Proud of Gujarat
INDIAFeaturedGujarat

મિરે એસેટ ઈટીએફ પેસિવ ફંડસમાં સેબીની માર્ગદર્શિકાનું પાલન કરે છે

Share

મે 2022માં સેબી દ્વારા નવી માર્ગદર્શિકા રજૂ કરી તેને ધ્યાનમાં રાખીને મીરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સે આ નવી આવશ્યકતાઓનું પાલન કર્યું છે:

વૈશ્વિક માનક માર્ગદર્શિકાને અનુસરીને પ્રવાહિતા, ટ્રેકિંગ ભૂલો અને અન્ય મુખ્ય ઈટીએફ સૂચકાંકોનું સંચાલન કરવા માટે, મીરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રા. લિ. એ તેની સિસ્ટર કંપની મિરે એસેટ કેપિટલ માર્કેટ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ સાથે ભારતમાં 2018 માં માર્કેટ મેકિંગ સિસ્ટમ બનાવી છે. કંપની પાસે હવે કુલ ત્રણ માર્કેટ-મેકર્સ છે, જેમાં મિરે એસેટ કેપિટલ માર્કેટ (ઈન્ડિયા) પ્રા. લિ., જે એક્સચેન્જ પર ઈટીએફ ઉપર સક્રિયપણે દેખરેખ રાખે છે.

Advertisement

તેના નવીન ઈટીએફ પ્રોડક્ટ્સ માટે જાણીતી, મિરે એસેટે ભારતમાં સૌપ્રથમ ઈએસજી થીમ આધારિત ઈટીએફ મિરે એસેટ નિફ્ટી 100 ઈએસજી સેક્ટર લીડર્સ ઈટીએફ રજૂ કરવાની સાથે મિરે એસેટ નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઈટીએફ પણ રજૂ કર્યું છે.

મે 2022 માં, એએમસીએ ચાર અલગ-અલગ ફંડ ઑફ ફંડ્સ ફાઇલ કર્યા છે જે અંતર્ગત વિકસિત થતી ટેક્નોલોજી થીમેટિક ઈટીએફ જેમ કે ઈવી અને ઓટોનોમસ, એઆઈ અને ક્લાઉડ કમ્પ્યુટિંગનો સમાવેશ છે. એએમસી ઈટીએફ માટે પારદર્શિતા અને તરલતાના મહત્વને સમજવા માંગે છે તેથી આ શક્ય બન્યું છે. તેની માતૃ કંપની, મિરે એસેટ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ્સ, વૈશ્વિક સ્તરે 14મી સૌથી મોટી ઈટીએફ પ્રોવાઈડર છે અને તેની ભારત ઑફિસ (ડિસેમ્બર 2021 મુજબ) સહિત નવ દેશોમાં 400 થી વધુ ઈટીએફ પ્રોડક્ટ્સનું સંચાલન કરે છે. આ ઉપરાંત, મિરે એસેટ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ્સની પેટાકંપની ગ્લોબલ એક્સ, યુનાઇટેડ સ્ટેટ્સમાં થીમ આધારિત ઈટીએફ સપ્લાયર્સમાંની એક છે.

મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રા. લિ.ની ભારતમાં ફ્લેગશિપ ઈટીએફ પ્રોડક્ટ્સ મિરે એસેટ નિફ્ટી 50 ઈટીએફ અને મિરે એસેટ એનવાયએસઈ ફેન્ગ + ઈટીએફ છે.

રોકાણકારો માટે મુખ્ય શું ફેરફાર થશે?

– રોકાણકારો તેની વેબસાઇટ પર એએમસી દ્વારા જાહેર કરાયેલ ટ્રેકિંગ ભૂલો અને ટ્રેકિંગના તફાવત ડેટા જોઈ શકે છે.

– ઈટીએફ/ઇન્ડેક્સ ફંડ્સ (ડેબ્ટ ઈટીએફ/ઇન્ડેક્સ ફંડ્સ સિવાય)ની ટ્રેકિંગ ભૂલ બે ટકાથી વધુ ન હોવી જોઈએ. ડેબ્ટ ઇટીએફ અને ઇન્ડેક્સ ફંડ્સ માટે, એક વર્ષમાં સરેરાશ વાર્ષિક ટ્રેકિંગ તફાવત 1.25 ટકાથી વધુ ન હોવો જોઈએ.

– જો મૂલ્ય રૂ. 25 કરોડથી વધુ હોય તો જ રોકાણકારો સીધા જ એએમસી સાથે ઈટીએફ યુનિટને સબ્સ્ક્રાઇબ અને રિડીમ કરી શકે છે.

– એએમસી દરેક ઈટીએફ માટે ઓછામાં ઓછા બે માર્કેટ મેકર્સની નિમણૂક કરશે.

– એએમસી, સ્કીમ ટીઈઆરની મહત્તમ અનુમતિપાત્ર મર્યાદાની અંદર, માર્કેટ મેકરને પ્રોત્સાહન પૂરું પાડી શકે છે. એએમસી તરફથી તેની વેબસાઈટ પર અને ઈટીએફના સ્કીમ ઈન્ફોર્મેશન ડોક્યુમેન્ટ (એસઆઈડી)માં આ વિશે પૂરતી જાહેરાત જરૂરી છે.

