Proud of Gujarat
FeaturedGujaratINDIA

મુંબઈથી ઈંગ્લીશ દારૂની ખેપ લઈને બાંદ્રા ટ્રેનમાં આવી રહેલ ખેપીયો ઝડપાયો

Share

બાંદ્રા-ભાવનગર ટ્રેનમાં ઈંગ્લીશ ધોળા રેલ્વે પોલીસે રૂપિયા ૭૬,૯૫/-ના મુદ્દામાલ સાથે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દારૂની ખેપ લઈને આવી રહેલ ભાવનગરના શખ્સની ધોળા રેલ્વે પોલીસના જવાનોએ ધડપકડ કરી હતી. આ શખ્સ પાસેથી રૂપિયા ૭૬૯૫-ની કિંમતનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર આજરોજ વહેલી સવારે મુંબઈના બાંદ્રા સ્ટેશનથી ભાવનગર આવી રહેલી બાંદ્રા- ભાવનગર ટ્રેનમાં ધોળા રેલ્વે પોલીસના જવાનો રૂટિન કામગીરી મુજબ સર્ચમા હોય એ દરમ્યાન એક શખ્સ વજનદાર બેગ સાથે શંકાસ્પદ હાલતમાં જણાતા તેને અટકાવી નામ-સરનામું સાથે બેગમાં શું હોવાનો ખુલાસો પુછતાં શખ્સ પોતાનું નામ મનિષ નટુ પરમાર ઉ.વ.૩૧ રે.મુખ્યમંત્રી આવાસયોજનામા ગુરૂનગર સ્વામિનારાયણ સત્સંગ હોલની સામે દેસાઈનગરવાળો હોવાનું જણાવેલ આ શખ્સ વજનદાર બેગમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાનું જણાવતાં રેલ્વે પોલીસના જવાનોએ આરોપી નિષની પ્રોહિબીશન એકટ હેઠળ ધડપકડ કરી રૂપિયા ૭૬૯૫/- ના મુદ્દામાલ સાથે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આરોપી મુદ્દામાલ સોંપી વધુ તપાસ હાથ ધરી હતી. આ મુંબઈથી દારૂની ખેપ મારીને ભાવનગર ખાતે અલગ અલગ વિસ્તારમાં પહોંચાડનાર યુવક સામે અને ઈસમની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી .

Advertisement

Share

Related posts

પાલેજ : દુકાનોમા ચોરી અંગે છેવટે પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ.

ProudOfGujarat

ફ્રી શિક્ષણ આપતી વડોદરાની એકમાત્ર શાળા ગંગાબાઈ સાર્વજનિક હાઈસ્કૂલ.

ProudOfGujarat

સુરત ખાતે ગુજરાતનાં પ્રભારીની ભરૂચ કોંગ્રેસ અગ્રણીઓએ મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!