Proud of Gujarat
FeaturedGujaratINDIA

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઓડિશામાં રેલ અકસ્માતના અસરગ્રસ્તોને મદદ માટે આગળ આવી

Share

ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા બજાર સ્ટેશન નજીક વિનાશક ટ્રિપલ-ટ્રેન દુર્ઘટનાના પગલે, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ આ દુ:ખદ ઘટનાના પીડિતો સાથે એકતામાં ઊભી છે.

અગ્રણી ખાનગી જનરલ ઇન્શ્યોરન્સ કંપની તરીકે, અમે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે રેલ દુર્ઘટનાથી પ્રભાવિત લોકો માટે અમારું સમર્થન અને સહાયતા આપવા માંગીએ છીએ. અમારી સમર્પિત ટીમ ક્લેઈમ્સની સેટલમેન્ટની પ્રક્રિયાને સરળ બનાવવા અને આ કમનસીબ ઘટનાથી પ્રભાવિત પોલિસીધારકો અને તેમના પરિવારોને સમયસર નાણાંકીય રાહત સુનિશ્ચિત કરવા માટે અથાક મહેનત કરી રહી છે.

Advertisement

દબાણના સમયે ક્લેઈમ સેટલમેન્ટ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે જરૂરી દસ્તાવેજીકરણને સરળ બનાવવા માટે પગલાં અમલમાં મૂક્યા છે. અમે ઈન્શ્યોરન્સ ક્લેઈમ્સની સમયસર અને કાર્યક્ષમ સંચાલનની જરૂરિયાતને સમજીએ છીએ અને એટલે જ અમે મુસાફરોની સૂચિને સક્રિયપણે તપાસીશું, રેલ્વે પાસેથી પ્રતિસાદ લઈશું, અને સામાન્ય રીતે એકત્રિત કરવામાં આવતા એવા કેટલાક સમર્થન દસ્તાવેજો માટે પૂછ્યા વિના શક્ય તેટલી વહેલી તકે ક્લેઈમ્સનું સેટલમેન્ટ કરીશું જે રેગ્યુલર ક્લેઈમ સેટલમેન્ટ માટે સામાન્ય રીતે જરૂરી હોય છે.

વધુમાં, ક્લેઈમ્સ સંબંધિત પ્રશ્નોને સંબોધવા અને ક્લેઈમ કરનારને જરૂરી સહાય પૂરી પાડવા માટે એક ખાસ હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી છે. આ મુશ્કેલ સમયમાં સરળતાથી ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયાને માર્ગદર્શન આપવા અને સુવિધા આપવા માટે અમારી ટીમ 24*7 ઉપલબ્ધ છે.

સમર્થન અને માર્ગદર્શન માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો સંપર્ક કરવા, કૃપા કરીને નીચેની ચેનલોનો ઉપયોગ કરો:

• ટોલ-ફ્રી સંપર્ક નંબર: 18002666 (આઈવીઆર પર હોટ ફ્લેશ સક્રિય)
• ઈમેલ: customersupport@icicilombard.com

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પીડિતો અને તેમના પરિવારો માટે મદદનો હાથ લંબાવવા માટે, તેમને આ પડકારજનક સમયગાળામાં કામગીરી કરવા માટે તેમને અત્યંત કાળજી, કરુણા અને નાણાંકીય સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

સુચિત્રા આયરે


Share

Related posts

ઉમરપાડા માંગરોળનાં કોંગ્રેસ કાર્યકરોની બારડોલી ખાતે ખેડૂત વિરોધી કાયદા માટે વિરોધ કરવા જતા ધરપકડ કરવામાં આવી.

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને અડફેટે લેતા એકનું મોત.

ProudOfGujarat

મુખ્યમંત્રી એ સાબરમતી રિવફ્રન્ટ ખાતે ફ્લાવર શો 2023 નું કર્યું ઉદ્ઘાટન, જાણો મુખ્ય આકર્ષણો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!