Proud of Gujarat
INDIAFeaturedGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કે બેન્કેસ્યોરન્સ ટાઈ-અપ કરી.

Share

ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી સામાન્ય વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક સાથે બેંકેસ્યોરન્સ ટાઈ-અપમાં પ્રવેશ કરી રહી છે. આ ભાગીદારી બેંકના વિવિધ ગ્રાહકોને વીમાદાતાના પોર્ટફોલિયોમાં પ્રવેશ આપશે અને સમગ્ર ભારતમાં વ્યાપ વધારશે.

એયુ બેંક ભારતભરમાં તેનું વિતરણ માળખું ઝડપથી વિસ્તારી રહી છે અને બે દિગ્ગજો વચ્ચેના આ જોડાણનો ઉદ્દેશ તેમના સંબંધિત ઉદ્યોગોમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા ઓફર કરાયેલ ચપળ, ડિજિટલ અને પેપરલેસ સોલ્યુશન્સ સાથે તેની સામાન્ય વીમા ઓફરને વધુ સમૃદ્ધ બનાવવાનો રહેશે. 20 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા 980થી વધુ બેંકિંગ ટચપોઇન્ટ પર પ્રોડક્ટ્સનો સંપૂર્ણ સ્યુટ ઓફર કરવામાં આવશે. ગ્રાહક કેન્દ્રિત પ્રોડક્ટ્સ ગ્રાહકો અને તેમના પરિવારોને લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે. બંને સંસ્થાઓ નવીનતા અને સુસંગતતા દ્વારા ગ્રાહકોને શ્રેષ્ઠ ઓફર કરવામાં વિશ્વાસ રાખે છે, આ ભાગીદારી ગ્રાહકોને બંને દિગ્ગજોની શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ ઓફર કરશે.

Advertisement

ભાગીદારી વિશે બોલતા, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સંજીવ મંત્રીએ જણાવ્યું હતું કે, “આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે, અમે ગ્રાહકો અને વ્યવસાયોને તેમની વિકસતી જરૂરિયાતોને આધારે અસરકારક જોખમ વ્યવસ્થાપન ઉકેલો પ્રદાન કરવા માટે સતત પ્રયત્નશીલ છીએ. ઉદ્યોગના અગ્રણી તરીકે, અમે ગ્રાહકોને વ્યાપક પ્રોડક્ટ પોર્ટફોલિયો પ્રદાન કરવા માટે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક – ભારતની સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ. આ ભાગીદારી અમારા વિતરણ માળખાને વધુ મજબૂત કરવામાં અને બેંકના વ્યાપક નેટવર્ક દ્વારા વૃદ્ધિની તકોને ઝડપવામાં મદદ કરશે. જોખમ વ્યવસ્થાપન માટે અમારા કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સની વ્યાપક શ્રેણી સાથે અમને વિશ્વાસ છે કે અમે સમગ્ર ભારતમાં વિવિધ ગ્રાહક વર્ગોને સંબોધિત કરી શકશું.”

આ વ્યૂહાત્મક ભાગીદારીના મુખ્ય પાસાઓ પર પ્રકાશ પાડતા એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ઉત્તમ ટિબ્રેવાલે જણાવ્યું હતું કે, “એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્ક હંમેશા ગ્રાહક કેન્દ્રિત ઉકેલો અને સર્વિસીસ પૂરી પાડવામાં ગર્વ અનુભવે છે. નાણાકીય સર્વિસીસ અને ગ્રાહકો માટે મૂલ્યવર્ધિત સર્વિસીસ દ્વારા અમારી ઓફર્સને વિસ્તૃત કરીને અમે અમારા ગ્રાહકોને વધુ સારી નાણાકીય સુરક્ષા માટે યોજના ઘડવામાં મદદ કરવા સાથે અમારી હાલની પ્રોડક્ટ્સ અને સર્વિસીસની શ્રેણીમાં મૂલ્ય ઉમેરવા માટે વધારાના સામાન્ય વીમા ભાગીદાર સાથે જોડાણ કરવા માગીએ છીએ. અમે અમારા મૂલ્યવાન વીમા ભાગીદાર તરીકે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડને આવકારીએ છીએ, જે અમારું માનવું છે કે, ગ્રાહકોની જરૂરિયાતોને સમજવાની અને તેમને કસ્ટમાઇઝ્ડ જરૂરિયાત-આધારિત સોલ્યુશન્સ ઓફર કરવાની અને અડચણ રહિત સર્વિસ પૂરી પાડવાની ક્ષમતા અને અનુભવ ધરાવે છે. મને ખાતરી છે કે, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના ગ્રાહક-મૈત્રીપૂર્ણ પ્રોડક્ટ્સ, અમારી વ્યાપક હાજરી અને મજબૂત તકનીકી ક્ષમતાઓ સાથે, વીમાની સ્વિકૃતિને વધારવા માટે યોગ્ય મિશ્રણ હશે.”

સુચિત્રા આયરે


Share

Related posts

ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી ના ભાગરૂપે લગાવવા માં આવેલ રંગ બે રંગી લાઈટો ના પ્રકાશ માં ભરૂચ શહેર ના માર્ગો ઝગમગી ઉઠ્યા હતા …

ProudOfGujarat

વડોદરા-મુંબઈ એક્ષપ્રેસ હાઈવેના નિર્માણ માટે સુરત જિલ્લાની સંપાદીત જમીનોના ખેડુત ખાતેદારોને સંતોષકારક વળતર આપવાનો પ્રારંભ.

ProudOfGujarat

વડોદરાનાં વાઘોડિયાની કંપનીમાં કર્મચારીનું રહસ્યમ રીતે મોત, પરિજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર, વળતરની માંગ સાથે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!