Proud of Gujarat
FeaturedGujaratINDIA

આ બેંકના એકાઉન્ટ ધારકો માટે જરૂરી સમાચાર, રિઝર્વ બેંકે લીધો મોટો નિર્ણય.

Share

RBI Imposes Penalties: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી સમય સમય પર વિવિધ બેંકો સામે નિયમોનું પાલન ન કરવા બદલ દંડ લાદે છે. તાજેતરમાં 13 બેંકો પર દંડ લાદ્યા પછી, આરબીઆઈ (RBI) એ હવે સાયબર સુરક્ષા નિયમોનું પાલન ન કરવા બદલ બેંક ઓફ બહેરીન અને કુવૈત બીએસસી (Bank of Bahrain & Kuwait BSC) ની ભારતીય કામગીરી (Indian Operations) પર 2.66 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આરબીઆઈ (RBI) દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બેંક ડેટાબેઝમાં અસામાન્ય અને અનધિકૃત, આંતરિક અથવા બાહ્ય પ્રવૃત્તિઓને શોધવા માટે સિસ્ટમ લાગુ કરવામાં નિષ્ફળ રહી છે. આરબીઆઈ (RBI) ના નિવેદન મુજબ તે બેંકની સુરક્ષાના મામલામાં તાત્કાલિક ધોરણે સુરક્ષા ઓપરેશન સેન્ટરને લાગુ કરવામાં પણ નિષ્ફળ રહી છે. આ સંદર્ભે કેન્દ્રીય બેંક દ્વારા બહેરીન એન્ડ કુવૈત BSC ને કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી હતી.

Advertisement

આરબીઆઈએ જણાવ્યું કે નિયમનકારી પાલનમાં ક્ષતિઓ બદલ દંડ લાદવામાં આવ્યો છે. આ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલ કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર પ્રશ્ન નથી ઉઠાવતો. આ પહેલા આરબીઆઈ (RBI) એ દેશની 13 બેંકો સામે મોટું પગલું ભર્યું હતું. RBI દ્વારા વિવિધ નિયમનકારી નિયમોના ઉલ્લંઘનને કારણે આ બેંકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ બેંકો પર 50,000 રૂપિયાથી 4 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે બેંક સામે લેવામાં આવેલી કાર્યવાહીનું મુખ્ય કારણ વિવિધ નિયમનકારી પાલનનો અભાવ છે. જેના કારણે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ સિવાય આરબીઆઈએ જણાવ્યું કે આ દંડનો ગ્રાહકો સાથે કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શન સાથે કોઈ સંબંધ નથી.


Share

Related posts

લીંબડી શહેરમાં ચાર વોટર એટીએમનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

દીવ પ્રશાસન અને ministry of environment ફોરેસ્ટને climate change દ્વારા world environment day અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ….

ProudOfGujarat

ઝઘડીયા : સારસા માતાના ડુંગરનો યાત્રાધામ તરીકે વિકાસ કરવા માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!