ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે આરોગ્ય, મોટર, પ્રવાસ અને કોર્પોરેટ સેગમેન્ટમાં રાઇડર્સ/એડ-ઓન સહિત 14 નવા અને અપગ્રેડ કરેલા વીમા ઉકેલોની નવીનતમ શ્રેણી રજૂ કરી છે. શુક્રવારે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરાયેલી અનેક ઓફરિંગ્સ ગ્રાહકોના વિશાળ વર્ગ માટે વિવિધ શ્રેણીઓમાં પ્રોડક્ટ્સની વ્યાપક શ્રેણી ઓફર કરે છે. આ પ્રોડક્ટનો ગુલદસ્તો ગ્રાહકોને વીમાનો અનુભવ કરવાની રીતને પરિવર્તિત કરશે, તેમને અડચણ રહિત પ્રવાસ અને ટેક-સક્ષમ ઉકેલો પ્રદાન કરશે.
વીમા ઉદ્યોગ હવે નવા પ્રકારનાં જોખમો ઉભરતા જોઈ રહ્યો છે, પછી તે મહામારી હોય, આબોહવા પરિવર્તન હોય કે ડેટાની ગોપનીયતા હોય અને આ માટે ગ્રાહકના બદલાતા વર્તન અને નવા તકનીકી ઉકેલો અને તકોના આગમન દ્વારા સંચાલિત વ્યાપક કવરેજની આવશ્યકતા છે. આ નવી ઓફરો પાછળનો મુખ્ય વિચાર હતો અને ઈરડાઈ (ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી) તરફથી ‘યુઝ એન્ડ ફાઇલ’ ફ્રેમવર્કની તાજેતરની ક્રાંતિકારી જાહેરાત દ્વારા પ્રેરિત કરવામાં આવ્યો હતો.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના પ્રોડક્ટ પોર્ટફોલિયોના વિસ્તરણ વિશે બોલતા, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીવ મંત્રીએ જણાવ્યું હતું કે, “અમે, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે, લાખો ગ્રાહકોને તેમની ચોક્કસ જરૂરિયાતો માટે જોખમના સરળ અને અત્યાધુનિક ઉકેલો પ્રદાન કરવામાં હંમેશા મોખરે છીએ. નવીનતા અને ચપળતા એ અમારા સંગઠનાત્મક ડીએનએનો એક ભાગ છે અને અમારી ઓફરિંગનો વ્યાપક ગુલદસ્તો વય, ભૌગોલિક, સામાજિક આર્થિક પૃષ્ઠભૂમિ અથવા જાતિની જટિલતાને ધ્યાનમાં રાખીને ગ્રાહકોની અસંખ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે રચાયેલ છે. મને એ જણાવતા આનંદ થાય છે કે અમારી પાસે વર્ચ્યુઅલ રીતે દરેક સેગમેન્ટ માટે પ્રોડક્ટ છે અને નિયમનકારી સુધારાઓને કારણે અમે નવા પ્રોડક્ટ્સ વિકસાવવા અને રજૂ કરવાની અમારી ગતિને વેગ આપ્યો છે. હું માનું છું કે વીમા ઉદ્યોગમાં વર્તમાન યુગ નવીનતાની શરૂઆત કરવા અને શક્યતાઓની પુનઃ કલ્પના કરવા માટેનો એક આકર્ષક સમયગાળો છે. 14 નવી અને અપગ્રેડ કરાયેલી પ્રોડક્ટ્સ સાથે, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડને રાષ્ટ્રની એક પ્રસિદ્ધ અને વ્યાપક જોખમ વીમા કંપની તરીકે વધુ મજબૂત બનાવી છે.”
વીમા ઓફરોની વિશાળ શ્રેણીના સેગમેન્ટ અને વ્યાપક વિગતોમાંની હાઇલાઇટ્સ અહીં નીચે મુજબ છે:
ગોલ્ડન શીલ્ડ વરિષ્ઠ નાગરિકો માટે અનિશ્ચિત આરોગ્ય સંબંધિત જોખમો સામે નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે, આ એક લક્ષિત સેગમેન્ટ છે જેના ઉપર ઉદ્યોગ દ્વારા ઓછું ધ્યાન અપાયું છે. પ્રોડક્ટ કસ્ટમાઇઝ કરી શકાય તેવી પૉલિસીઓ પ્રદાન કરે છે જે હૉસ્પિટલાઇઝેશનના સંપૂર્ણ ખર્ચને આવરી લે છે જે મોટી ઉંમરના વર્ગમાં આવતા ગ્રાહકો માટે વધુ સુસંગત છે. કવરેજમાં રૂમનું ભાડું, આઈસીયુ, ડૉક્ટરની ફી, એનેસ્થેસિયા, લોહી, ઓક્સિજન, ઓટી ચાર્જ, ઔષધિઓ સહિતને લગતા ખર્ચનો સમાવેશ થાય છે. તેમાં 24 કલાકથી ઓછા સમયની હોસ્પિટલમાં દાખલ થવા માટેની ડે-કેર પ્રક્રિયાઓ/સારવારો અને સ્ટેમ સેલ થેરાપી, બલૂન સિન્યુપ્લાસ્ટી, ઓરલ કીમોથેરાપી, રોબોટિક સર્જરી, ડીપ બ્રેઈન સ્ટિમ્યુલેશન અને વધુ સહિતની આધુનિક સારવાર માટેના તબીબી ખર્ચનો પણ સમાવેશ થાય છે. આ એક અનોખા એડ-ઓન કેર કવરેજ સાથે આવે છે જે આરોગ્યસંભાળ વ્યવસાયિકની સર્વિસ પૂરી પાડે છે જે વરિષ્ઠ વ્યક્તિને તેમના આરોગ્યની સંભાળ રાખવામાં અને પરિવારના સભ્યોને માહિતગાર રાખવામાં મદદ કરે છે.
