Proud of Gujarat
FeaturedGujaratINDIA

અભિનેતા અનુપમ ખેર પોતાની આગામી ફિલ્મમાં રવિન્દ્રનાથ ટાગોરની ભૂમિકા નિભાવશે

Share

દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર ફિલ્મી દુનિયામાં બે દાયકા કરતા વધુ સમય પસાર કરી ચૂક્યા છે. એક્ટરે ઉંમરના દરેક પડાવ પર પોઝિટીવથી લઈને નેગેટીવ પાત્ર નિભાવ્યા છે અને દરેક પાત્ર માટે વાહવાહી લૂંટી છે. ધ કાશ્મીર ફાઈલ્સ આનું મોટુ ઉદાહરણ છે, જે સાબિત કરે છે કે અનુપમ ખેર પ્રયોગ કરવાથી અચકાતા નથી. આવુ જ કંઈક તેઓ પોતાની 538 મી ફિલ્મ માટે પણ કરશે.

અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર જાણકારી આપી કે તેઓ પોતાની આગામી ફિલ્મમાં મહાન કવિ અને ફિલોસોફર રવીન્દ્રનાથ ટાગોરની ભૂમિકા નિભાવશે. અનુપમ ખેરે ફિલ્મમાંથી પોતાનો ફર્સ્ટ લુક પણ શેર કર્યો. આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો છે. જેમાં અનુપમ ખેર, રવીન્દ્રનાથ ટાગોરના આઉટફિટ સાથે મળતા આઉટફિટ પહેરેલા જોવા મળ્યા. લાંબી દાઢી અને સફેદ વાળમાં અનુપમ ખેર દેખાયા. તેઓ જમીન તરફ જોઈ રહ્યા છે અને કંઈક વિચારી રહ્યા છે.

Advertisement

આ પોસ્ટ શેર કરતા અનુપમ ખેરે લખ્યુ, આ મારુ સૌભાગ્ય છે કે મને ગુરુદેવને પડદા પર સાકાર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે! ટૂંક સમયમાં જ આ ફિલ્મની વધુ જાણકારી તમારી સાથે શેર કરીશ!’


Share

Related posts

રાજપીપળા : નર્મદા ઘાટ ઉપર પૂજા અર્ચન પર મુકાયેલા પ્રતિબંધનો વિરોધ કરતાં સાધુ સંતો.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામમાં મકાનોમાં આગ ભભૂકી ઊઠતા ઘરવખરી બળીને ખાખ…

ProudOfGujarat

સમગ્ર દેશના 10 લાખ કર્મચારીઓ આજથી હડતાળ પર, સેલરી થઈ શકે છે લેટ,

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!