Proud of Gujarat
FeaturedGujaratINDIA

બજાજ ફિનસર્વ લિમિટેડના ચોથા ત્રિમાસિક અને નાણાકીય વર્ષ 2023 ના પરિણામો, વાર્ષિક કોન્સોલિડેટેડ કુલ આવક અને નફો સર્વોચ્ચ નોંધાયો

Share

બજાજ ફિનસર્વ લિમિટેડના ચોથા ત્રિમાસિક અને નાણાકીય વર્ષ 2023ના પરિણામો પર વિચારણા કરવા અને મંજૂર કરવા માટે આજે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાઈ હતી.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શેર દીઠ ₹ 0.80 ના ડિવિડન્ડની ભલામણ કરી હતી જે રૂ. 1ની ફેસ વેલ્યુના 80 ટકા છે. ડિવિડન્ડની કુલ રકમ રૂ. 127.43 કરોડ (પાછલા વર્ષે રૂ. 63.65 કરોડ) છે. કંપનીએ સપ્ટેમ્બર 2022 દરમિયાન ઈશ્યુ કરાયેલા 1:1 બોનસ દ્વારા શેર મૂડી પર ડિવિડન્ડના ટકા જાળવી રાખ્યા છે, જેનાથી ડિવિડન્ડની ચુકવણી અસરકારક રીતે બમણી થઈ છે.

Advertisement

બીએફએલ, તેની પેટાકંપનીઓ દ્વારા કરવામાં આવતા વ્યવસાયો, તેનું જૂથ માળખું અને જીએએપી વિશેની વિગતો આ રિલીસના અંતે સૂચવવામાં આવી છે.

સમગ્ર નાણાકીય વર્ષ 2023 દરમિયાન ફુગાવાનું દબાણ રહ્યું. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2023 દરમિયાન ફુગાવાના લક્ષ્યાંકને સ્પષ્ટ કરતા તેમજ સમગ્ર વિશ્વમાં કેન્દ્રીય બેંકો દ્વારા દર વધારાની અસરને સંતુલિત કરવા માટે રેપો રેટમાં 250 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. એપ્રિલ 2023માં, આરબીઆઈએ નિવેદન સાથે રેપો રેટ યથાવત રાખ્યો હતો કે વિરામ ફક્ત આ મીટિંગ માટે હતો. બચત માટે શરતો અનુકૂળ હતી જેના પરિણામે જીવન વીમા ક્ષેત્ર માટે સાનુકૂળ વૃદ્ધિ થઈ. કોવિડ-19નું જોખમ ઓછો થવા સાથે, માર્ગ પરના વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સાથે અગાઉ મુલતવી રાખવામાં આવેલી નોન-કોવિડ સારવાર પણ વધી હતી, જેના પરિણામે સામાન્ય વીમા ક્ષેત્ર માટેના દાવાનું પ્રમાણ વધુ હતું. ઊંચા વ્યાજ દરો અને વીમા દાવાઓની આ સ્થિતીમાં અમારી કંપનીઓએ સારો દેખાવ કરવાનું ચાલુ રાખ્યું.

નાણાકીય વર્ષ 23 માં,

· બીએફએલએ અત્યાર સુધીનો સૌથી વધુ રૂ. 11,508 કરોડનો વેરા પછીનો વાર્ષિક એકીકૃત નફો નોંધાવ્યો હતો. ગ્રાહક ફ્રેન્ચાઇઝી 31 માર્ચ 2023 સુધીમાં 69.14 મિલિયન હતી જે 31 માર્ચ 2022 સુધીમાં 57.57 મિલિયન હતી – જે 20%ની વૃદ્ધિ છે. નાણાકીય વર્ષ 2023માં ગ્રાહક ફ્રેન્ચાઇઝીમાં અત્યાર સુધીનો સૌથી વધુ 11.57 મિલિયનનો વધારો નોંધાયો છે.

તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, બીએચએફએલએ વેરા પછીના નફામાં 77% નો વધારો રૂ. 1,258 કરોડ નોંધ્યો હતો.

· બીએજીઆઈસીએ એવા બજારમાં વધતા વ્યાપારમાં પસંદગીયુક્ત હોવાને કારણે અંડરરાઈટિંગ શિસ્ત જાળવી રાખી હતી જ્યાં સ્પર્ધાને કારણે ખોટ સહન કરીને પણ વૃદ્ધિની જરૂરિયાત પૂરી કરી હતી. બીએજીઆસીએ હજુ પણ તેની બજાર સ્થિતિ જાળવી રાખી છે અને તેનું અત્યાર સુધીનું સૌથી વધુ રૂ. 15,487 કરોડનું કુલ રિટન પ્રીમિયમ અને રૂ. 1,348 કરોડનો વેરા પછીનો નફો નોંધાવ્યો છે. કુલ રિટન પ્રીમિયમ 12% વધ્યું; મોટા ટેન્ડર-સંચાલિત પાક અને સરકારી આરોગ્ય વ્યવસાય વૃદ્ધિને બાદ કરતાં 15% હતું.

· બીએએલઆઈસીએ તેનું ઉત્તમ પ્રદર્શન ચાલુ રાખ્યું અને વ્યક્તિગત રેટેડ ન્યુ બિઝનેસ પ્રિમીયમમાં 41%ની વૃદ્ધિ નોંધાવી, જે રૂ. 19,462 કરોડનું અત્યાર સુધીનું સૌથી વધુ ગ્રોસ રિટન પ્રીમિયમ નોંધાયું છે અને નવા બિઝનેસ મૂલ્યમાં 53% વૃદ્ધિ નોંધાવીને રૂ. 950 કરોડ થઈ છે.

· પરિણામે, બીએફએસના એકીકૃત પરિણામો ફરી એક વખત રૂ. 82,072 કરોડની સર્વોચ્ચ કોન્સોલિડેટેડ કુલ આવક અને રૂ. 6,417 કરોડનો કરવેરા પછીનો નફો પ્રતિબિંબિત કરે છે, જે પાછલા વર્ષે નોંધાવેલા વિક્રમને વટાવી ગઈ છે.

સૂચિત્રા આયરે


Share

Related posts

વલસાડમાં આવાબાઈમાં આવેલા ગોકુલ ગૂર્પમાં નવરાત્રીની ભારે રમઝટ , વલસાડ જિલ્લા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ProudOfGujarat

ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલ નવાપુર અને સોનગઠ ખાતે પણ લોકોએ બંધને સમર્થન આપ્યુ…

ProudOfGujarat

કોરોના વચ્ચે તૌકતે વાવાઝોડાની સામે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ !..માછીમારોને કર્યા સાવચેત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!