હેલ્થ એડવાન્ટએજ, ગ્લોબલ સિટીઝન માટે ફ્લેગશિપ ઓફરિંગમાં સ્થાનિક અને વિશ્વવ્યાપી આંતરરાષ્ટ્રીય કવચનો સમાવેશ થાય છે. તેમાં હોસ્પિટલાઇઝેશન પહેલા અને હોસ્પિટલાઇઝેશન પછી, અમર્યાદિત ટેલિકન્સલ્ટેશન, એર એમ્બ્યુલન્સ અને કટોકટી સહાય સેવાઓનો પણ સમાવેશ થાય છે.
BeFit: કેશલેસ ઓપીડી પોલિસી તરીકે તાજેતરમાં રજૂ કરાયેલ અને ઉદ્યોગમાં આ પ્રકારની પ્રથમ પહેલ BeFit છે જે સામાન્ય બિમારીઓ જેવી કે ઉધરસ/શરદી અથવા નાની ઇજાઓને આવરી લે છે જેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. તે ઈન્ડેમ્નિટી હેલ્થ પ્રોડક્ટ્સ માટે એક એડ-ઓન રાઇડર છે, જે નિયમિત ઓપીડી પરામર્શ, ડાયગ્નોસ્ટિક પરીક્ષણો, ફિઝિયોથેરાપી અને ફાર્મસી બિલ માટે સર્વગ્રાહી કવરેજને સક્ષમ કરે છે. જે શરૂઆતમાં 20 સ્થળોએ લોન્ચ કરવામાં આવ્યું હતું અને હવે તેની પહોંચને 50 સ્થળોએ વિસ્તારાઈ છે.
કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઈન્સ્યોરન્સ (સીએચઆઈ) અને હેલ્થ બૂસ્ટર: અમારી પાસે સીએચઆઈ, હેલ્થ બૂસ્ટર, CritiShield અને FamilyShield જેવા સેગમેન્ટ્સ અને વય જૂથોમાં અસંખ્ય પ્રોડક્ટ્સ છે જે રિટેલ આરોગ્ય પ્રોડક્ટ્સનો વ્યાપક પ્રસાર પૂરો પાડે છે અને કંપનીની સતત સંભાળની ફિલોસોફીને અનુરૂપ છે.
મોટર ફ્લોટર વીમો: ગ્રાહકો મોટર ફ્લોટર પોલિસી સાથે તેમની તમામ મોટર પોલિસીઓ માટે સિંગલ પોલિસી, એક જ નવીકરણ તારીખ અને એક જ પ્રીમિયમની સુવિધાનો આનંદ માણી શકે છે. આ પ્રોડક્ટની પસંદગી કરનારા ગ્રાહકોને આ ઓફર હેઠળ વીમીત કરાયેલ તેમના બહુવિધ વાહનો માટે સસ્તું પ્રીમિયમ આપવામાં આવે છે.
ટેલિમેટિક્સ એડ-ઓન: આ એડ-ઓન કવચ બેઝ મોટર પ્રોડક્ટને ‘એસેટ કમ યુસેજ’ આધારિત પ્રોડક્ટમાં રૂપાંતરિત કરે છે જેમાં બેઝ મોટર વેહિકલના વીમા માટે વસૂલવામાં આવતું પ્રીમિયમ આંશિક રીતે વપરાશ પર નિર્ભર રહે છે.
o પે-એઝ-યુ-યુઝ (પીએવાયયુ) પ્લાન: ગ્રાહકોને વપરાશના આધારે વિવિધ ‘કિલોમીટર પ્લાન’માંથી પસંદ કરવાની સુગમતા પૂરી પાડવામાં આવે છે. આથી, પૉલિસી માટેનું પ્રીમિયમ માત્ર ગ્રાહક દ્વારા વાહનનો ઉપયોગ અથવા અંદાજિત ઉપયોગની હદ સુધી મર્યાદિત છે.
o પે-હાઉ-યુ-યુઝ (પીએચવાયયુ) પ્લાનઃ આ પ્લાન હેઠળ ડ્રાઇવિંગ બિહેવિયર સ્કોર મુજબ પ્રીમિયમ વસૂલવામાં આવે છે. સારી ડ્રાઇવિંગ વર્તણૂક ધરાવતો ગ્રાહક પોલિસીના બેઝ પ્રીમિયમ પર આકર્ષક ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે.
