમાં નજર આવ્યો ખેલાડી

Share

અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ OMG-2 ઘણા સમયથી ચર્ચામાં છે. OMG-2 એ 2012 ની ફિલ્મ OMG ની સિક્વલ છે. OMG માં અક્ષય કુમાર સાથે પરેશ રાવલ લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં અક્ષયે કૃષ્ણાનું પાત્ર ભજવ્યું હતું. ઓએમજી ફિલ્મને બોક્સ ઓફિસ પર દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. આ ફિલ્મની સફળતા જોઈને OMG-2 બનાવવામાં આવી છે.

અક્ષય કુમારે શેર કર્યું ટીઝર

Advertisement

હવે ઘણા સમયથી સતત ચર્ચામાં રહેલી ફિલ્મ OMG 2 નું ટીઝર રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પીઢ અભિનેતા પંકજ ત્રિપાઠી જોવા મળશે. ફિલ્મ OMG-2 ના ટીઝરની શરૂઆત પંકજ ત્રિપાઠીથી થાય છે. ટીઝરની શરુઆત જ પંકજ ત્રિપાઠીથી થાય છે જે ભગવાનમાં શ્રદ્ધા રાખે છે. તે જ સમયે, આ પછી, ટીઝરમાં અક્ષય કુમારની એન્ટ્રી છે, જે શિવાની ભૂમિકા ભજવી રહ્યો છે. ટીઝરમાં પંજક અને અક્ષય કુમારના કેટલાય દ્રશ્યો બતાવવામાં આવ્યા છે.

ફિલ્મ OMG-2 આવતા મહિનાની 11 મી તારીખે રિલીઝ થશે. રસપ્રદ વાત એ છે કે, 11 ઓગસ્ટે અક્ષય કુમારની OMG-2 બોક્સ ઓફિસ પર સની દેઓલની ગદર 2 સાથે ટક્કર કરવા જઈ રહી છે. OMG-2 માં અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી સાથે અભિનેત્રી યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવા સમાચાર છે કે OMG-2 માં શ્રીરામનો રોલ પણ જોવા મળશે, જે અભિનેતા અરુણ ગોવિલ કરી શકે છે. ફિલ્મનું ટીઝર જોયા બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.


Share

Related posts

માંગરોળ : બદલી થયેલા શિક્ષકોને છુટા કરવા પ્રાથમિક શિક્ષણ નિયામકને રજૂઆત કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ને અડીને આવેલા ભંગારનાં ગોડાઉનમાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી.

ProudOfGujarat

ભરૂચનાં મકતમપુર ગામે રહેતી આઠ વર્ષીય સોફિયા મશહદી એ રમઝાન માસનાં રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!