ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસ પૈકીના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે આજે મિરે એસેટ ગોલ્ડ ઈટીએફ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. મિરે એસેટ ઈટીએફ એ મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડનો એક ભાગ છે અને તેનો ઉપયોગ મિરે એસેટ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમીટેડ દ્વારા સંચાલિત એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ માટે થાય છે.
ન્યૂ ફંડ ઑફર (એનએફઓ) 9 ફેબ્રુઆરી, 2023ના રોજ ખુલે છે અને 15 ફેબ્રુઆરી, 2023ના રોજ બંધ થાય છે. ફાળવણીની તારીખ 20 ફેબ્રુઆરી, 2023 છે અને પ્રથમ એનએવી (નેટ એસેટ વેલ્યુ) ની તારીખ 21 ફેબ્રુઆરી, 2023 છે. ઈટીએફનું લિસ્ટિંગ ફાળવણીની તારીખથી પાંચ કામકાજના દિવસોમાં સ્ટોક એક્સચેન્જો પર કરવામાં આવશે. રોકાણકારો 21 ફેબ્રુઆરી, 2023થી ઈટીએફના યુનિટ્સને સ્ટોક એક્સચેન્જો પર ખરીદી અને વેચી શકશે જ્યાં ઈટીએફ સૂચિબદ્ધ થશે. ફંડનું સંચાલન મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજર રિતેશ પટેલ કરશે. એનએફઓ દરમિયાન રોકાણકાર ઓછામાં ઓછા રૂ. 5,000 અથવા તેનાથી વધુ રકમનું રૂ.1ના ગુણાંકમાં રોકાણ કરી શકશે.
2023માં ફુગાવો અને નીતિ દરો દ્વારા કેન્દ્રીય બેંકની દરમિયાનગિરીને સોનાના મુખ્ય ચાલકબળ તરીકે ગણવામાં આવી શકે છે. બાહ્ય વૈશ્વિક પરિસ્થિતી સ્થાનિક અને વૈશ્વિક અર્થતંત્રના વિકાસ માટે પડકારો સર્જી રહી છે અને રોકાણકારો માટે સોનાને પ્રમાણમાં સુરક્ષિત રોકાણ સાધન બનાવે છે તેવા સમયે આ ઈટીએફ લોન્ચ થઈ રહ્યાં છે. રોકાણકારો અસ્કયામતની ફાળવણીના મહત્વના ઘટક તરીકે સોનાનું મૂલ્યાંકન કરી શકે છે.
ગોલ્ડ ઇટીએફમાં શા માટે રોકાણ કરવું:
• ઇટીએફ એ સોનામાં રોકાણ કરવા માટે પ્રમાણમાં ઓછી કિંમતનો અને સરળ વિકલ્પ છે કારણ કે તે શૅરની જેમ જ સ્ટોક એક્સચેન્જો પર ખરીદી અને વેચાણની સગવડ પૂરી પાડે છે.
• ભૌતિક સોનાની જેમ ઈટીએફના ચોરાઈ જવાનું જોખમ નથી કારણ કે ગોલ્ડ ઈટીએફ રોકાણકારોના ડીમેટ ખાતામાં રાખવામાં આવે છે
• સોનાની શુદ્ધતામાં ભિન્નતાનું જોખમ નથી.
• વેચાઈ રહેલા સોનાને ખરીદતી વખતે ભાવની પારદર્શકતા અને પ્રવાહિતા
• તેમાં ઓછામાં ઓછું 1 યુનિટ જેટલું રોકાણ કરી શકાય છે જ્યાં 1 યુનિટ એટલે આશરે છે. 0.01 ગ્રામ સોનું
મિરે એસેટ ગોલ્ડ ઇટીએફમાં શા માટે રોકાણ કરવું જોઈએ?
• દરેક સમયગાળામાં સોનું વિશ્વસનીય અસ્કયામત વર્ગ હોવાનું જણાય છે જેણે લાંબા ગાળા માટે સંપત્તિનું રક્ષણ અને સર્જન કર્યું છે
• સોના અને અન્ય અસ્કયામત વર્ગો વચ્ચેનો કોરિલેશન ઓછું હોવાથી પોર્ટફોલિયોના એકંદર જોખમ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે વૈવિધ્યકરણમાં મદદ કરે છે
• સોનું ફુગાવા સામે બચાવ તરીકે કામ કરી શકે છે અને તે કટોકટીના સમય દરમિયાન પ્રમાણમાં સુરક્ષિત રોકાણ તરીકે ઓળખાય છે
• ઇટીએફ એ સોનામાં રોકાણ કરવા માટે પ્રમાણમાં ઓછી કિંમતનો અને લિક્વીડ વિકલ્પ છે જે શૅરની જેમ જ સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડિંગની સગવડ પૂરી પાડે છે.
• રોકાણકારોના ડિમેટ ખાતામાં ગોલ્ડ ઈટીએફ રાખવામાં આવતા હોવાથી ચોરી અને નીચી ગુણવત્તાનું જોખમ દૂર થાય છે.
મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડના ઈટીએફ પ્રોડક્ટ હેડ સિદ્ધાર્થ શ્રીવાસ્તવેજણાવ્યું હતું કે, “ઐતિહાસિક રીતે, સોનાએ મંદીના તબક્કાઓ અને આર્થિક મંદી દરમિયાન પોર્ટફોલિયોમાં જોખમ-સમાયોજિત વળતરમાં વધારો કર્યો છે. જ્યારે માલસામાનની કિંમત વધે છે ત્યારે સોનું તેની ખરીદ શક્તિ જાળવી રાખે છે, કારણ કે ફુગાવાના સમયમાં સોનું ઐતિહાસિક રીતે સારું પ્રદર્શન કરે છે. વર્તમાન અનિશ્ચિત અને અસ્થિર બજારના વાતાવરણમાં, ગોલ્ડ ઇટીએફમાં રોકાણ, લાંબા ગાળાના દૃષ્ટિકોણથી પોર્ટફોલિયો માટે વાજબી વિકલ્પ જણાય છે.”
મિરે એસેટ ગોલ્ડ ઈટીએફ ભૌતિક સોનાના સ્થાનિક ભાવની કામગીરીને ટ્રેક કરવા માગે છે. ઈટીએફનું દરેક યુનિટ આશરે .01 ગ્રામ સોનાનું હશે. શ્રીવાસ્તવે વધુમાં સમજાવ્યું કે, જે રોકાણકાર સોનામાં રોકાણ કરવા માંગે છે તે મિરે એસેટ ગોલ્ડ ઇટીએફ દ્વારા રોકાણ કરી શકે છે.
સુચિતરા આયરે