Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાનું ‘Mera Na’ સોન્ગ રીલિઝ થતાની જ સાથે બનાવ્યો રેકોર્ડ

Share

દિવંગત પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાના ગીતોના લોકો દિવાના હતા. સિંગરનું નવું ગીત રિલીઝ થયુ છે. જેથી તેમના ચાહકોમાં એક અલગ ઉત્સાહ જોવા મળ્યો પણ સાથે સાથે તેમને યાદ પણ કરવા લાગ્યા છે. મૂસેવાલા ભલે આ દુનિયામાં નથી પરંતુ તેમના ગીતો તેમની હાજરીનો અહેસાસ કરાવે છે. આ વચ્ચે દિવગંત મૂસેવાલાનું વધુ એક નવું ગીત મેરા નામ આજે રિલીઝ થતાની સાથે જ રેકોર્ડ પણ બનાવી દીધો છે. આ નવા ગીતમાં ગ્રેમી એવોર્ડ વિનર નાઈજિરિયન રૈપર બરના બોયે પણ ગાયું છે.

મોટી ફેન ફોલોઈંગ ધરાવનાર દિવંગત સિંગરના તમામ ગીત હિટ રહ્યા છે. તો તેનું નવું ગીત મેરા નામને પણ ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ગીતને યુટ્યુબ પર રિલીઝ થતા જ રેકોર્ડતોડ વ્યૂઝ મળી ચૂક્યા છે. રિલીઝ થયાના અડધા કલાકમાં દોઢ મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે.

Advertisement

ગત વર્ષે સિદ્ધૂ મૂસેવાલાની ગાડી ઉપર ફાયરિંગ કરીને તેમની હત્યા કરી દેવાઈ હતી. 28 વર્ષીય સિંગરની હત્યાથી સન્નાટો છવાઈ ગયો હતો. તો પુત્રની અચાનક વિદાયના ગમથી તૂટી ચૂકેલા મૂસેવાલાના પિતાએ આવનારા કેટલાય સમય સુધી તેના ગીત રિલીઝ કરતા રહેવાનું જાહેર કર્યું હતું.


Share

Related posts

ભરૂચમાં લોકસભાની ચુંટણીની કામગીરીમાં જોડાયેલ પોલીસકર્મીઓ માટે રવિવારે અંકલેશ્વર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરવામા આવ્યું હતું.

ProudOfGujarat

પતિએ જ પત્નીનું ગળું કાપી નાખ્યું એ પણ રોડની વચ્ચે…. સોશ્યલ મીડિયા પર વિડીયો થયો વાયરલ

ProudOfGujarat

વિશ્વ મહિલા દિનની આગવી રીતે ઉજવણી કરાય.વિવિધ કાર્યક્રમોમાં યોગાનો સમન્વય …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!