ઈમરજન્સી મેડિકલ એક્સપેન્સ કવર ((ઈએમઈ): ઈએમઈ એડ-ઓન વાહનમાં સવાર લોકોને અકસ્માતની ઘટનામાં તબીબી ખર્ચ અને દૈનિક હોસ્પિટલના રોકડ લાભો સામે કવચને આવરી લે છે.
સમાન માસિક હપતા (ઈએમઆઈ) પ્રોટેક્ટ: ઈએમએઈ કવર એડ-ઓન એવા કિસ્સાઓ માટે લાગુ પડે છે જેમાં અકસ્માતમાં વાહન સામેલ હોય અને કુલ પાત્ર ઈએમઆઈ રકમને આવરી લે છે જેના માટે વીમાધારકનું વાહન ગેરેજમાં સમારકામ હેઠળ હોય.
ક્લબ રોયલ હોમ ઈન્સ્યોરન્સ: માત્ર તેમના રહેણાંક યુનિટને જ નહીં, પરંતુ તેમના પરિવાર, પાળતુ પ્રાણી અને નિયુક્ત કર્મચારીઓને પણ સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિશિષ્ટ રીતે ચુનંદા આધાર માટે તૈયાર કરવામાં આવે છે. આ પ્રોડક્ટ એવા મકાનમાલિકોને વેચી શકાશે જે એક જ પોલિસીમાં બહુવિધ મિલકતો અને સ્થાળોનો વીમો લેવાની શક્યતા ધરાવતા હોય. આ એડ-ઓનની વિશાળ શ્રેણી સાથેની એક વ્યાપક પ્રોડક્ટ છે જેને જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ કરી શકાય છે.
વોયેજર ટ્રાવેલ ઈન્સ્યોરન્સ: આ પ્રોડક્ટ હેઠળનું નવું કવચ સ્વ-સંચાલિત રજાઓ, ક્રુઝ વગેરે જેવી વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને પ્રવાસીઓની બદલાતી જીવનશૈલી અને પસંદગીઓને પ્રતિબિંબિત કરે છે. ગ્રુપ અને કોર્પોરેટ કવરેજ માટે એક જ ઉકેલવાળી આ પ્રોડક્ટ એક વર્ષ સુધીના સ્થાનિક અને વિદેશી પ્રવાસને આવરી લે છે.
લાયબિલિટી ફ્લોટર: એસએમઈ/સ્ટાર્ટઅપ્સને વ્યાપક જવાબદારી કવરેજ જેમાં સાયબર, કર્મચારીની અપ્રમાણિકતા, ડિરેક્ટર, વ્યાવસાયિક ક્ષતિપૂર્તિ અથવા વ્યાપારી સામાન્ય જવાબદારી સહિતની જવાબદારીઓનો સમાવેશ થાય છે.
ડ્રોન વીમો: ડ્રોન ઉત્પાદકો/ઓપરેટરો અથવા લોજિસ્ટિક્સ કંપનીઓને પેલોડ સહિત ડ્રોનની થતી ચોરી/ખોટ અથવા નુકસાન સામે વ્યાપક વીમો ઓફર કરે છે.
રિટેલ સાયબર લાયાબિલિટી વીમો: નાણાકીય અથવા પ્રતિષ્ઠાનું નુકસાન થઈ શકે તેવા કોઈપણ સાયબર છેતરપિંડી અથવા ડિજિટલ જોખમો સામે વ્યક્તિઓ અને તેમના પરિવારોને રક્ષણ આપે છે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ એક કંપની તરીકે નવીનતાઓ દ્વારા પ્રેરિત છે અને આ ઉપરોક્ત પ્રોડક્ટ્સ તેનું મજબૂત પ્રમાણપત્ર છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ વિવિધ ટેક-સક્ષમ સોલ્યુશન્સ ઓફર કરે છે, જેનું એક ઉદાહરણ તેની IL TakeCare એપ્લિકેશન છે જેમાં 2.4 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ થયા છે, જે વપરાશકર્તાઓને પોલિસીઓ ખરીદવા, દાવાઓને હેન્ડલ કરવા તેમજ તેમને એક જ પ્લેટફોર્મ પર રિન્યૂ કરવાની મંજૂરી આપે છે, અને આ તમામ સાથે ગ્રાહક કડાકૂટ વગરનો જાળવણીનો અનુભવ મેળવે છે. આ ઉપરાંત, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પાસે RIA (રિસ્પોન્સિવ ઇન્ટેલિજન્ટ આસિસ્ટન્ટ), એનએલપી-સક્ષમ ચેટબોટ પણ છે જે અંતિમ-વપરાશકર્તાના અનુભવને અપગ્રેડ કરવામાં મદદ કરે છે.
સૂચિત્રા આયરે