• 31 માર્ચ, 2023 (નાણા વર્ષ 2023)ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં વેરા પછીનો નફો (પીએટી) રૂ. 1,623 કરોડ (કોન્સોલિડેટેડ) વાર્ષિક ધોરણે 52% (વાયઓવાય) વૃદ્ધિ
• રિટેલ પોર્ટફોલિયો મિક્સ હવે કુલ લોન બુકના 75% છે
• સૌથી વધુ વાર્ષિક રિટેલ વિતરણ રૂ. 42,065 કરોડ, તમામ રિટેલ સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિ દ્વારા સંચાલિત
• હોલસેલ બુકમાં વાયઓવાય 54% નો ઝડપી ઘટાડો થઈને રૂ. 19,840 કરોડ
• પ્લેનેટ એપએ 3 મિલિયન ડાઉનલોડ્સને પાર કર્યા; ફિનટેક@સ્કેલ બનવા તરફ ડિજિટલ ટેક્નોલોજી સાથે આગળ વધી રહી છે
અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) માંની એક એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (એલટીએફએચ), ગ્રાહક-કેન્દ્રિત, શ્રેષ્ઠ કક્ષા, ડિજિટલી સક્ષમ રિટેલ એનબીએફસી બનવા તરફની તેની સફરને આગળ વધારી રહી છે. નાણાકીય વર્ષ 2023 ના અંત સુધીમાં, કંપનીએ કુલ લોન બુકના 75 ટકા રિટેલ લોન પોર્ટફોલિયોનું મિશ્રણ હાંસલ કર્યું છે, જે લક્ષ્ય 2026ના 80% કરતાં વધુ રિટેલાઇઝેશન લક્ષ્યની નજીક છે.
વાર્ષિક રિટેલ વિતરણ રૂ. 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે રૂ. 42,065 કરોડનું થયું છે, જે 69 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાવે છે. રિટેલ બુક હવે રૂ. 61,053 કરોડ, 31 માર્ચ, 2022 ની સરખામણીમાં 35 ટકા વધુ છે. વર્ષ દરમિયાન, હોલસેલ બુક 54 ટકા ઘટીને રૂ.19,840 કરોડની થઈ છે.
નાણાકીય વર્ષ 2023 માટે કોન્સોલિડેટેડ પીએટી રૂ. 1,623 કરોડનો થયો છે જે વાર્ષિક ધોરણે 52 ટકાની વૃદ્ધિ દર્શાવે છે, 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ પીએટી 46 ટકા વધીને રૂ. 501 કરોડનો થયો છે.
નાણાકીય પરિણામો પર ટિપ્પણી કરતાં, એલએન્ડટી ફાઈનાન્સ હોલ્ડિંગ્સ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી દીનાનાથ દુભાષીએ જણાવ્યું હતું કે, “નાણાકીય વર્ષ 2023 એ અમારી ચાર વર્ષની વ્યૂહાત્મક યોજના – લક્ષ્ય 2026નું પ્રથમ વર્ષ છે અને અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે અમારું રિટેલાઇઝેશન હવે 75% એ સ્થિત છે, જે લગભગ નાણાકીય વર્ષ 2026 માટે લક્ષ્યના 80% થી વધુ રિટેલાઇઝેશન લક્ષ્યની નજીક છે. આ સિદ્ધિ શ્રેષ્ઠ કક્ષાની એસેટ ક્વોલિટી સાથે રિટેલ બુકમાં 35% ની મજબૂત વાર્ષિક વૃદ્ધિ અને હોલસેલ બુકમાં નિર્ણાયક 54%ના ઘટાડાને કારણે થઈ છે. વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલી વ્યૂહાત્મક પહેલોએ કંપનીને યોજનાની પરિપૂર્ણતાને વેગ આપવામાં મદદ કરી છે. આગળ જતાં, અમે ગ્રાહક-કેન્દ્રિત અને ટકાઉ Fintech@Scale બનાવવાની દિશામાં અમારી ગતિ જાળવી રાખશું. કંપની રિટેલ પ્રોડક્ટ્સ ઓફર કરવાનું ચાલુ રાખશે જે સમગ્ર ગ્રાહક ઇકોસિસ્ટમને આવરી લે છે અને બેસ્પોક ક્રોસ-સેલ અને અપ-સેલ ફ્રેન્ચાઇઝ અને શ્રેષ્ઠ વિતરણ વ્યૂહરચના બનાવે છે.
31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા વર્ષ દરમિયાન, એલટીએફએચએ તમામ રિટેલ સેગમેન્ટ્સમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે.
રૂરલ બિઝનેસ ફાઇનાન્સે વર્ષ દરમિયાન રૂ. 16,910 કરોડનું વિતરણ કર્યું છે જે વાર્ષિક ધોરણે 70 ટકાની વૃદ્ધિ છે. આ વૃદ્ધિ ભૌગોલિક હાજરીને વધુ ઊંડી અને મજબૂત બનાવવા અને કેન્દ્રિત વ્યૂહાત્મક પહેલો દ્વારા પ્રોડક્ટ સ્યુટના વિસ્તરણને કારણે થઈ છે.
