શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મ ઘણા વિવાદો આજે પડદા પર રીલીઝ થઇ છે. આ ફિલ્મ શાહરૂખ ખાન માટે એટલે ખાસ છે કારણકે 4 વર્ષ પછી તેમની ધમાકેદાર ફિલ્મ એન્ટ્રી થયેલી છે. એક્શન-થ્રિલર ‘પઠાણ’ આખરે મોટા પડદા પર રિલીઝ થઈ છે અને બોલિવૂડના કિંગ ખાનના ફિલ્મને જોવા ચાહકો મોટી સંખ્યામાં થિયેટરોમાં ઉમટી રહ્યા છે. જે રીતે ‘પઠાણ’એ એડવાન્સ બુકિંગમાં રેકોર્ડ બનાવ્યા છે, તે જ રીતે બોક્સ ઓફિસ પર ફિલ્મ બ્લોકબસ્ટર ઓપનિંગ આપવા માટે તૈયાર છે.
બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ટ્રેકિંગ વેબસાઈટ અનુસાર, ફિલ્મ તેના પહેલા જ દિવસે 50 કરોડના આંકડાને પાર કરી શકે છે. આ ફિલ્મ કન્નડ ફિલ્મ KGF 2 કે જેને રૂ. 53.9 કરોડ, હૃતિક રોશન સ્ટારર વોર કે જેને રૂ. 53.3 કરોડ અને આમિર ખાનની ઠગ્સ ઓફ હિન્દોસ્તાન કે જેને રૂ. 52 કરોની પહેલા દિવસે કમાણી કરી હતી તેને પણ ટક્કર આપી શકે છે તેવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. પઠાણ હેપ્પી ન્યૂ યરના શરૂઆતના દિવસે રૂ. 44 કરોડનો કમાણીના આંકડાને આરામથી પાર કરી શકે છે અને શાહરૂખ ખાનની પહેલા દિવસની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની જશે. હૃતિક રોશનનુ વોર અને શાહરૂખ ખાનનું પઠાણ ફિલ્મ બંને જ સ્પાય યુનિવર્સનો પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં વોરના કર્નલ લુથરા (આશુતોષ રાણા)નું પાત્ર પણ દેખાડવામાં આવી રહ્યું છે.
આ ફિલ્મ તેની રિલીઝ પહેલા 32 કરોડ રૂપિયાની ટિકિટો વેચી દીધી હતી, અને સવારથી જ ફિલ્મ જોવા માટે થિયેટરોની બહાર ભારે ભીડ જોવા મળી હતી, સાથે જ અત્યાર સુધી આ ફિલ્મના જોરદાર વખાણ અને સારા રિવ્યુ મળી રહ્યા છે. ઘણા ફિલ્મ વિવેચકોએ પણ આ ફિલ્મ માટે સારા રીવ્યુ આપ્યા હતા. તેમના એક વિવેચક આ ફિલ્મને પઠાણને 4.5 સ્ટાર રેટિંગ આપ્યું હતું. આવતીકાલે 26 જાન્યુઆરીની રજા અને પછી આવતા વીકેન્ડમાં ફિલ્મના કલેક્શનમાં જોરદાર ઉછાળો જોવા મળી શકે છે. પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ વીકએન્ડ સુધીમાં 200 કરોડનું કલેક્શન કરી શકે છે.