1. ક્લાયન્ટ્સ માટે અનેક લાભ સાથે સૌથી વધુ લાભદાયી ટ્રાવેલ ક્રેડિટ કાર્ડ
2. ઈઝમાયટ્રિપ સાથે હોટેલ/ફ્લાઇટ બુકિંગ પર 20 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ
3. વન-સ્ટોપ ક્રેડિટ કાર્ડ જે ઝડપી રિવોર્ડ્સ સાથે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય લાઉન્જના લાભ પૂરા પાડે છે
તા. 19 જુલાઈ 2022, ભારત – સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે આજે ભારતમાં બીજા સૌથી મોટા ઓનલાઈન ટ્રાવેલ ટેક પ્લેટફોર્મ ઈઝમાયટ્રિપ સાથે કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ રજૂ કરવાની જાહેરાત કરી છે. ‘ઈઝમાયટ્રિપ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ક્રેડિટ કાર્ડ’ કાર્ડ મેમ્બર્સને ત્વરિત ડિસ્કાઉન્ટ અને રિવોર્ડ પોઈન્ટ્સ સાથે પ્રવાસના વિશિષ્ટ લાભ પૂરા પાડે છે, જે તેને સૌથી વધુ લાભદાયી ટ્રાવેલ ક્રેડિટ કાર્ડ બનાવે છે.
આ ક્રેડિટ કાર્ડ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હોટેલ બુકિંગ પર ફ્લેટ 20 ટકા ત્વરિત ડિસ્કાઉન્ટ પૂરું પાડે છે; ઈઝમાયટ્રિપ વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન પર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બુકિંગ પર ફ્લેટ 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપે છે. કાર્ડ મેમ્બર્સ ફ્લાઈટ, સ્ટેન્ડઅલોન એરલાઈન્સ અને હોટેલ વેબસાઈટ/એપ્સ ઉપર હોટેલ બુકિંગ પર વિશિષ્ટ રિવોર્ડ પોઈન્ટ્સ પણ મેળવી શકશે. પ્રાપ્ત કરેલા રિવોર્ડ પોઈન્ટ્સને ઈઝમાયટ્રિપ સહિત બહુવિધ બ્રાન્ડ્સમાં, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના રિવોર્ડ કેટલોગ ઉપર રિડીમ કરી શકાય છે.
કાર્ડનો મુખ્ય લાભ એ છે કે કાર્ડ મેમ્બર્સને ઈઝમાયટ્રિપ વેબસાઈટ/મોબાઈલ એપ્લિકેશન પર આખા વર્ષ દરમિયાન ફ્લાઈટ્સ અને હોટલ પર ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટના લાભ મળશે. ઉપરાંત, કાર્ડ મેમ્બર્સને કેલેન્ડર ત્રિમાસિક દીઠ એક સ્થાનિક લાઉન્જ એક્સેસ અને વર્ષમાં બે વાર આંતરરાષ્ટ્રીય લાઉન્જમાં એક્સેસ મળશે. વધુમાં, કાર્ડ મેમ્બર્સ ઈઝમાયટ્રિપ વેબસાઇટ/મોબાઇલ એપ્લિકેશન પર સમયાંતરે પ્રમોશનલ ઑફર્સ અને ડિસ્કાઉન્ટનો આનંદ માણી શકે છે.
આ સહયોગ વિશે વિસ્તૃત માહિતી આપતા, ઈઝમાયટ્રિપના સહ-સ્થાપક, રિકાંત પિટ્ટીએ જણાવ્યું હતું કે, “ઈઝમાયટ્રિપમાં અમે ગ્રાહકોને હંમેશા લાભ થાય તેવું માળખું તૈયાર કરવાના મુદ્દાને મહત્વ આપીએ છીએ. આમ કરતી વખતે અમારું ધ્યાન અમારા ગ્રાહકોને રસ પડે તેવા સહયોગ કરવા પર રહે છે અને તેમને અમારી સાથે અનુભવથી ભરપૂર પ્રવાસ કરવા માટે પ્રેરતી મલ્ટી-પ્રમોશનલ ઑફર્સ તરફ આકર્ષિત કરે છે. કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ રજૂ કરવા માટે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક સાથે સહયોગ કરીને અમને આનંદ થાય છે અને અમને વિશ્વાસ છે કે આ કાર્ડ ગ્રાહકો માટે મનપસંદ સહાયક સાબિત થશે.”
ભાગીદારી અંગે ટિપ્પણી કરતાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કેના ક્રેડિટ કાર્ડ્સ એન્ડ અનસિક્યોર્ડ લેન્ડિંગ, ઇન્ડિયાના હેડ વિનય મિશ્રાએ જણાવ્યું હતું કે, “અમને ઈઝમાયટ્રિપ સાથે સહયોગ કરીને અને આ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ પ્રસ્તુત કરવામાં આનંદ થાય છે, જે કાર્ડ મેમ્બર્સને ખાસ વિશેષાધિકારોના અનેક લાભ આપે છે. ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સેક્ટર ફરી એકવાર વધતી માંગનું સાક્ષી બની રહ્યું હોવાથી, અમે માનીએ છીએ કે આ ક્રેડિટ કાર્ડ ક્લાયન્ટ્સ માટે યોગ્ય સમયે આવી રહ્યું છે જેઓ તેમનો પ્રવાસ ફરી શરૂ કરવાનું અને તે સાથે ડિસ્કાઉન્ટનો લાભ લેવાનું વિચારી રહ્યા છે.”
ઈઝમાયટ્રિપ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ક્રેડિટ કાર્ડની વિશેષતાઓમાં શામેલ છે:
1. ઈઝમાયટ્રિપ ઉપર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હોટેલ બુકિંગ પર અનુક્રમે રૂ. 5000 અને રૂ. 10,000 સુધીના બુકિંગ સાથે તથા કોઈ લઘુત્તમ બુકિંગ રકમ વગર બુકિંગ કરાવવા સામે ફ્લેટ 20 ટકા ત્વરિત ડિસ્કાઉન્ટ*
2. ઈઝમાયટ્રિપ ઉપર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બુકિંગ પર અનુક્રમે રૂ. 5000 અને રૂ. 10,000 સુધીના બુકિંગ સાથે તથા કોઈ લઘુત્તમ બુકિંગ રકમ વગર બુકિંગ કરાવવા પર ફ્લેટ 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ*
3. ઈઝમાયટ્રિપ ઉપર લઘુત્તમ રૂ. 500ની બુકિંગ રકમ સાથે સ્થાનિક બસ બુકિંગ પર ફ્લેટ રૂ. 125ની છૂટ*
4. ઈઝમાયટ્રિપ સિવાય પસંદગીના વેપારી વર્ગો (સ્ટેન્ડઅલોન હોટેલ અને એરલાઇન વેબસાઇટ્સ/એપ અને આઉટલેટ્સ) પર ખર્ચવામાં આવેલ દરેક રૂ. 100 માટે 10 રિવોર્ડ પોઈન્ટ્સ
5. દેશમાં અન્ય વેપારી વર્ગોમાં, જ્યાં વિઝા કાર્ડ સ્વીકારવામાં આવે છે, ત્યાં ખર્ચવામાં આવેલ દરેક રૂ.100 માટે 2 રિવોર્ડ પોઈન્ટ,
6. કેલેન્ડર ત્રિમાસિક દીઠ ડોમેસ્ટિક લાઉન્જમાં એક કોમ્પલિમેન્ટરી એક્સેસ અને દર વર્ષે 2 કોમ્પ્લીમેન્ટરી ઇન્ટરનેશનલ લાઉન્જ એક્સેસ
સૂચિત્રા આયરે