Proud of Gujarat
EntertainmentFeaturedGujaratINDIA

કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું ટ્રેલર રિલીઝ થયું

Share

આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું ટ્રેલર મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ કરણ જોહરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મથી કરણ 7 વર્ષ પછી ડારેક્શનમાં કમબેક કરી રહ્યા છે. આલિયા અને રણવીર ઉપરાંત આ ફિલ્મમાં શબાના આઝમી, ધર્મેન્દ્ર અને જયા બચ્ચન પણ છે.

કરણ જોહર ફરી એકવાર નવી લવ સ્ટોરી સાથે મોટા પડદા પર પરત ફર્યો છે. ફરી એકવાર તમને આ ફિલ્મમાં બોલિવૂડ સ્ટાઇલનો રોમાન્સ જોવા મળશે. કોમેડી, રોમાન્સ, ઈમોશન, સ્ટાઈલથી ભરેલું આ ટ્રેલર એન્ટરટેમેન્ટનો સંપૂર્ણ ડોઝ છે.

Advertisement

ટ્રેલરની શરૂઆતમાં રણવીર અને આલિયાની લવ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે તે બતાવવામાં આવ્યું છે. જોકે, બંનેના પરિવારો ખૂબ જ અલગ હોવાને કારણે, બંને નક્કી કરે છે કે રાની રોકીના ઘરે અને રોકી ત્રણ મહિના માટે રાનીના ઘરે રહેશે. આ દરમિયાન બંનેના પરિવારજનો તેમના સંબંધોને તોડવાનો પ્રયત્ન કરે છે. ટ્રેલરના અંતમાં બંનેનું બ્રેકઅપ થતું જોવા મળે છે.

લોકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. દર્શકો આ રોમેન્ટિક ડ્રામા જોવા આતુર છે. આ ફિલ્મનું નિર્માણ વાયકોમ 18 અને કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 28 જુલાઈએ રિલીઝ થશે.


Share

Related posts

નાના વેપાર શરૂ કરવા સરકારનાં જાહેરનામાં બાદ બીજા દિવસે રાજપીપળાની મોટાભાગની દુકાનો ખુલી : પોલીસ લોકડાઉનનું પાલન કરવવાં માટે સતર્ક.

ProudOfGujarat

ગોધરા : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સી.કે.રાઉલજીની આગેવાની હેઠળ ઓરવાડા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : મનસુખ વસાવાનો પક્ષમાંથી રાજીનામું આપતો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકારણમાં ગરમાવો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!