Proud of Gujarat
FeaturedGujaratINDIA

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસે એમએસએમઈ માટે ત્રણ નવા વીમા ઉકેલો પ્રસ્તુત કર્યા

Share

ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડએ માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (એમએસએમઈ) માટે ખાસ રચાયેલ ત્રણ નવીન વીમા પ્રોડક્ટ્સ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે. આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસ નિમિત્તે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ “એમએસએમઈ સુરક્ષા કવચ પોલિસી”, “પ્રોપર્ટી ઓલ રિસ્ક (પીએઆર) પોલિસી,” અને “આઈ-સિલેક્ટ લાયાબિલિટી”ની રજૂઆત સાથે ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુને ટેકો આપવા અને તેનું રક્ષણ કરવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરી રહી છે. *એમએસએમઇ ક્ષેત્ર, જેમાં લગભગ 63 મિલિયન એન્ટરપ્રાઈસીસ છે જે ભારતના જીડીપીમાં 30% યોગદાન આપે છે અને 113 મિલિયનથી વધુ લોકોને રોજગાર પ્રદાન કરે છે, તે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે (સ્રોત). બિઝનેસ ઇન્સ્યોરન્સ સોલ્યુશન્સના પહેલાથી જ વિસ્તૃત અને વ્યાપક સ્યુટ સાથે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો હેતુ એમએસએમઈને વધુ સારી રીતે સેવા આપવાનો, તેમની વિવિધ જરૂરિયાતોનો ઉકેલ આપવાનો અને સર્વગ્રાહી કવરેજની ખાતરી આપવાનો છે.

નવા રજૂ કરાયેલ પ્રોડક્ટ્સ એમએસએમઈને જોખમોથી વધુ વાકેફ કરવા અને તેમના વ્યવસાયોને અસરકારક રીતે સુરક્ષિત કરવા માટે વ્યાપક કવરેજનો લાભ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. “એમએસએમઈ સુરક્ષા કવચ પોલિસી” એ એક સંકલિત પ્રોડક્ટ છે જે એમએસએમઈને નિર્ધારિત વીમાધારક જોખમોને કારણે મિલકતને નુકસાન અથવા નુકસાન સામે રક્ષણ આપવા માટે રચાયેલ છે. આ પોલિસી એસટીએફઆઈ (તોફાન, ટાયફૂન, ચક્રવાત, ટેમ્પેસ્ટ, ટોર્નાડો, વાવાઝોડા, પૂર અને ઇન્ડેશન), અને આતંકવાદ માટે વૈકલ્પિક કવરેજના લાભો પ્રદાન કરે છે, જે વ્યવસાયોને યોગ્ય સ્તરનું રક્ષણ પસંદ કરવા માટે સુગમતા પ્રદાન કરે છે. તદુપરાંત, ‘પીએઆર’ પોલિસીમાં અકસ્માતો અથવા કમનસીબીને કારણે ઇમારતો, મશીનરી, સ્ટોક્સ અને ફર્નિચર સહિતની મિલકતોની વિશાળ શ્રેણીને થતા નુક્સાન અથવા ખોટને આવરી લેવામાં આવે છે. આમાં પોલિસીમાં ખાસ બાકાત હોય તેવા નુક્સાનનો સમાવેશ નથી. “આઈ-સિલેક્ટ લાયબિલિટી એસએમઈ, સ્ટાર્ટઅપ્સ, મિડ સેગમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ, રીઅલ ટાઇમ પોલિસી ઇશ્યુ, પોલિસી કવર ખરીદવાની સરળતા માટે વ્યાપક ઓફરિંગ એપ્ટને વધારે છે.

