Proud of Gujarat
FeaturedGujaratINDIA

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે ભારતમાં 15 વર્ષ પૂર્ણ કર્યા

Share

મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રા. લિમિટેડ (“એએમસી”), અને તેના ફ્લેગશિપ ફંડમાંના એક, મિરે એસેટ લાર્જ કેપ ફંડ (લાર્જ કેપ ફંડ: એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ જે મુખ્યત્વે લાર્જ કેપ શેરોમાં રોકાણ કરે છે), એ 15 વર્ષનું સીમાચિહ્ન પૂરું કર્યું છે.

મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસ પૈકીના એક તરીકે ઉભરી આવ્યા છે અને એયુએમની દ્રષ્ટિએ દેશના ટોચના 10 ફંડ હાઉસમાં સ્થાન મેળવ્યું છે, જે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં તેના મજબૂત પકડને દર્શાવે છે. આજે, એએમસી 31 માર્ચ 2023 મુજબ રૂ. 860 કરોડની માસિક એસઆઈપી બુક સાથે 5.69 મિલિયન ફોલિયોમાં રૂ.1,16,311 કરોડની એયુએમ (એસેટ્સ અંડર મેનેજમેન્ટ) નું સંચાલન કરી રહી છે.

Advertisement

એએમસી હાલમાં રૂ. 93,613 કરોડની એયુએમ ધરાવતા નવ ઇક્વિટી ફંડ્સ, રૂ. 8,798 કરોડની એયુએમ સાથે ચાર હાઇબ્રિડ ફંડ, રૂ. 6,633 કરોડની એયુએમ સાથે 11 ડેટ ફંડ, ત્રણ ઇન્ડેક્સ, 13 ઈટીએફ અને આઠ ફંડ ઓફ ફંડ સ્કીમ્સનું સંચાલન કરે છે, જેની સંયુક્ત એયુએમ રૂ. 7,267 કરોડની છે.

નવ ઇક્વિટી ફંડમાંથી, સૌથી જૂના અને સૌથી મોટા ફંડ, મિરે એસેટ લાર્જ કેપ ફંડે 4 એપ્રિલ 2023ના રોજ 15 વર્ષ પૂરા કર્યા છે. 3 એપ્રિલ 2023 ના રોજ, તેની પાસે રૂ. 32,850 કરોડની એયુએમ હતી, જે તમામ ક્ષેત્રોમાં (માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા ટોચની 100 કંપનીઓ) મુખ્યત્વે લાર્જ કેપ કંપનીઓમાં રોકાણ કરે છે, અને બેન્ચમાર્ક ઇન્ડેક્સ તરીકે NIFTY 100 ને ટ્રેક કરે છે. 3 એપ્રિલ 2023ના રોજ તેના ફોલિયોની કુલ સંખ્યા 9,51,079 છે.

છેલ્લા 15 વર્ષોમાં, મિરે એસેટ લાર્જ કેપ ફંડે આશરે રોકાણકારોને 14.7 ટકા સીએજીઆર વળતર આપ્યું છે. અમારો પ્રયાસ હંમેશા કેન્દ્રિત રોકાણ વ્યૂહરચના અને વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાં મજબૂત સ્ટોક પસંદગીને અનુસરવાનો છે. ફંડની શરૂઆતમાં રૂ. 10,000ના રોકાણનું મૂલ્ય 4 એપ્રિલ 2023ના રોજ રૂ. 76,960 રૂપિયા હશે.

15 વર્ષના માઈલસ્ટોન વિશે બોલતા મિરે એસેટ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ ઈન્ડિયા પ્રા. લિ.ના સીઈઓ અને ડિરેક્ટર સ્વરૂપ મોહંતીએ જણાવ્યું હતું કે, “મિરે એસેટે 2008માં જ્યારે વૈશ્વિક નાણાકીય કટોકટી સર્જાઈ હતી અને તેને પરિણામે ભારત અને વિશ્વના બજારો પર અનિશ્ચિતતાનું દબાણ આવ્યું હતું તે સમયે કામગીરી શરૂ કરી હતી. સામાન્ય રીતે વિચારીએ તો કામગીરી શરૂ કરવા માટેનો તે સમય જોખમી હતો,પણ અત્યારે પાછું ફરીને જોઈએ તો લાગે છે તેના કરતાં સારો સમય બીજો કોઈ નહોતો. તે અમને અમારી બ્રાન્ડ મિરે એસેટનું મૂલ્ય અને શક્તિ દર્શાવે છે જે આવા સમયે પણ રોકાણકારોના વિશ્વાસને પ્રેરિત કરી શકે છે. તે ટીમ પર માત્ર ભાગીદારો અને રોકાણકારોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાની જ નહીં પરંતુ તેમને પાર પાડવાની અને તે રીતે ભારતમાં અમારી સફરને મજબૂત બનાવવાની મોટી જવાબદારી પણ મૂકે છે. શ્રી મોહંતીએ ઉમેર્યું કે, છેલ્લા 15 વર્ષોમાં અમારા ભાગીદાર અને રોકાણકારોના સતત સમર્થન અને વિશ્વાસ માટે મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રા. લિ.ની ટીમ વતી અમે આભારી છીએ.”

મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ ઇન્ડિયા પ્રા. લિ.ના ઈક્વિટી કો-હેડ ગૌરવ મિશ્રાએ ઉમેર્યું હતું કે, “મિરે એસેટ પોર્ટફોલિયોમાં સૌથી મોટા ફંડનું સંચાલન કરવું અને સતત વળતર આપવાનો પ્રયાસ એ એક મોટી જવાબદારી છે. અમે અમારા ભાગીદારો અને રોકાણકારોની મહેનતથી કમાયેલા નાણાના રખેવાળ બનવાનું ધ્યાન રાખીએ છીએ, અને અમે મધ્યમ અને લાંબા ગાળા માટે મહત્તમ વળતર આપવાનો પ્રયત્ન કરીએ છીએ તેમ છતાં, જોખમ અને વળતર વચ્ચેના સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરીને, સ્ટોક પસંદગી અને પોર્ટફોલિયો નિર્માણના અમારા હાલના રોકાણ અભિગમને ચાલુ રાખીને અમે મૂડીને સાચવવાની જરૂરિયાત વિશે પણ જાગૃત રહીએ છીએ. અમે અમારા ભાગીદારો અને રોકાણકારોનો અમારામાં વિશ્વાસ રાખવા બદલ આભાર માનીએ છીએ.”

સુચિત્રા આયરે


Share

Related posts

POG વિશેષ : ભારતીય રાષ્ટ્રીય ધ્વજ દિવસ આજરોજ મનાવવામાં આવે છે : જાણો તેની દિલચસ્પ કહાની

ProudOfGujarat

માંગરોળમાં મોસાલી વ્હોરા સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટ કઠોરની ભાઈજાન ટીમ ચેમ્પિયન બની.

ProudOfGujarat

એલએન્ડટી ફાઈનાન્સે એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) સાથે 125 મિલિયન યુએસડી માટે તેના પ્રથમ ધિરાણ કરાર કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!