મુંબઇ
ટેલિવિઝનના લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં ડૉક્ટર હંસરાજ હાથીનો રોલ નિભાવતા અભિનેતા અને ઘરેઘરે જાણીતા બનેલા કવિ કુમાર આઝાદનું મુંબઈ ખાતે હદયરોગના હુમલાથી નિધન થયું છે.તેમના નિધનથી તેમના ચાહકોમા ભારે આઘાત પામ્યા છે.
ભારતીય ટેલિવીઝનના ઈતિહાસની જાણીતી બનેલી અને ગુજરાત ના જાણીતા લેખક તારક મહેતાની લેખમાળા ઉપર આધારિત હાસ્ય સિરિયલ “તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા” સિરિયલમા ડો. હસંરાજ હાથીનો રોલ નિભાવતા કવિકૂમાર આઝાદનુમૂંબઈ ખાતે નિધન થયુ છે.અભિનેતા લાંબા સમયથી આ સિરીયલ સાથે જોડાયેલા હતા. અભિનેતા કવિ કુમારનું નિધન ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી માટે એક મોટો આંચકો છે. મિડીયા અહેવાલો અનુસાર અભિનેતાએ વર્ષ 2010માં સર્જરી દ્વારા 80 કિલો વજન ઘટાડ્યું હતું. આ સર્જરી બાદ તેમને રોજિંદા જીવનમાં ઘણી રાહત મળી હતી જોકે તેઓના નિધનથી તેમના ચાહકો પણ આઘાતમા છે.તેમને કેટલીક હિન્દી ફિલ્મો અને સિરિયલોમા પણ કામ કર્યુ હતુ.તેમના સંવાદની ટેગ લાઇન ” સહી બાત હૈ” પણ ચાહકોમા જાણીતી બની હતી.