મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ, ભારતના સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસમાંનું એક આજે રજૂ કરે છે, મિરે એસેટ નિફ્ટી 100 લો વોલેટિલિટી 30 ઇટીએફ. મિરે ઇટીએફએ મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડનો એક હિસ્સો છે અને તે એક્સચેંજ ટ્રેડેડ ફંડ્સ માટે ઉપયોગી છે અને મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રા. લિમિટેડ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે.
ન્યુ ફંડ ઓફર (એનએફઓ)એ 13 મી માર્ચ, 2023 ના રોજ ખૂલીને 21 મી માર્ચ, 2023ના રોજ બંધ થશે. આ યોજનાએ 27મી માર્ચ, 2023ના રોજ વેચાણ અને ફરીથી ખરીદી માટે ખોલવામાં આવશે. આ ફંડએ ફંડ મેનેજર શ્રી એક્તા ગાલા, મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મેનેજ કરવામાં આવશે. એનએફઓ દરમિયાન રોકાણકાર ઓછામાં ઓછું રૂ. 5000 કે કોઈપણ ક્વોન્ટમમાં તેની સાથે રૂ.1ના ગુણાંકમાં રોકાણ કરી શકશે.
નિફ્ટી 100 લો વોલેટિલિટી 30 ઇન્ડેક્સએ એક સ્માર્ટ બિટા ઇટીએફ છે, જેનો હેતુ માર્કેટમાં વધુ મૂડી ધરાવતા હિસ્સામાં ઓછી વોલેટિલિટી ધરાવતી સિક્યુરિટીમાં સારી કામગીરી બતાવવાનો છે. સ્માર્ટ બિટા ઇટીએફનો હેતુ સંભવિતપણે બંને સક્રિય અને નિષ્ક્રિય રોકાણના ફાયદાઓને જોડવાનો છે. સ્માર્ટ બિટા ઇટીએફએ સમગ્ર વિશ્વમાં સારી એવી પ્રસિદ્ધિ મેળવી છે, કેમકે તે વિવિધ પરિબળોનો ઉપયોગ કરીને આલ્ફા ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે.
નિફ્ટી 100 લો વોલેટિલિટી 30 ઇન્ડેક્સની મુખ્ય બાબતો
· નિફ્ટી 100 લો વોલેટિલિટી 30 ઇન્ડેક્સએ બજારની મુશ્કેલીની સમયમાં પણ સારું પફોર્મન્સ આપ્યું છે, તેવું જોવા મળી રહ્યું છે
· બજારના ઘટાડાના સમયમાં કે અત્યંત ઉતાર-ચડાવના સમયગાળા દરમિયાન ટૂંકાગાળા માટે તેને એક રોકાણ તરીકે ઉપયોગમાં લઈ શકાય
· લાંબાગાળા માટે તેનો ઉપયોગ સંભવિત રોકાણ માટે કરી શકાય છે, કેમકે નિફ્ટી 100 લો વોલેટિલિટી 30 ઇન્ડેક્સએ લાંબાગાળે એક ઉંચુ જોખમ-
સમાયોજિત વળતર ઉભું કરે છે
· વ્યાપક બજારની સાથોસાથ અન્ય પરિબળ આધારીત સૂચકાંકોની તુલનામાં તે પ્રમાણમાં ઓછું ડ્રોડાઉન ધરાવે છે
· વૈકલ્પિક ક્ષેત્રિય એક્સપોઝર પ્રદાન કરે છે, જે નિફ્ટી 100 ઇન્ડેક્સથી અલગ છે
સિદ્ધાર્થ શ્રીવાસ્તવ, હેડ- ઇટીએફ પ્રોડક્ટ્સ અને ફંડ મેનેજર, મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રા. લિ. કહે છે, “સ્માર્ટ બિટા નીતિએ સામાન્ય રીતે વ્યવસ્થિત, નિયમો આધારીત અભિગમ, ખર્ચનો અસરકારક રીતે ઉપયોગ કરીને પરિબળના એક્સપોઝરને ધ્યાને લે છે. નિફ્ટી 100 લો વોલેટિલિટી 30 ઇન્ડેક્સનો હેતુ લાંબાગાળે વધુ સારું જોખમ-સમાયોજિત કરીને વળતર ઉભો કરવાનું તથા વૈકલ્પિક ક્ષેત્રિય એક્સપોઝર પૂરું પાડવાનું છે. આ ફંડ નેએવા રોકાણકારોના ઉપયોગમાં આવશે જેઓ તેના પોર્ટફોલિયોના ઉતાર-ચડાવ તથા નીચેની તરફના જોખમ માટે ચિંતિત રહે છે અને ઓછા જોખમ સાથે લાંબાગાળે મૂડી ઉભી કરવા ઇચ્છે છે.” શ્રિવાસ્તવા વધુમાં કહે છે, “હાલની સમયની બજારની અનિશ્ચિતતાને ધ્યાને લેતા, લો વોલેટિલિટી ઇટીએફએ રોકાણ માટે ધ્યાને લેવું જોઈએ.
સુચિત્રા આયરે