ઘણા સમયથી ફિલ્મ આદિપુરુષના કારણે ટ્રોલ થઈ રહેલી કૃતિ સેનન એકવાર ફરી ચર્ચામાં છે. એક એક્ટ્રેસ તરીકે ઈન્ડસ્ટ્રીમાં 9 વર્ષ પસાર કર્યા બાદ કૃતિ સેનન હવે પ્રોડ્યુસર બની ગઈ છે. અભિનેત્રીએ પોતાનુ પ્રોડક્શન હાઉસ લોન્ચ કર્યુ છે, જેની જાહેરાત તેણે પોતે જ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર કરી હતી. કૃતિના ચાહકો તેમના પ્રોડ્યુસર બનવાથી ખૂબ ખુશ હતા અને હવે અભિનેત્રીએ પોતાના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ વાળી પહેલી ફિલ્મનું એલાન પણ કરી દીધુ છે.
કૃતિ સેનને બુધવારે નિર્માતા તરીકે સોશિયલ મીડિયા પર પોતાની પહેલી ફિલ્મની જાહેરાત કરી છે. અભિનેત્રી દિલવાલેના આઠ વર્ષ બાદ કાજોલની સાથે ‘દો પત્તી’ નામની એક થ્રિલર ફિલ્મ માટે ફરીથી સાથે કામ કરશે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મની પહેલી તસવીર શેર કરી, જેમાં તેની અને કાજોલની સાથે અન્ય બે મહિલાઓ પણ જોવા મળી રહી છે.
ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કાજોલની સાથે તસવીર શેર કરતા કૃતિ સેનને લખ્યુ, દો પત્તીની જાહેરાત કરતી વખતે હું ખૂબ ઉત્સાહિત છુ. ત્રણ ખૂબ જ મજબૂત ઈરાદા ધરાવતી, પ્રેરક અને ખૂબ જ પ્રતિભાશાળી મહિલાઓ મોનિકાની સાથે આ ફિલ્મ વધુ મનોરંજક બનશે. અમને આ કહાનીને દર્શાવવા માટે નેટફ્લિક્સ કરતા સારુ પ્લેટફોર્મ ન મળત મોનિકા. આઠ વર્ષ બાદ કાજોલ મેમ સાથે ફરીથી કામ કરવા માટે સુપર ડુપર ઉત્સાહિત છુ. કનિકા મને તમારુ લેખન હંમેશા ગમ્યુ છે અને હુ તમારી સાથે પોતાની પહેલી ફિલ્મની સહ-નિર્માતા બનીને ખૂબ ખુશ છુ. ઉફ્ફ… આ તો ખાસ છે! આ ભરપૂર દિલથી રમાનારો એક રોમાંચકારી ખેલ હશે! બ્લૂ બટરફ્લાય ફિલ્મ્સની પહેલી ફિલ્મ!’
દો પત્તી લેખિકા કનિકા ઢિલ્લોં અને અભિનેત્રી કૃતિ સેનનની નિર્માતા તરીકેની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ દર્શકોને રોમાંચક સસ્પેન્સથી ભરપૂર કહાનીને દર્શાવશે. ફિલ્મની કહાની અનુસાર આને પહાડી વિસ્તારોમાં શૂટ કરવામાં આવશે, જે તેના રહસ્ય અને ષડયંત્રને ઉજાગર કરવા માટે એક શાનદાર બેકગ્રાઉન્ડ હશે. દો પત્તી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. હજુ માત્ર ફિલ્મનું એલાન કરવામાં આવ્યુ છે, તેની રિલીઝ ડેટ વિશે હજુ કોઈ જાણકારી નથી.