Proud of Gujarat
FeaturedGujaratINDIA

કાર્તિક-કિયારાની આગામી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું પ્યોર લવ સ્ટોરી દર્શાવતુ સોન્ગ ‘આજ કે બાદ’ થયું રિલીઝ

Share

બોલીવૂડ એક્ટર કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની આગામી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ના શાનદાર ટ્રેલર અને ચાર્ટબસ્ટર ગીત ‘નસીબ સે’ બાદ મેકર્સે ફિલ્મનું ટાઈટલ સોંગ રિલીઝ કર્યું છે. જેનું નામ ‘આજ કે બાદ’ છે. આ ગીત પ્યોર લવ સ્ટોરીનું સૂર રજૂ કરે છે. ફિલ્મના ટીઝરમાં ગીતની ઝલક જોઈને જ દર્શકો આ ગીતની રાહ જોઈ રહ્યા હતા. આ ગીત મનન ભારદ્વાજ અને તુલસી કુમાર દ્વારા સુંદર રીતે ગાયું છે અને તેનું સંગીત અને ગીતો મનન ભારદ્વાજે આપ્યા છે.

સાજિદ નડિયાદવાલા હંમેશા મોટા પાયે શૂટિંગ માટે જાણીતા છે અને પ્રોડક્શન વેલ્યુનો આ નજારો સત્યપ્રેમની વાર્તામાં જોઈ શકાય છે. આ ગીતની ખાસ વાત એ છે કે તેનું સુંદર શૂટિંગ બરોડા પેલેસમાં કરવામાં આવ્યું છે. ગીતના વિઝ્યુઅલ લાર્જર ધેન લાઈફ વિઝ્યુઅલ જેવા લાગે છે.

Advertisement

ગીતમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની સિઝલિંગ કેમિસ્ટ્રી શાહરૂખ-કાજોલ અને રણબીર-દીપિકા જેવા લોકપ્રિય બોલિવૂડ યુગલોના ચાહકોને યાદ કરાવે તો નવાઇ નહી.

ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ 29 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ પહેલા કાર્તિક આર્યનની શહેજાદા બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. જ્યારે ઓટીટી પર ફિલ્મને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ફિલ્મ રિલીઝ થાય પછી જ જાણી શકાશે કે, આ કિયારા અને કાર્તિકની આ ફિલ્મ દર્શકોમના દિવ જીતવામં કેટલી સફળ રહે છે.

ક્લિક કરીને જુઓ ‘આજ કે બાદ’ ગીત


Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી ખાતે ધોરણ 8 થી 12 નાં વિદ્યાર્થીઓ માટે INTERACTION PROGRAM નું આયોજન કરાયું

ProudOfGujarat

ગુજરાતમાં આદિવાસી સમાજનો વ્યક્તિ જ ગુજરાતનો મુખ્યમંત્રી બનવો જોઈએ : બીટીપી પ્રમુખ છોટુભાઈ વસાવાના નિવેદન સામે સાંસદ મનસુખભાઇ વસાવાની ટકોર.

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં ૪૦ લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!