Proud of Gujarat
FeaturedGujaratINDIA

સીએમએસ ઈન્ફો સિસ્ટમ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2023 માં ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 33% વૃદ્ધિ નોંધાવી

Share

બેંકિંગ લોજિસ્ટિક્સ અને ટેક્નોલોજી સર્વિસીઝ ઓફર કરતી ભારતની અગ્રણી બિઝનેસ સર્વિસીઝ કંપની સીએમએસ ઈન્ફો સિસ્ટમ્સ લિમિટેડે આજે નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળા અને સંપૂર્ણ વર્ષ માટેના નાણાંકીય પરિણામો જાહેર કર્યા હતા.

નાણાંકીય વર્ષ 2023ની કામગીરી પર એક નજર

Advertisement

કંપનીએ રૂ. 1,915 કરોડની આવક હાંસલ કરી જે વાર્ષિક ધોરણે 20% વૃદ્ધિ દર્શાવે છે જ્યારે ઓપરેટિંગ નફો (એબિટા) નાણાંકીય વર્ષ 2023માં રૂ. 408 કરોડથી 36% વધીને રૂ. 552 કરોડ થયો હતો.

નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળાની કામગીરી પર એક નજર

કંપનીએ રૂ. 501 કરોડની આવક હાંસલ કરી હતી, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 13% વધુ હતી, જ્યારે ઓપરેટિંગ નફો (એબિટા) ત્રિમાસિક ગાળામાં રૂ. 140 કરોડથી 25% વધીને રૂ. 149 કરોડ થયો હતો.

કેશ લોજિસ્ટિક્સ બિઝનેસ પર એક નજર :

• નાણાંકીય વર્ષ 2023માં રૂ. 12.7 લાખ કરોડની અત્યાર સુધીની સૌથી વધુ કરન્સી થ્રુપુટ, 16% વૃદ્ધિ

• એટીએમ અને રિટેલ માટે કુલ બિઝનેસ કોમર્સ પોઈન્ટ્સમાં વાર્ષિક ધોરણે 11% વૃદ્ધિ (માર્ચ’ 2023 સુધીમાં 1,24,000)

• નાણાંકીય વર્ષ 2023માં નિર્ણાયક સેવા પ્રવૃત્તિઓમાં વાર્ષિક ધોરણે 16% વૃદ્ધિ

મેનેજ્ડ સર્વિસીસ અને ટેક્નોલોજી બિઝનેસ પર એક નજર :

• નાણાંકીય વર્ષ 2023માં મેનેજ્ડ સર્વિસીસ બિઝનેસ ઓર્ડરબુક રૂ. 950 કરોડ વિસ્તરી

• મેનેજ્ડ સર્વિસ હેઠળના એટીએમની સંખ્યા માર્ચ 2023માં વધીને 17,500 થઈ, વાર્ષિક ધોરણે 50% વૃદ્ધિ

• 21,000+ લાઇવ સાઇટ્સ સાથે બેંકિંગમાં AIoT રિમોટ મોનિટરિંગમાં #1 માર્કેટ પોઝિશન હાંસલ કરી

• ટેકનોલોજી સોલ્યુશન્સ ALGO MVS અને ALGO OTC, આજે ભારતમાં અનુક્રમે 25% અને 30% એટીએમને આવરી લે છે

કંપનીના પ્રદર્શન પર ટિપ્પણી કરતા સીએમએસ ઈન્ફો સિસ્ટમ્સના એક્ઝિક્યુટિવ વાઈસ ચેરમેન અને પૂર્ણ સમયના ડિરેક્ટર શ્રી રાજીવ કૌલે જણાવ્યું હતું કે, “અમે ઉચ્ચ વૃદ્ધિ અને કમાણી આપવાનું ચાલુ રાખીએ છીએ. નાણાંકીય વર્ષ 2023માં અમારો ચોખ્ખો નફો 33% વધ્યો છે અને છેલ્લા ત્રિમાસિક ગાળામાં અમે રૂ. 500 કરોડની આવક સાથે એક સીમાચિહ્ન પણ પાર કર્યું છે. ધિરાણમાં મજબૂત વૃદ્ધિ સાથે, બેંકો હવે તેમની ભૌગોલિક હાજરીને વધુ ઊંડી કરીને વ્યાપક ડિપોઝિટ શેરને વિસ્તરણ અને કબજે કરવા માટે રોકાણ કરી રહી છે. વધુમાં, અર્થવ્યવસ્થાનું ઔપચારિકીકરણ અને મેટ્રો અને ગ્રામીણ બંને વિસ્તારોમાં વપરાશમાં વધારો તેમજ અમારી મજબૂત ઓર્ડર બુકના લીધે નાણાંકીય વર્ષ 2021થી નાણાંકીય વર્ષ 2025 સુધીની આવક બમણી કરવાના અમારા લક્ષ્ય સુધી પહોંચાડવાનું ચાલુ રાખવા માટે અમારા માટે સારી સ્થિતિ ઊભી થઈ છે.”

31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા અને સંપૂર્ણ વર્ષ 2023 ના પરિણામો સેગમેન્ટના પરિણામો સાથે Ind AS હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે જે અમારી વેબસાઇટ www.cms.com ના ઈન્વેસ્ટર રિલેશન્સ સેક્શનમાં ઉપલબ્ધ છે.

સૂચિત્રા આયરે


Share

Related posts

ધોરણ ૧૦ નું પરિણામ જાહેર-ભરૂચ જિલ્લાનું ૬૬.૨૪% પરિણામ….

ProudOfGujarat

વડોદરા : બંધ મકાનમાં ત્રાટકેલ તસ્કરો રૂ.90 હજારની કિંમતના ઘરેણા ચોરી ફરાર

ProudOfGujarat

ભરૂચ : નબીપુર પ્રાથમિક કન્યાશાળામાં બાળમેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!