Proud of Gujarat
FeaturedGujaratINDIA

સીતા નવમીના અવસરે અભિનેત્રી કૃતિ સેનને ફિલ્મ ‘આદિપુરુષ’નું ઓડિયો ટીઝર રિલીઝ થયું

Share

ફિલ્મ મેકર ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષ માટે દર્શકો વચ્ચે જોરદાર ઉત્સાહ છે. પ્રભાસ સ્ટારર ફિલ્મ સાથે જોડાયેલા અલગ અલગ ફોટો, વીડિયો પણ અત્યાર સુધી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે. આ દરમિયાન ફિલ્મ આદિપુરુષમાંથી સીતા નવમીના પાવન અવસરે કૃતિ સેનને ફિલ્મના પોસ્ટરની સાથે રામ સિયા રામ નો ઓડિયો રિલીઝ કર્યો છે. સોશિયલ મીડિયા પર દર્શકો સમક્ષ મૂકેલા આ ઓડિયો ટીઝરને રિલીઝ કરવા સાથે આના કેપ્શનમાં માતા સીતાનું વર્ણન કરવામાં આવ્યુ છે.

વીડિયો પોસ્ટરને શેર કરતા કેપ્શનમાં કૃતિ સેનને માતા સીતાની નિસ્વાર્થતા અને પવિત્રતાનું વર્ણન કર્યુ છે. તેણે કેપ્શનમાં જય સિયા રામને છ અલગ-અલગ ભાષાઓમાં લખીને આ ઓડિયો ટીઝર શેર કર્યુ. આ ઓડિયો ટીઝર વીડિયો ફોર્મેટમાં છે. જેમાં જોઈ શકાય છે કે જાનકી બનેલી કૃતિ સેનનની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા છે. પ્રભાસ ભગવાન રામના રૂપમાં હાથમાં ધનુષ લઈને ઊભો છે. આ સાથે જ દેવી સીતાના રૂપમાં કૃતિ સેનનનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ આદિપુરુષ 16 જૂને થિયેટર્સમાં રિલીઝ થશે.

Advertisement

Share

Related posts

પંચમહાલ : શહેરા તાલુકાના દાયકા ગામના અંદરાપરી ફળીયામાં રહેતા માસૂમ વિદ્યાર્થીઓને રસ્તાના અભાવે કોતરમાંથી થવું પડે છે પસાર …!

ProudOfGujarat

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજપારડી અને ઝઘડિયા પોલીસ મથકોના ગુના હેઠળ નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો

ProudOfGujarat

અંકલેશ્વરની તક્ષશિલા વિદ્યાલયમાં ફ્રેન્સી ડ્રેસ સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!