Advertisement

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ એ sme.icicilombard.com પર સીમલેસ ડિજિટલ પ્લેટફોર્મ સમર્પિત કરનાર સૌપ્રથમ છે અને ગયા વર્ષે આ દિવસે તેની #SalaamMSME કેમ્પેઈનની શરૂઆત સાથે વ્યવસાય વીમા સોલ્યુશન્સ માટે પસંદગીના ભાગીદાર તરીકે પોતાને સ્થાન આપવામાં ઉદ્યોગ અગ્રણી છે. ડિજિટલ પ્લેટફોર્મ એમએસએમઈને વીમા પ્રોડક્ટ્સની ઑનલાઇન ખરીદી, રિન્યુ અને ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ ઓનલાઈન એન્ડોર્સ કરવાની તથા ક્લેઈમ રજિસ્ટર કરવાની મંજૂરી આપે છે. તે જીએચઆઈ, મરીન, લાયબિલિટી, એન્જિનિયરિંગ, વર્કમેન કોમ્પ, ડોક્ટર્સ માટે પીઆઈ અને પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ સહિત બિઝનેસ ઈન્સ્યોરન્સ સોલ્યુશન્સની વ્યાપક શ્રેણી પૂરી પાડે છે.

એમએસએમઈ વીમા સોલ્યુશન્સ માટે પસંદગીના ભાગીદાર આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ sme.icicilombard.com પર સમર્પિત ડિજિટલ પ્લેટફોર્મ માટે સૌપ્રથમ હતું. આ વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ પ્લેટફોર્મ એમએસએમઈને વીમા પ્રોડક્ટ્સની ઑનલાઇન ખરીદી, રિન્યુ અને ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ ઓનલાઈન એન્ડોર્સ કરવાની તથા ક્લેઈમ રજિસ્ટર કરવાની મંજૂરી આપે છે. તે જીએચઆઈ, મરીન, લાયબિલિટી, એન્જિનિયરિંગ, વર્કમેન કોમ્પ, ડોક્ટર્સ માટે પીઆઈ અને પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ સહિત બિઝનેસ ઈન્સ્યોરન્સ સોલ્યુશન્સની વ્યાપક શ્રેણી પૂરી પાડે છે. એમએસએમઈ માટે તેમને અનુરૂપ સીમલેસ અને વ્યાપક વીમા સેવાઓનો અનુભવ કરો. કંપની આઈઈ પ્લેટફોર્મ પણ ઓફર કરે છે, જે તમામ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ભાગીદારોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ એમએસએમઈ માટે સીમલેસ અનુભવને સક્ષમ કરીને ગ્રાહકોને ઝડપી અને કાર્યક્ષમ ક્વોટિંગ અને પોલિસી ઈશ્યુ કરવાની મંજૂરી આપે છે. વધુમાં, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (કૃત્રિમ બુદ્ધિમત્તા – એઆઈ) ની શક્તિનો અંડરરાઈટિંગમાં ચોક્કસ પ્રોડક્ટ્સ જેમ કે મરીન અને વર્કમેન ઈન્સ્યોરન્સનો ઉપયોગ કરી રહી છે જે અંડરરાઈટિંગ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરે છે, જોખમોનું વધુ સચોટપણે મૂલ્યાંકન કરે છે અને એમએસએમઈને અનુરૂપ વીમા ઉકેલો પ્રદાન કરે છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સંજીવ મંત્રીએ ભારતને પાંચ ટ્રિલિયન અમેરિકન ડૉલરના અર્થતંત્રના લક્ષ્ય તરફ લઈ જવામાં એમએસએમઈની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આજના ગતિશીલ બિઝનેસના વ્યાપમાં, તમામ વ્યવસાયો, ખાસ કરીને એમએસએમઈ પાસે મજબૂત જોખમ વ્યવસ્થાપન અને આકસ્મિક યોજનાઓ હોવી આવશ્યક છે. આ પ્રક્રિયામાં વીમો નિર્ણાયક ભૂમિકા ભજવે છે, જે નિર્ણાયક નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે અને વ્યવસાયોને ઉતાર-ચડાવ અને અનિશ્ચિતતાઓનો સામનો કરવા માટે સશક્ત બનાવે છે. અમારા નવા વીમા ઉકેલો ખાસ કરીને એમએસએમઈને માટે તૈયાર કરાયેલ પ્રોડક્ટ્સના વિશાળ વ્યાપ સાથે, મિલકત સંબંધિત જોખમો માટે વધુ વ્યાપક કવચ અને એક જ પ્લાનમાં સંકલિત ઓફરિંગની સુવિધા સાથે સશક્ત બનાવવા માટે રચાયેલ છે. આ આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસ પર, અમે આ વાઇબ્રન્ટ સમુદાયની સાહસિકતાની ભાવનાને દિલથી ઉજવીએ છીએ અને સલામ કરીએ છીએ.”

