Proud of Gujarat
FeaturedGujaratINDIA

સેન્સેક્સ અને બેન્કેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સે તેના બીજા શુક્રવારની સાપ્તાહિક સમાપ્તિ પર રૂ. 17,345 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું

Share

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ અને એસએન્ડપી બીએસઈ બેન્કેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સ, જે તાજેતરમાં ફરીથી લોંચ કરવામાં આવ્યા હતા, તેમણે બીએસઈ ખાતે આજે તેમની બીજી સાપ્તાહિક સમાપ્તિ દરમિયાન રૂ. 17,345 કરોડ (રૂ. 17,316 કરોડ ઓપ્શન્સમાં અને રૂ. 29 કરોડ ફ્યુચર્સમાં) નું નોંધપાત્ર ટર્નઓવર નોંધાવ્યું હતું.

બીએસઈ લિમિટેડને આ કોન્ટ્રાક્ટ્સ માટે ટર્નઓવર અને ઓપન ઈન્ટરેસ્ટ બંનેમાં સતત વધારો જોવા મળ્યો છે, જેની યુનિક એક્સપાયરી શુક્રવારે હોય છે.

Advertisement

આજે, એક્સચેન્જમાં 98,242 ટ્રેડ્સ દ્વારા એક્સચેન્જમાં કુલ 2,78,341 કોન્ટ્રાક્ટ્સ ટ્રેડ થયા હતા. એક્સપાયરી પહેલાં, કુલ ઓપન ઇન્ટરેસ્ટ રૂ. 1,280 કરોડના મૂલ્ય સાથે 20,700 કોન્ટ્રાક્ટ્સ પર હતું.

”આ કોન્ટ્રાક્ટ્સમાં જોવા મળેલી પ્રવૃત્તિ એ હકીકતની સાક્ષી આપે છે કે બજારના સહભાગીઓ માટે આ નવા પ્રોડક્ટ્સમાં રસ અને ઉપયોગિતા વધી રહી છે,” એમ બીએસઈના એમડી અને સીઈઓ શ્રી સુંદરરામન રામામૂર્તિએ જણાવ્યું હતું.

બીએસઈ (અગાઉ બોમ્બે સ્ટોક એક્સચેન્જ) એ તેના સેન્સેક્સ અને બેન્કેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટને 15 મે, 2023ના રોજ નીચા લોટ સાઈઝ સાથે અને શુક્રવારે એક્સપાયરી સાથે ફરીથી રજૂ કર્યા હતા. સુધારાઓ બજારના પ્રતિસાદ પર આધારિત હતા અને તેનો ઉદ્દેશ્ય રોકાણકારો અને અન્ય બજાર સહભાગીઓને રોકાણના વિકલ્પોની વિશાળ શ્રેણી પૂરી પાડવાનો હતો.

સૂચિત્રા આયરે


Share

Related posts

કિમ રેલ્વે સ્ટેશન ખાતેથી ચોરીના મોબાઈલ ફોન સાથ ઈસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

ડભોઇના વઢવાણા ગામના તળાવ ખાતે દેશ વિદેશના પક્ષીઓનું આગમન

ProudOfGujarat

ખેડા : કપડવંજ આતરસુંબા રોડ પર કારમાં આગ લાગતા કાર ચાલકનું મોત નિપજ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!