– એક્સચેન્જ પર ઇટીએફની તરલતા વધુ સારી થવાની સંભાવના છે

– ઈન્ડિકેટિવ નેટ એસેટ વેલ્યુ (I-NAV) સ્ટોક એક્સચેન્જો દ્વારા નિયત આવર્તન સાથે ફરજિયાતપણે દર્શાવવી પડશે. આનાથી રોકાણકારોને એ જાણવામાં મદદ મળશે કે તેમણે ઈટીએફમાં સંભવિતપણે કયા ભાવે વેપાર કરવો જોઈએ, એવી ધારણા છે.

રોકાણકારોને શું જાણ હોવી જોઈએ?

– માર્કેટ મેકરની ભૂમિકા શું છે?

o માર્કેટ મેકર એ એક્સચેન્જની વ્યક્તિગત સહભાગી અથવા સભ્ય પેઢી છે જે તેના પોતાના ખાતા માટે સિક્યોરિટીઝ ખરીદે છે અને વેચે છે. માર્કેટ મેકર્સ બિડ-આસ્ક સ્પ્રેડમાં તફાવતમાંથી નફો કરતી વખતે બજારને તરલતા અને ઊંડાણ પ્રદાન કરે છે.

– ટ્રેકિંગ ભૂલ અને ટ્રેકિંગ તફાવત શું છે? આ મારા રોકાણ પર કેવી અસર કરશે?

o ટ્રેકિંગ ભૂલ અને ટ્રેકિંગ તફાવત એ માપવાની રીત છે કે ઈટીએફ તેના અંતર્ગત સૂચકાંકોને કેટલી સારી રીતે ટ્રૅક કરે છે.

o ટ્રેકિંગ તફાવત એ માપે છે કે ઈન્ડેક્સ પ્રોડક્ટનું વળતર તેના અંતર્ગત ઈન્ડેક્સ કરતા કેટલી હદ સુધી અલગ છે અને ટ્રેકિંગ એરર સૂચવે છે કે ફંડના સરેરાશ ટ્રેકિંગ તફાવતને બનાવે છે તે વ્યક્તિગત ડેટા પોઈન્ટમાં કેટલી વેરીએબિલિટી અસ્તિત્વમાં છે.

o આમ, નીચા ટ્રેકિંગ તફાવત અને ઓછી ટ્રેકિંગ ભૂલનો અર્થ છે કે ઈટીએફ તેના બેન્ચમાર્કને સારી રીતે ટ્રેક કરે છે.

– iNAV શું છે અને તેને કેવી રીતે વાંચવું?

o iNAV નો અર્થ છે ઈન્ડિકેટીવ નેટ એસેટ વેલ્યુ. iNAV તેના અંતર્ગત ઘટકોના બજાર મૂલ્યોના આધારે ઈટીએફનું ઇન્ટ્રાડે સૂચક મૂલ્ય પ્રદાન કરે છે. મૂલ્ય સ્ટોક એક્સચેન્જ પર પ્રદર્શિત થાય છે કે જેના પર ઈટીએફ સૂચિબદ્ધ છે

o તે ઇટીએફના મૂલ્યના લગભગ વાસ્તવિક-સમયના દૃશ્યને રજૂ કરે છે, તેથી, iNAV રોકાણકારોને એક્સચેન્જ પર નોંધપાત્ર પ્રીમિયમ અને ડિસ્કાઉન્ટ ટ્રેડિંગને ટાળવામાં સંભવિતપણે મદદ કરી શકે છે.

મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડના ઈટીએફ સેલ્સ હેડ – શ્રી ઉમેશ કુમાર દૈલાએ જણાવ્યું હતું કે, “ઈટીએફ અને પેસિવ ઉદ્યોગે હજુ પણ આગળ વધવાની લાંબી મજલ કાપવાની છે, ત્યારે સેબીનો તાજેતરનો પરિપત્ર યોગ્ય દિશામાં ખૂબ આવકારદાયક પગલું છે અને ભારતમાં ઈટીએફ દ્વારા સામનો કરવામાં આવતા કેટલાક પડકારોને ઘટાડવાની અપેક્ષા છે. હું માનું છું કે રોકાણકારોમાં ખાસ કરીને રિટેલ સેગમેન્ટમાં ઇટીએફ માટે આ ઇન્ફ્લેક્શન પોઇન્ટ હોઈ શકે છે. યોગ્ય રોકાણકાર શિક્ષણ અને પ્રોડક્ટ ઉત્પાદક તરફથી ઈટીએફ વિશે જાગરૂકતા કેમ્પેઈન સાથે, તે રોકાણકારોને તેમના વળતર અને જોખમ પ્રોફાઇલને અનુરૂપ ઇચ્છિત એક્સપોઝર લેવા માટે સંભવિતપણે પુષ્કળ તકો પ્રદાન કરે તેવી ધારણા છે.”

સુચિત્રા આયરે


Share

Related posts

ગોધરા નગરપાલિકા વિસ્તારમાં દૂધ, દવા, સસ્તાં અનાજની દુકાનો, એલ.પી.જી- પેટ્રોલપંપ, હોસ્પિટલ સિવાયની તમામ દુકાનો-સેવાઓ બંધ રહેશે.

ProudOfGujarat

નર્મદા : પોલીસ અને વન વિભાગે સંયુક્ત રેડ કરી સાગી લાકડાનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છેટરપિંડી જેવા ગુનાઓ કરનાર રિઢો ગુનેગાર ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!