Proud of Gujarat
FeaturedGujaratINDIA

બજાજ ફાઇનાન્સે ફિક્સ્ડ ડિપોઝીટ્સના દરો વધારીને 8.60 ટકા કર્યા

Share

ભારતના અગ્રણી અને વૈવિધ્યસભર નાણાંકીય સેવાઓ પૂરી પાડતા ગ્રુપમાંના એક બજાજ ફિનસર્વ લિમિટેડની ધિરાણ આપતી શાખા બજાજ ફાઇનાન્સે આજે તેના ફિક્સ્ડ ડિપોઝિટ (FD) દરોમાં 40 બેસિસ પોઈન્ટ્સ સુધીના વધારાની જાહેરાત કરી છે, જેના થકી 44 મહિનાના વિશેષ સમયગાળા માટે વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 8.60 ટકા સુધીનો વ્યાજ દર મળશે.

નવા દરો 10 મે, 2023 થી અમલમાં છે, જેમાં 36 મહિનાથી 60 મહિનાની પરિપક્વતા સાથેની થાપણો પર 40 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો છે. 60 વર્ષથી ઓછી ઉંમરના થાપણદારો વાર્ષિક 8.05 ટકા સુધી કમાઈ શકે છે, જ્યારે વરિષ્ઠ નાગરિકો વાર્ષિક 8.30 ટકા સુધી કમાણી કરી શકે છે. બજાજ ફાઇનાન્સ એફડી પરના સુધારેલા દરો નવી થાપણો અને રૂ. 5 કરોડ સુધીની પાકતી થાપણોના નવીકરણ પર લાગુ થશે.

Advertisement

બજાજ ફાઇનાન્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ-ફિક્સ્ડ ડિપોઝીટ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ શ્રી સચિન સિક્કાએ જણાવ્યું હતું કે, “એફડીમાં વ્યાજ દરમાં વધારો થવાથી તેમને રોકાણનો પસંદગીનો વિકલ્પ બન્યો છે. એફડી પર ફુગાવાના દરને મ્હાત કરતા બજાજ ફાઇનાન્સના વ્યાજ દરો ગ્રાહકોને થાપણો પર વધુ વળતર મેળવવા સક્ષમ બનાવવા સાથે રોકાણનો સલામત વિકલ્પ આપે છે. થાપણદારો અમારી ડિજિટલ માધ્યમ દ્વારા થોડી જ મિનિટોમાં ફિક્સ્ડ ડિપોઝીટ મૂકી શકે છે. ડિજિટલ અને પેપરલેસ પ્રક્રિયા એફડી મૂકવાને અત્યંત અનુકૂળ અને ઝડપી બનાવે છે.”

બજાજ ફાઇનાન્સ દેશની મોટી નાણાંકીય સંસ્થાઓમાં શ્રેષ્ઠ દરો ઓફર કરે છે. તે ડિજિટલ માધ્યમ દ્વારા રોકાણકારોને બચતને અલગ રાખવા અને વધારવા માટે સુરક્ષિત અને સરળ માર્ગ પ્રદાન કરે છે. તેની ઓમ્નીચેનલ વ્યૂહરચનાનાં ભાગરૂપે, BFL ગ્રાહકોને તેની એપ, વેબ, બ્રાન્ચ અને સમગ્ર દેશમાં 4000 સ્થળોએ વિતરકો દ્વારા કંપની સાથે એફડી મૂકવા માટે મલ્ટિ-ચેનલ વિકલ્પો પ્રદાન કરે છે. વધુમાં, બજાજ ફાઇનાન્સ તેની ઇન્વેસ્ટમેન્ટ માર્કેટપ્લેસ એપ દ્વારા દેશના તમામ મ્યુચ્યુઅલ ફંડ્સની એક્સેસ પણ આપે છે, જે રોકાણકારોને પસંદગી માટે રોકાણ વિકલ્પોની વિશાળ શ્રેણી ઓફર કરે છે.

1. નોન-સિનિયર સિટીઝન્સ માટે બજાજ ફાયનાન્સ એફડી દરો (વાર્ષિક ટકામાં), 10 મે, 2023થી અમલમાં
A. સામાન્ય સમયગાળો
2. સિનિયર સિટીઝન્સ માટે બજાજ ફાયનાન્સ એફડી દરો (વાર્ષિક ટકામાં), 10 મે, 2023થી અમલમાં
A. નિયમિત સમયગાળો
B. વિશેષ સમયગાળો

બજાજ ફાઇનાન્સ એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ અને પેપરલેસ પ્રક્રિયા સાથે ઘરે બેઠાં રોકાણની સુવિધા આપે છે. ઓનલાઇન એફડી પ્રક્રિયા સાથે, રોકાણકારો થોડી જ વારમાં એફડી બુક કરી શકે છે અને આકર્ષક વ્યાજ દરોનો લાભ મેળવી શકે છે. બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝિટ CRISIL ના AAA/સ્થિર રેટિંગ અને [ICRA]AAA(સ્થિર) રેટિંગ સાથે સૌથી વધુ સ્થિરતા રેટિંગ ધરાવે છે જે રોકાણકારો માટે સૌથી સુરક્ષિત રોકાણ વિકલ્પોમાંથી એક ઓફર કરે છે.

સુચિત્રા આયરે


Share

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 20,21,22 ડિસેમ્બરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ડિજી કોન્ફ્રાન્સમાં આપી શકે છે હાજરી.

ProudOfGujarat

સુરત: વરાછા વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળનું ડુપ્લિકેશન કરી ને વેચાણ ના કૌભાંડ નો પર્દાફાશ….જાણો વધુ

ProudOfGujarat

આજે વિશ્વ નર્સિંગ દિવસ વેરાકુઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં “નર્સિંગ ડે” ની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!