• નાણા વર્ષ 2023ના અર્ધ વાર્ષિક ગાળામાં કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ આવક (જીડીપીઆઈ) રૂ. 105.55 અબજ નોંધાઈ છે, જે નાણા વર્ષ 2022ના અર્ધ વાર્ષિક ગાળામાં રૂ. 86.13 અબજ હતી, જે 22.6% ની વૃદ્ધિ દર્શાવે છે. આ વૃદ્ધિ ઉદ્યોગની 15.3%ની વૃદ્ધિ કરતાં વધુ છે.
o નાણા વર્ષ 2023ના બીજા ત્રિમાસિકમાં કંપનીની જીડીપીઆઈ રૂ. 51.85 અબજ હતી, જે નાણા વર્ષ 2022ના બીજા ત્રિમાસિકમાં રૂ. 44.24 અબજ હતી, જે 17.2%ની વૃદ્ધિ દર્શાવે છે. આ વૃદ્ધિ ઉદ્યોગની 10.0%ની વૃદ્ધિ કરતાં વધુ છે.
• નાણા વર્ષ 2023 ના અર્ધ વાર્ષિક ગાળામાં સંયુક્ત ગુણોત્તર (કમ્બાઈન રેશિયો) 104.6 % નોંધાયો હતો, જેની સરખામણીએ નાણા વર્ષ 2022ના અર્ધ વાર્ષિક ગાળામાં 114.3% હતો. ચક્રવાતની અસર અને રૂ. 0.28 અબજના પૂરના નુકસાનને બાદ કરતાં, સંયુક્ત ગુણોત્તર નાણા વર્ષ 2023ના અર્ધ વાર્ષિક ગાળામાં 104.2% હતો, જે ચક્રવાત અને રૂ. 0.82 અબજના પૂરના નુકસાનને બાદ કરતાં નાણા વર્ષ 2022ના અર્ધ વાર્ષિક ગાળામાં 113.0% હતો .
o નાણા વર્ષ 2023ના બીજા ત્રિમાસિકમાં સંયુક્ત ગુણોત્તર 105.1% હતો, જે નાણા વર્ષ 2022ના બીજા ત્રિમાસિકમાં 105.3% હતો. રૂ. 0.28 અબજના પૂર અને ચક્રવાતના નુકસાનને બાદ કરતાં, સંયુક્ત ગુણોત્તર નાણા વર્ષ 2023ના બીજા ત્રિમાસિકમાં 104.3% હતો, જે ચક્રવાત અને રૂ. 0.50 અબજના પૂરના નુકસાનને બાદ કરતાં નાણા વર્ષ 2022ના બીજા ત્રિમાસિકમાં 103.7% હતો.
• નાણા વર્ષ 2023ના અર્ધ વાર્ષિક ગાળામાં વેરા પહેલાંનો નફો (પીબીટી) 26.1% વધીને રૂ.10.75 અબજ થયો હતો, જેની સામે નાણા વર્ષ 2022ના અર્ધ વાર્ષિક ગાળામાં રૂ. 8.52 અબજ હતો. જ્યારે નાણા વર્ષ 2023ના બીજા ત્રિમાસિકમાં પીબીટી 2.7% વધીને રૂ. 6.10 થયો હતો, જે નાણા વર્ષ 2022ના બીજા ત્રિમાસિકમાં રૂ. 5.94 અબજ થયો હતું.
o નાણા વર્ષ 2023ના અર્ધ વાર્ષિક ગાળામાં અમારો મૂડી લાભ (ઇક્વિટી રોકાણ અસ્કયામતો પર ઈમ્પેરમેન્ટની ચોખ્ખી રકમ) રૂ. 1.43 અબજ રહી છે, જે નાણા વર્ષ 2022ના અર્ધ વાર્ષિક ગાળામાં રૂ. 4.71 અબજની હતી.
નાણા વર્ષ 2023ના બીજા ત્રિમાસિકમાં મૂડી લાભ (ઇક્વિટી રોકાણ અસ્કયામતો પર ઈમ્પેરમેન્ટની ચોખ્ખી રકમ) રૂ. 1.11 અબજ હતી, જે નાણા વર્ષ 2022 ના બીજા ત્રિમાસિકમાં રૂ. 1.44 અબજની હતી
• પરિણામે, કરવેરા પછીનો નફો (પીએટી) નાણા વર્ષ 2023ના અર્ધ વાર્ષિક ગાળામાં 46.6% વધીને રૂ. 9.40 અબજ થયો હતો જે નાણા વર્ષ 2022ના અર્ધ વાર્ષિક ગાળામાં રૂ. 6.41 અબજ હતો જ્યારે નાણા વર્ષ 2023ના બીજા ત્રિમાસિકમાં પીએટી 32.2% વધીને રૂ. 5.91 અબજનો થયો હતો, જે નાણા વર્ષ 2022ના બીજા ત્રિમાસિકમાં રૂ. 424.24 અબજ થયો હતો.
o પીએટીમાં રૂ. 1.28 અબજની વેરા જોગવાઈને ઉલટાવી લેવાનો સમાવેશ થાય છે. આને બાદ કરતાં, નાણા વર્ષ 2023ના અર્ધવાર્ષિક અને બીજા ત્રિમાસિક માટે પીએટીમાં વૃદ્ધિ અનુક્રમે 26.5% અને 3.4% હતી.
• ઇક્વિટી પરનું સરેરાશ વળતર (આરઓએઈ) નાણા વર્ષ 2023ના અર્ધ વાર્ષિક ગાળામાં 19.9% ટકા હતું, જ્યારે નાણા વર્ષ 2022ના અર્ધ વાર્ષિક ગાળામાં 15.2% હતું, નાણા વર્ષ 2023ના બીજા ત્રિમાસિકમાં આરઓએઈ 24.5% હતું, જેની સરખામણીમાં નાણા વર્ષ 2022ના બીજા ત્રિમાસિકમાં આરઓએઈ 21.0% હતું.
o કરની જોગવાઈના રિવર્સલને બાદ કરતાં, નાણા વર્ષ 2023ના અર્ધવાર્ષિક અને બીજા ત્રિમાસિક માટે આરઓએઈ અનુક્રમે 17.3% અને 19.3% હતું.
• સોલ્વન્સી રેશિયો 30 સપ્ટેમ્બર, 2022 ના રોજ 2.47x હતો જે 30 જૂન, 2022 ના રોજ 2.61x હતો અને 1.50x ની ન્યૂનતમ નિયમનકારી જરૂરિયાત કરતા વધારે હતો. 31 માર્ચ, 2022ના રોજ સોલ્વન્સી રેશિયો 2.46x હતો.
• કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણા વર્ષ 2023ના અર્ધવાર્ષિક માટે શેર દીઠ રૂ. 4.50 નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
સુચિત્રા આયરે