“રાષ્ટ્રીય વીમા જાગૃતિ દિવસ પર અમે ભારતમાં વીમાના પ્રવેશને વધારવાના નિર્ણાયક મિશનને ઓળખીએ છીએ. સંભાવનાઓ અને તકોથી ભરપૂર એવા આ દેશમાં, વીમાની જાગૃતતા અને સમજણ સર્વોચ્ચ ભૂમિકા ભજવે છે. ઈરડા દ્વારા અમલી કરાયેલા દૂરંદેશીભર્યા સુધારાથી પારદર્શિતા, ગ્રાહક-કેન્દ્રિત પ્રથાઓ તથા સુલભતા આવી છે, જેના લીધે વિશ્વાસમાં વધારો થયો છે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે, અમે વર્ષ 2047 સુધીમાં ‘સૌના માટે વીમો’ના નિયમનકારના વિઝન માટે પ્રતિબદ્ધ છીએ. અગ્રણી ખાનગી જનરલ ઇન્શ્યોરન્સ કંપની તરીકે, અમારા પ્રયાસોનો હેતુ વીમાને સૌના માટે સુલભ બનાવવાનો છે, તેને દરેક ભારતીય માટે
ઉપલબ્ધ અને સસ્તું બનાવવાનો, તેમને જ્ઞાન અને વ્યક્તિગત સોલ્યુશન્સ સાથે સશક્તિકરણ કરવાનો છે.
આવો, નાણાંકીય જાગૃતતા અને શિક્ષણની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કામ કરીએ, જ્યાં જોખમો ઘટાડવામાં આવે, આકાંક્ષાઓને સુરક્ષિત કરવામાં આવે અને સુરક્ષિત ભવિષ્યના વચન સાથે સુખાકારીની ખાતરી આપવામાં આવે. વીમાના પ્રવેશને વધારવાની અમારી પ્રતિબદ્ધતામાં અમારી સાથે જોડાઓ અને એવા સમાજનું નિર્માણ કરો જે આપણા ભવિષ્યની સુરક્ષાને મહત્વ આપે.”