(નાણાકીય કામગીરીમાં વિલીનીકરણની અસર 1 એપ્રિલ, 2021 પ્રમાણે ઓપનિંગ નેટવર્થ સ્વરૂપે સામેલ કરાઈ છે. વધુમાં, ચાલુ વર્ષ માટેની નાણાકીય કામગીરીમાં મર્જ થયેલી કંપનીના આંકડા રજૂ કરાયા છે. નાણાકીય કામગીરીમાં અગાઉના વર્ષ માટેના આંકડા એકલ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સાથે સંબંધિત છે તેથી તુલનાત્મક નથી.)
• કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ આવક (જીડીપીઆઈ) નાણા વર્ષ 2022 માં રૂ.179.77 અબજ નોંધાઈ છે જે નાણા વર્ષ 2021 માં રૂ. 140.03 અબજ હતી. પાક સેગમેન્ટને બાદ કરતાં, કંપનીની જીડીપીઆઈ નાણા વર્ષ 2022માં રૂ.173.11 અબજ નોંધાઈ જે નાણા વર્ષ 2021માં રૂ.139.71 અબજ હતી.
o નાણા વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકમાં કંપનીની જીડીપીઆઈ રૂ. 46.66 અબજ થઈ છે, જે નાણા વર્ષ 2021ના ચોથા ત્રિમાસિકમાં રૂ. 34.78 અબજ હતી. નાણા વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકમાં પાક સેગમેન્ટને બાદ કરતાં, કંપનીની જીડીપીઆઈ રૂ. 46.55 અબજ હતી, જે નાણા વર્ષ 2021ના ચોથા ત્રિમાસિકમાં રૂ. 34.78 અબજ હતી.
• નાણા વર્ષ 2022માં સંયુક્ત ગુણોત્તર 108.8% નોંધાયો છે, જે નાણા વર્ષ 2021 માં 99.8% હતો.
o નાણા વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકમાં સંયુક્ત ગુણોત્તર 103.2% થયો છે, જે નાણા વર્ષ 2021ના ચોથા ત્રિમાસિકમાં 101.8% હતો.
• વેરા પહેલાંનો નફો (પીબીટી) નાણા વર્ષ 2022માં રૂ. 16.84 અબજ થયો છે, જે નાણા વર્ષ 2021માં રૂ. 19.54 અબજ હતો.
o જ્યારે નાણા વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકમાં વેરા પહેલાનો નફો 4.10 અબજ નોંધાયો છે, જે નાણા વર્ષ 2021ના ચોથા ત્રિમાસિકમાં રૂ. 4.50 અબજ હતો.
• નાણાકીય વર્ષ 2021માં રૂ. 3.59 અબજના મૂડી લાભની સામે નાણાકીય વર્ષ 2022માં મૂડી લાભ રૂ. 7.38 અબજનો થયો છે.
o નાણા વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકમાં મૂડી લાભ રૂ. 1.36 અબજનો થયો છે, જે નાણા વર્ષ 2021ના ચોથા ત્રિમાસિકમાં રૂ. 0.66 અબજનો હતો.
o નાણા વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો (પીએટી) રૂ. 3.13 અબજનો થયો છે, જે નાણા વર્ષ 2021ના ચોથા ત્રિમાસિકમાં રૂ. 3.46 અબજ હતો.
• કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણા વર્ષ 2022 માટે શૅર દીઠ રૂ. 5.00ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે. ચુકવણી કંપનીની આગામી વાર્ષિક સામાન્ય સભામાં શૅરધારકોની મંજૂરીને આધીન છે. સૂચિત અંતિમ ડિવિડન્ડ સહિત નાણા વર્ષ 2022 માટે એકંદર ડિવિડન્ડ રૂ. 9.00 પ્રતિ શૅર થયું છે.
• ઇક્વિટી પરનું સરેરાશ વળતર (આરઓએઈ) નાણા વર્ષ 2022માં 14.7% નોંધાયું છે જે નાણા વર્ષ 2021માં 21.7% હતું.
o નાણા વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકમાં આરઓએઈ 14.0% થયો છે, જે નાણા વર્ષ 2021ના ચોથા ત્રિમાસિકમાં 18.8% હતો.
• સોલ્વન્સી રેશિયો 31 માર્ચ, 2022 ના રોજ 2.46x હતો જ્યારે 31 ડિસેમ્બર, 2021 ના રોજ 2.45x હતો અને 1.50x ની ન્યૂનતમ નિયમનકારી જરૂરિયાત કરતા વધારે હતો. 31 માર્ચ, 2021ના રોજ સોલ્વન્સી રેશિયો 2.90x હતો.
નોંધ:
સંયુક્ત ગુણોત્તર = (પ્રાપ્ત થયેલા ચોખ્ખા દાવા/ પ્રાપ્ત થયેલું ચોખ્ખું પ્રીમિયમ) + (વ્યવસ્થાપન ખર્ચ – રિઈન્સ્યોરન્સ ઉપરનું કમિશન)/ નેટ રિટર્ન પ્રીમિયમ
મેનેજમેન્ટ ખર્ચ = સીધું ચૂકવાયેલ કમિશન + ઇનવર્ડ રિઇન્શ્યોરન્સ પર ચૂકવાયેલ કમિશન + વીમા વ્યવસાય સંબંધિત સંચાલન ખર્ચ
સરેરાશ ઇક્વિટી પર વળતર (આરઓએઈ) = વેરા પછીનો નફો / ((ઓપનીંગ નેટ વર્થ + ક્લોઝિંગ નેટ વર્થ)/2)
નેટ વર્થ = શેર મૂડી + અનામત અને પુરાંત
સૂચિત્રા આયરે