Proud of Gujarat
FeaturedGujaratINDIA

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડએ રજૂ કરી ડોકટરો માટે પ્રોફેશનલ ઈન્ડેમ્નીટી ઈન્સ્યોરન્સ પોલિસી.

Share

અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડએ ડોકટરો માટે પ્રોફેશનલ ઈન્ડેમ્નીટી ઈન્સ્યોરન્સ પ્લાન રજૂ કર્યો છે. આ નવી ઑફર તમામ વિશેષતાઓને આવરી લે છે જેમાં વિનાવિલંબે પૉલિસી ઈશ્યુ કરવાની સુવિધા છે. તે પારદર્શક હોવા ઉપરાંત સ્પર્ધાત્મક કિંમત સાથે ઓફર કરવામાં આવે છે. તેની દાવાની પ્રક્રિયા ઝંઝટ-મુક્ત હોવા ઉપરાંત દાવો માંડવામાં આવે તો કાનૂની સલાહકાર સેવા પણ મળે છે.

એક પ્રોફેશનલ્સ તરીકે, ડોકટરોથી પણ માનવીય ભૂલો થઈ શકે છે. એવું બને ત્યારે દર્દીઓના સંબંધીઓ તેમને જવાબદાર ઠેરવી શકે છે. આવી સ્થિતિના ઉકેલ તરીકે તબીબી પ્રેક્ટિશનરોને દર્દીઓને વ્યવસાયિક ફરજ બજાવતી વેળા જેમાં માનવીય ભૂલ થવાની શક્યતા હોય તેવી વિવિધ માનવીય ભૂલોના જોખમની સામે મદદ આપવા માટે આ પોલિસી ઘડવામાં આવી છે.

Advertisement

આ પોલિસી વિષે, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીવ મંત્રીએ જણાવ્યું કે “ડોક્ટરો અને આરોગ્ય કર્મીઓ જીવન બચાવવાની કામગીરી કરી રહ્યા હોય ત્યારે તેઓ સતત અનિશ્ચિતતા અને જોખમોથી ઘેરાયેલા હોય છે. આવા સમયે કોઈ ભૂલ-ચૂક થાય અથવા ક્યારેક અજાણતાં બેદરકારી થાય એ તેમના વ્યાવસાયિક જીવનનો એક અવિભાજ્ય હિસ્સો છે. આવા સંજોગોમાં ભૂલનો ભોગ બનનારી પીડિત વ્યક્તિને તેમની સામે તબીબી બેદરકારી બદલ નુકસાનીનો દાવો કરવાનો અધિકાર છે. આવા કિસ્સાઓમાં, અમારો પ્રોફેશનલ ઈન્ડેમ્નિટી ઇન્સ્યોરન્સ ડોકટરોને તમામ વ્યાવસાયિક જોખમો, જેવા કે કાનૂની બચાવ ખર્ચ, વળતરના દાવાઓ થવા, ઇજા થવી અને અમાન્ય દાવાઓની સામે રક્ષણ આપે છે. એક કંપની તરીકે, અમે તબીબી પ્રેક્ટિશનરોને, તેઓ જેને માટે પાત્ર છે તેવા, તેમના હિતોનું રક્ષણ કરવા અને તેમને શ્રેષ્ઠ નાણાકીય અને કાનૂની સુરક્ષા પ્રદાન કરવા માટે કટિબદ્ધ છીએ.”

પ્રોફેશનલ ઈન્ડેમ્નીટી ઈન્સ્યોરન્સ ડોકટરોને તેમની સામે કાનૂની દાવો માંડવામાં આવે ત્યારે તેમને કાયદેસર અને આર્થિક મદદ પુરી પાડે છે. આ ઓફરની મુખ્ય વિશેષતા છે ડોક્ટરોને કાનૂની જવાબદારીઓ સામેનું કવચ. આમાં તપાસ દરમિયાન થતો કાનૂની બચાવ ખર્ચ, પોતાનું પ્રતિનિધિત્વ કરવાનો ખર્ચ અને શારીરિક ઈજા કે મૃત્યુ થાય ત્યારે ભૂલ- ચૂક અને બેદરકારીને કારણે થયેલા મૃત્યુના કારણે થતા દાવાઓની સામે વળતર.

આ પોલિસીમાં જયારે તબીબી વ્યાવસાયિકની ભૂલ ન હોય ત્યારે કરવામાં આવતા અમાન્ય દાવાઓની સામે પણ રક્ષણ આપવાની જોગવાઈ છે. આમાં કાનૂની ફી અને જયારે અદાલતે વળતરનો દાવો ચૂકવવાનો હુકમ કર્યો હોય ત્યારે અને તબીબી ગેરરીતિ કરવામાં આવી હોવાના અને ગુપ્તતાનો ભંગ કર્યો હોવાના આરોપોના કેસ લડવાના ખર્ચનો સમાવેશ થાય છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ તેના મૂલ્યવાન ગ્રાહકોને તમામ પ્રકારની જરૂરિયાતો પુરી પાડતી વીમા પ્રોડક્ટ્સ દ્વારા સેવા આપે છે. જ્યારે જીવન બચાવવાની વાત હોય ત્યારે ડોકટરોનું ધ્યાન તેમનું શ્રેષ્ઠ આપવા ઉપર હોય છે. પરંતુ તેમાં પણ અનિશ્ચિતતાઓ છે જે તેમની કારકિર્દીને દાવ પર લગાવી શકે છે. એસએમઈ કેટેગરી હેઠળ આવતા ડોકટરો માટે પ્રોફેશનલ ઈન્ડેમ્નિટી ઇન્સ્યોરન્સ આ અગ્રણી સામાન્ય વીમા કંપની તરફથી આપવામાં આવેલી એક નવીન ઓફર છે. તે તેમના ગ્રાહકોને ઉત્તમ આપવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરે છે. આ પોલિસી અમારા પરંપરાગત વિતરણ ભાગીદારો તેમજ અમારી વેબસાઇટ www.sme.icicilombard.com ઉપર ઉપલબ્ધ છે.

સુચિત્રા આયરે


Share

Related posts

ભરૂચ : સહકારી આગેવાન સંદીપસિંહ માંગરોલાએ પત્રકાર પરિષદ યોજી આક્ષેપ કર્યા.

ProudOfGujarat

ભરૂચ : નવ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડતી એલસીબી

ProudOfGujarat

લીંબડીના ભોયકા ગામે નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારની રાવ ઉઠતા હોબાળો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!