Proud of Gujarat
EntertainmentFeaturedGujaratINDIA

પ્રાઇમ વીડિયોએ આગામી ફેમિલી કોમેડી સીરિઝ હેપ્પી ફેમિલી કન્ડિશન્સ એપ્લાય માટે ટ્રેલર પ્રસ્તુત કર્યુ

Share

પ્રાઇમ વીડિયોએ આજે એની પ્રથમ ફેમિલી કોમેડી, એમેઝોન ઓરિજિનલ સીરિઝ હેપ્પી ફેમિલીઃ કન્ડિશન્સ એપ્લાયના આંતરરાષ્ટ્રીય પ્રીમિયરની જાહેરાત એના રમૂજી, હસાહસીથી ભરપૂર ટ્રેલર લોંચ કરીને કરી હતી. આ સીરિઝમાં સ્થાપિત અને યુવાન કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી છે, જેમાં રાજ બબ્બર, રત્ના પાઠક શાહ, અતુલ કુલકર્ણી, અનેઆયેશા ઝુલ્કાની સાથે રોનક કામદાર, મીનલ સાહૂ, સનાહ કપૂર, અનેઅહાન સાબૂ કલાકારો સામેલ છે. આતિશ કાપડિયાઅનેજેડી મજેઠિયાદ્વારા હેટ્સ ઓફ પ્રોડક્શન્સ બેનર હેઠળ નિર્મિત અને નિર્દેશિત હેપ્પી ફેમિલીઃ કન્ડિશન્સ એપ્લાયએપિસોડ સ્વરૂપે રીલિઝ થશે. એના પ્રથમ ચાર એપિસોડ 10 માર્ચના રોજ પ્રાઇમ વીડિયો પર 240થી વધારે દેશો અને વિસ્તારોમાં એક્સક્લૂઝિવ રજૂ થશે તથા 31 માર્ચ સુધી દર શુક્રવારે 2 એપિસોડ રીલિઝ થશે.

આ હસાહસી થી ભરપૂર ટ્રેલર દર્શકોને ધોળકિયા પરિવારની દુનિયામાં લઈ જાય છે. ચાર પેઢીઓનો આ પરિવાર એકછત હેઠળ રહે છે, કારણ કે તેમણે એકબીજાને સાથ આપીને ઘણી તડકીછાંયડી જોઈ છે. દુનિયા માટે ધોળકિયા આદર્શ પરિવાર લાગે છે, પણ મોટા ભાગના પરિવારોની જેમ તેમની અંદર ખામીઓ છે. દરેક સભ્ય પોતાની વિશિષ્ટ ખાસિયતો, અલગ સ્વભાવ અને ધૂન ધરાવે છે. આ અલગ-અલગ ખાસિયતો સાથે તેમની વચ્ચે એક આદર્શ જોડાણ જોવા મળે છે, જે તેમને એકતાંતણે બાંધી રાખે છે.

Advertisement

પ્રાઇમ વીડિયોના ઇન્ડિયા ઓરિજિનલ્સના હેડ અપર્ણા પુરોહિતે કહ્યું હતું કે, “હેપ્પી ફેમિલીઃ કન્ડિશન્સ એપ્લાય એકથી વધારે પેઢીઓના સભ્યો સાથે એકછત નીચે રહેતાં પરિવારને રજૂ કરવાનો અમારો પ્રામાણિક પ્રયાસ છે, જે તરંગી છતાં પ્રેમાળ છે. આ ઘરના દરેક પાત્રો પોતાની આગવી લાક્ષણિકતાઓ ધરાવે છે, જે અમારા ગ્રાહકોને દર અઠવાડિયે મનોરંજન અને તેમનાં રોજિંદા જીવનમાં અતિજરૂરી વિરામ આપશે. આ પારિવારિક શ્રેણીઓના માસ્ટર જેડી મજેઠિયા અને આતિશ કાપડિયા સાથે અમારું પ્રથમ જોડાણ છે, જેમણે એક રમૂજી, આનંદદાયક, હળવો અને મનોરંજક શૉ બનાવ્યો છે. અમને ખાતરી છે કે, દુનિયાભરના દર્શકોને ધોળકિયા પરિવાર પસંદ પડશે અને તેમને તેમાં તેમના પોતાના પરિવારની ઝલક પણ અનુભવાશે.”

