Proud of Gujarat
FeaturedGujaratINDIA

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સે ચક્રવાત બિપરજોય માટે સ્પેશિયલ હેલ્પ ડેસ્ક ઊભી કરી

Share

તીવ્ર બની રહેલા ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે મોટો ખતરો ઊભો કરી રહ્યું છે ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે સાંજે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે સાયક્લોન એલર્ટ જાહેર કર્યું હતું. આગામી 12 કલાકમાં તે અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. IMD (ભારતીય હવામાન વિભાગ) એ કોઈપણ જાનહાનિને રોકવા માટે દરિયાકાંઠે માછીમારીને લગતી તમામ કામગીરી અટકાવી દીધી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ સુરક્ષિત રહે અને સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવેલી માહિતીનું પાલન કરે અને જો જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળે.

આ આગાહીના પગલે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા તેના તમામ ગ્રાહકોને પરિસ્થિતિથી માહિતગાર રહેવા, તમારી મિલકતને સુરક્ષિત રાખવા, જીવનજરૂરી ચીજવસ્તુઓના પુરવઠાનો સંગ્રહ કરવા અને મહત્વના દસ્તાવેજો સાચવવા જેવા જરૂરી નિવારક પગલાં લેવા વિનંતી કરે છે.

Advertisement

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ ખાતે અમે સમજીએ છીએ કે આવી કુદરતી હોનારતોથી કદી ન જોયેલા નુકસાન તથા હાનિ થઈ શકે છે. આથી, ચક્રવાત બિપરજોયને લગતા ક્લેઈમ્સની તાત્કાલિક સહાય તથા મદદ પૂરી પાડવા માટે એક સ્પેશિયલ હેલ્પ ડેસ્ક ઊભી કરવામાં આવી છે. આ મુશ્કેલ સમયમાં ક્લેઈમ સેટલમેન્ટ પ્રોસેસ સરળતાથી થઈ શકે તે માટે માર્ગદર્શન આપવા તથા સહાય કરવા અમારી ટીમ સાતેય દિવસ અને ચોવીસે કલાક ઉપલબ્ધ છે.

મદદ અને માર્ગદર્શન માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સુધી પહોંચવા માટે કૃપા કરીને નીચેના વિકલ્પોને અનુસરોઃ

ટોલ-ફ્રી કોન્ટેક્ટ નંબરઃ 18002666 (આઈવીઆર પર હોટ ફ્લેશ એક્ટિવેટેડ છે)

ઈ-મેલઃ customersupport@icicilombard.com

કોમર્શિયલ લાઈન્સ ક્લેઈમ્સઃ

શ્રી હિરેન મેઘપરા

hiren.meghpara@icicilombard.com

+91-9136995417

મોટર ક્લેઈમ્સ

શ્રી શ્રીકાંત સિંહ

srikant.singh@icicilombard.com

+91-7573040552

હંમેશની જેમ અમારા ગ્રાહકોને સેવા પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતા અમારા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે. અમે તમને ઇન્શ્યોરન્સને લગતી કોઈ પણ જરૂરિયાત માટે તમને સહાય પૂરી પાડવા માટે તત્પર છીએ.


Share

Related posts

ભરૂચ પોલીસે ઝઘડિયામાં આવેલ મેટ્રોપોલીટીન એકઝીમ કંપનીમાં ચોરી થયેલ એસ.એસ. ના પાઇપ અને બોલ્ટ રૂ. 5,02,050/- સાથે બે ઈસમને ઝડપી પાડયાં.

ProudOfGujarat

ભરૂચ : ઠંડીની વધઘટનાં પગલે ભરૂચ જીલ્લામાં રોગચાળો વકર્યો.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના દેડીયાપાડાથી રાજ્યના વાંસ આધારિત ૪ કૌશલ્યવર્ધન કેન્દ્રોનું ઈ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!