કંપની દેશમાં ટ્રેક્ટર ફાઇનાન્સ સેગમેન્ટમાં માર્કેટ લીડરશિપ ધરાવે છે. કંપની 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા વર્ષ દરમિયાન રૂ. 6,450 કરોડની ફાર્મર ફાઇનાન્સના વિતરણની સાક્ષી છે , જે વાર્ષિક ધોરણે 25 ટકાની વૃદ્ધિ નોંધાવે છે. કંપનીએ ચોથા ત્રિમાસિકમાં અત્યાર સુધીની સૌથી વધુ રકમનું વિતરણ પણ નોંધ્યું છે અને નાણાકીય વર્ષમાં એક લાખથી વધુ નવા ટ્રેક્ટરને ધિરાણ આપવાનો મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યો છે. આ વૃદ્ધિનો શ્રેય ટોચના ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરરની ભાગીદારીના મજબૂતીકરણને આભારી છે જેણે બજારહિસ્સો વધારવામાં મદદ કરી છે. કિસાન સુવિધા યોજના અને પુનઃધિરાણ જેવી ટેલર-મેડ પ્રોડક્ટ્સે ગ્રાહકની જાળવણીને વધુ આગળ વધારવામાં મદદ કરી.
અર્બન ફાઇનાન્સનું વિતરણ 72 ટકા વાર્ષિક ધોરણે વધીને 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા વર્ષ દરમિયાન રૂ. 16,727 કરોડનું થયું છે. નાણાકીય વર્ષ 2023 માં હોમ લોન / લોન અગેઈન્સ્ટ પ્રોપર્ટીમાં રૂ. 500 કરોડ માસિક વિતરણનો માઇલસ્ટોન હાંસલ કરાયો છે. ટુ-વ્હીલર ફાઇનાન્સે ચોથા ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે સૌથી વધુ 25%ના વધારા સાથે રૂ. 1,727 કરોડની લોન વિતરણ કરી છે. કંપનીએ ઈ-એગ્રીગેટર્સ સાથે મજબૂત ભાગીદારી અને કન્ઝ્યુમર લોન બિઝનેસના સંયોગો દ્વારા ગ્રાહકની સંખ્યામાં પણ વૃદ્ધિ નોંધી છે.
31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન એસએમઈ ફાઇનાન્સ વિતરણમાં રૂ. 1,000 કરોડનો માઇલસ્ટોન હાંસલ કરાયો છે. નાણાકીય વર્ષ 2022માં પ્રાયોગિક તબક્કા દરમિયાન કંપનીની વ્યાપ બે સ્થળેથી વધીને 20 સ્થળો સુધી પહોંચ્યોં છે. આ વ્યવસાયના ચેનલ વિસ્તરણ માટે ડિજિટલ ટેક્નોલોજી અપનાવવી એ એક વ્યાપક વિષય હશે.
કંપનીની કસ્ટમર ફેસિંગ એપ્લિકેશન – પ્લેનેટ એપ, જે નાણાકીય વર્ષ 2022 ના ચોથા ત્રિમાસિકમાં સોફ્ટ લોન્ચ કરવામાં આવી હતી, તે ઓટોનોમસ જર્નીના સર્જન માટે એક મુખ્ય ઘટક છે. તે ઓગમેન્ટેડ ડાયરેક્ટ ટુ કસ્ટમર (ડીટુસી) ચેનલ બનાવીને ગ્રાહક જોડાણની પુનઃકલ્પનાના પાયા પર બનેલ છે. આ એપ ગ્રાહક-કેન્દ્રિત સુવિધાઓ સાથે જિયો-એગ્નોસ્ટિક સોર્સિંગ, કલેક્શન્સ અને સર્વિસિંગ ચેનલ તરીકે સેવા આપે છે. આ એપ ફાર્મ એડવાઈઝરી, એજ્યુકેશન કોર્સીસ, યુટિલિટી પેમેન્ટ્સ, ઈન્કમ એક્સપેન્સ ટ્રેકર વગેરે જેવી અન્ય ઘણી સુવિધાઓ પણ પૂરી પાડે છે. નાણાકીય વર્ષ 2023માં આ ચેનલે રૂ. 240 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું અને 45 લાખથી વધુ રિક્વેસ્ટ્સને સર્વિસ આપી હતી. આ એપ 2.8 લાખથી વધુ ગ્રામીણ ગ્રાહકો સુધી પહોંચી છે અને અત્યાર સુધીમાં 3 મિલિયન ડાઉનલોડ્સ વટાવી ચૂકી છે. ઉપરાંત, આજ સુધીમાં એપ રૂ. 1,600 કરોડ (વેબસાઇટ સહિત)થી વધુનો બિઝનેસ કરી ચૂકી છે.
સુચિત્રા આયરે