એક વીમાદાતા તરીકે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ નાના કે મધ્યમ વ્યવસાયિક સાહસનો સામનો કરતા જોખમોની પ્રકૃતિને સમજે છે. નાના ટર્ન-અરાઉન્ડ સમય, તરલતા પર વધુ નિર્ભરતા અને જોખમોની તાત્કાલિક પ્રકૃતિને ધ્યાનમાં રાખીને, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એમએસએમઈ અને સ્ટાર્ટ-અપ્સ માટે એક અનન્ય સર્વિસ પણ વિકસાવી છે, જે રૂ. પાંચ લાખ સુધીની સ્વીકાર્ય મિલકત અને મરિન ક્લેઈમ્સ માટે દસ કામકાજના દિવસોમાં સેટલમેન્ટ ઑફર્સ ઓફર કરે છે. આ સુવિધા અત્યાધુનિક એઆઈ અને બીગ ડેટા એનાલિટિક્સ દ્વારા સંચાલિત છે, જે એક સીમલેસ ક્લેમ પ્રક્રિયાને સુનિશ્ચિત કરે છે. વીમા ઉકેલોની ગતિને આગળ વધારીને વીમાદાતાએ સાસ કંપની એકટીવી.એઆઈ સાથે પણ ભાગીદારી કરી છે જેથી વૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને હિસ્સેદારોની સુખાકારીની ખાતરી કરવા માગતા એન્ટરપ્રાઈઝ અને તેમના વિતરકો, છૂટક વિક્રેતાઓ અને સપ્લાયરો માટે ગ્રુપ ઈન્સ્યોરન્સના વિકલ્પને સીમલેસ એક્સેસ મળી શકે.

તદુપરાંત, સર્વસમાવેશક અને વૈવિધ્યસભર ઇકોસિસ્ટમ બનાવવાના તેના વિઝન સાથે સંરેખિત થતાં, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એમએસએમઈ માટે તેના મહિલા એજન્ટોની એક વિશિષ્ટ ટેલર-મેઇડ પ્રોગ્રામમાં નોંધણી કરી છે. આ પ્રોગ્રામમાં મહિલાઓમાં જાગરૂકતા કેળવવા અને વીમા પૉલિસીના લાભો દર્શાવવા માટે કંપનીના રિપોર્ટના તારણો પર આધારિત વીમા અને નાણાકીય સાક્ષરતા પર વેબિનાર્સનો સમાવેશ થાય છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ તેના કર્મચારીઓ, ગ્રાહકો, એજન્ટો અને ચેનલ ભાગીદારો માટે સર્વસમાવેશક વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.

એમએસએમઈ એ એક એવું ક્ષેત્ર છે જે સરકાર અને વિવિધ યોજનાઓના સમર્થન દ્વારા અને આત્મનિર્ભર ભારતની પૃષ્ઠભૂમિ સાથે વધુ અને સર્વસમાવેશક વૃદ્ધિ માટે તૈયાર છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સંશોધન અને નવીનતા-સમર્થિત ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સને સક્ષમ કરીને આ આશાસ્પદ ક્ષેત્રના અંતિમ છેડા સુધી ટેકો આપવામાં મદદ કરવા માટે તૈયાર છે.


Share

Related posts

રાજપારડી પાસેથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બિસ્માર થતાં અસંખ્ય વાહન ચાલકો ફસાયા.

ProudOfGujarat

અંકલેશ્વર : મહાવીર ટર્નિંગ નજીક આવેલ ટ્રેડ સેન્ટર શોપિંગમાં લિફટ તુટતા બેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત…

ProudOfGujarat

વાગરાનાં ઓચ્છણ-પહાજ નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!