આ શોના રચનાકારો અને નિર્દેશકો આતિશ કાપડિયા અને જેડી મજેઠિયાએ કહ્યું હતું કે, “અમારું માનવું છે કે, જ્યારે રોજિંદા સ્થિતિસંજોગો અને અવલોકનોની વાત આવે છે, ત્યારે આ કોમેડી શૉ હળવા થવાનું સૌથી શ્રેષ્ઠ સ્વરૂપ છે તથા હેપ્પી ફેમિલીઃ કન્ડિશન્સ એપ્લાય એ માટે ઉચિત શૉ છે. ધોળકિયા પરિવાર પ્રેમાળ-છતાં-ધૂની પરિવાર છે, જે તમામ સંયુક્ત પરિવારનું પ્રતિબિંબ વ્યક્ત કરે છે અને આપણને તેમાં ઘણી રમૂજ જોવા મળે છે. અમારા વિવિધ શૉ મારફતે અમારો ઉદ્દેશ હંમેશા એક પરિવારના અલગ-અલગ પાસાંઓને રજૂ કરવાનો છે. હેપ્પી ફેમિલીઃ કન્ડિશન્સ એપ્લાયમાં અમે આ વર્ષો દરમિયાન અમારા પરિવારના સભ્યોમાં જોયેલી આદતો, ટેવો અને ખાસિયતો રજૂ કરી છે. આ કારણે આ સીરિઝ વધારે પ્રસ્તુત બની છે. કલાકારો અને ટીમ જીવનના આ નાના વિઝનને સુંદર રીતે પ્રસ્તુત કરવા એકતાંતણે જોડાયા છે તથા અમને પ્રાઇમ વીડિયો સાથે જોડાણ કરવાની ખુશી છે, જેમની સાથે અમે હવે આ શોને દુનિયાભરના દર્શકો સુધી પહોંચાડવા સક્ષમ બનીશું.”

આ શૉના મુખ્ય અભિનેતા રાજ બબ્બરે કહ્યું હતું કે, “કોમેડી મનોરંજનનું એક એવું સ્વરૂપ છે, જેમાં મેં બહુ ઓછું કામ કર્યું છે. હેપ્પી ફેમિલીઃ કન્ડિશન્સ એપ્લાય હકીકતમાં પ્રથમ સંપૂર્ણપણે કોમેડી શૉ છે અને આ સીરિઝમાં સામેલ થવા હું ખરેખર ઇચ્છતો હતો. સીરિઝ કોઈ પણ નિયમિત પરિવારમાં જોઈ શકાશે એવી રમૂજી અને હાસ્યથી ભરપૂર પ્રસંગો ધરાવે છે. એમાં ડ્રામા (નાટક), રોમાન્સ (પ્રેમ), લડાઈ અને મનોરંજન છે – આ તમામ સીરિઝની રોમાંચકતામાં ઉમેરો કરે છે. આતિશ અને જેડી સાથે કામ કરવા કરવું સ્વાભાવિક રીતે મારા માટે ગર્વ અને આનંદની વાત છે. તેમણે દરેક અસાધારણ કલાકાર પાસેથી તેમના પાત્રોને અનુરૂપ અભિનય કરાવ્યો છે. મેં ધોળકિયા પરિવારના એક સભ્ય તરીકે ભરપૂર આનંદ માણ્યો છે અને મારા નવા સ્વરૂપમાં દુનિયા મને કેટલો આવકાર આપશે એ જોવા આતુર છું. દર્શકોને ધોળકિયા પરિવારના સભ્યોને મળીને ખરેખર આનંદ આવશે.!”

અભિનેત્રી રત્ના પાઠક શાહએ તેમના પાત્ર વિશે કહ્યું હતું કે, “મને ખરેખર એવું પાત્ર ભજવવાની મજા આવી છે, જે સંપૂર્ણપણે પોતાની દુનિયામાં કેન્દ્રિત છે. હેમલતા ધોળકિયા એવું પાત્ર છે, જે તેમના હૃદયની વાત માને છે, પણ હંમેશા તીખી ટિપ્પણીઓ કરે છે. તે સ્વાભાવિક રીતે આનંદી સ્વભાવની છે, ગમે એ થાય પણ પ્રામાણિક રહે છે, છતાં પોતાના પરિવારને બચાવવા દ્રઢ છે. આતિશ અને જેડી સાથે કામ કરવું હંમેશા આનંદદાયક હોય છે, જેઓ એક વાર ફરી સીરિઝમાં તેમની વિશિષ્ટ શૈલી સાથે પુનરામન કરી રહ્યાં છે. આ શૉની કલાકારો અતિ પ્રતિભાશાળી છે. મને આ સીરિઝમાં સામેલ થવા પર ગર્વ છે અને દર્શકોના એના પ્રત્યે પ્રતિભાવને લઈને આતુર છું.”

આતિશ કાપડિયા દ્વારા લિખિત હેપ્પી ફેમિલીમાં સ્વાતિ દાસ, અતુલ કુમાર, કરિયુકી માર્ગારેટ વંજિકુ, પરેશ ગણાત્રા, પ્રણોતી પ્રધાન, સમર વર્માની,અનેનેહા ઝુલ્કામુખ્ય સહાયક ભૂમિકાઓમાં છે.


Share

Related posts

નડિયાદ : સ્વચ્છતા હી સેવા અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ

ProudOfGujarat

દાહોદના આમલી ખજુરીયામાં એક નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ તૂટતાં 6 શ્રમિકો ઈજાગ્રસ્ત

ProudOfGujarat

તલાટી કમ મંત્રી ઐયુબભાઈ મિર્ઝાનો માંગરોલ TDO ની ઉપસ્થિતમાં નિવૃત્તિ વિદાય સન્માન યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!