Proud of Gujarat
FeaturedGujaratINDIA

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સની 2 જી આવૃત્તિ 9 ટકાનો ઉછાળો દર્શાવે છે.

Share

દેશની આર્થિક પ્રવૃતિમાં વેગ પકડી રહી છે તે સાથે, ભારતીય કોર્પોરેટ જગત પાસે આનંદિત થવાનું બીજું કારણ છે. કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ 2021 નો સ્કોર 2020 માં 57 થી વધીને 62 થયો છે, જે વધુ સુધારણાના અવકાશ સાથે “જોખમના વ્યવહારૂ સંચાલન (ઓપ્ટિમાઇઝ્ડ રિસ્ક હેન્ડલિંગ)” નું પ્રતિનિધિત્વ કરે છે. આ તારણો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ (સીઆઈઆરઆઈ)ની બીજી આવૃત્તિનો એક ભાગ છે. કંપનીએ અગ્રણી વૈશ્વિક મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ ફ્રોસ્ટ અને સુલિવાન સાથે સાતત્ય સહયોગમાં આ અભ્યાસ બહાર પાડ્યો છે.

કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ 2021 (સીઆઈઆરઆઈ) ની બીજી આવૃત્તિ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એમડી અને સીઈઓ શ્રી ભાર્ગવ દાસગુપ્તા, મુખ્ય અતિથિ શ્રી નિર્માલ્ય કુમાર, સિંગાપોર મેનેજમેન્ટ યુનિવર્સિટીના માર્કેટિંગના પ્રોફેસર લી કોંગ ચિયાન, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી આલોક અગ્રવાલ અને ફ્રોસ્ટ એન્ડ સુલિવાનના પ્રેસિડન્ટ અને મેનેજિંગ પાર્ટનર અરૂપ ઝુત્શીની હાજરીમાં રજૂ કરવામાં આવી હતી.

Advertisement

સીઆઈઆરઆઈ એ કંપનીના જોખમ એક્સપોઝર અને સજ્જતાના સ્તરને માપવા માટેનું પ્રથમ પ્રકારનું જોખમ માપન સાધન છે. ઊંચો સ્કોર એ બહેતર જોખમ વ્યવસ્થાપનનો સંકેત આપે છે, જે કંપનીઓને અસરકારક જોખમ સંચાલન પદ્ધતિઓ અપનાવવા સક્ષમ બનાવે છે.

આ પદ્ધતિમાં છ પરિમાણમાં 32 જોખમ તત્વોનો સમાવેશ થાય છે. વર્ષ 2020ના 15 ક્ષેત્રોમાં 150 કંપનીઓની સરખામણીમાં આ વર્ષે અભ્યાસમાં 20 ક્ષેત્રોમાં 220 કંપનીઓ આવરી લેવામાં આવી હતી. પાંચ નવા ક્ષેત્રોમાં કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, બાયો-ટેક અને લાઈફ સાયન્સ, એરોસ્પેસ અને સંરક્ષણ, મીડિયા અને ગેમિંગ અને શૈક્ષણિક કૌશલ્ય વિકાસનો સમાવેશ થાય છે.

રજૂઆત પર ટિપ્પણી કરતા, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એમડી અને સીઈઓ શ્રી ભાર્ગવ દાસગુપ્તાએ જણાવ્યું હતું કે, “આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ કંપનીઓને જોખમ વ્યવસ્થાપનના પરિમાણપાત્ર મેટ્રિકની વ્યાપક અને સર્વસમાવેશક શ્રેણી સુધી પહોંચ આપવાનો ઈરાદો ધરાવે છે. ભારતીય કોર્પોરેટ જગતના સ્કોરમાં લગભગ 9 ટકાનો સુધારો એ 20 ઉદ્યોગોના 200 કોર્પોરેટ્સમાં વધુ સારા જોખમ સંચાલનનું પ્રતિબિંબ છે. બોર્ડરૂમમાં જોખમ એજન્ડા પર સતત ધ્યાન કેન્દ્રિત કરવા સાથે, અમારી પાસે ઇન્ડેક્સ પર ‘ઑપ્ટિમલ’ થી ‘સુપિરિયર રિસ્ક હેન્ડલિંગ’ તરફ જવાની ક્ષમતા છે.”

સિંગાપોર મેનેજમેન્ટ, યુનિવર્સિટીના માર્કેટિંગના પ્રોફેસર લી કોંગ ચિયાન શ્રી નિર્માલ્ય કુમારે જણાવ્યું હતું કે, “આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ વિવિધ ક્ષેત્રોમાં જોખમોને ઓળખવામાં અને માપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આ જોખમ ગણતરીનો વ્યવહારુ ઉપયોગ કંપનીઓને તેમના વ્યવસાય માટેના જોખમના સ્તરને સમજવામાં, તેમની સજ્જતાના સ્તરનું મૂલ્યાંકન કરવામાં અને તે મુજબ તેમની જોખમ વ્યવસ્થાપન વ્યૂહરચનાઓ સુધારવા માટે પગલાં લેવામાં મદદ કરે છે.”

ઈન્ડેક્સની 2021 આવૃત્તિના તારણો દર્શાવે છે કે ફાર્માસ્યુટિકલ્સ, ટેલિકોમ અને કોમ્યુનિકેશન અને એફએમસીજી એ 10 ક્ષેત્રોમાં સામેલ છે જેણે શ્રેષ્ઠ જોખમ સંચાલનનું પ્રદર્શન કર્યું છે. જો કે, આઈટી/આઈટીઈએસ અને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રો “જોખમ સંચાલનમાં નોંધપાત્ર અંતર” બાજુએ હોવાને કિનારે છે. ઉપરાંત, કોર્પોરેટ્સે સંચાલકીય અને કુદરતી સંકટના જોખમો પર વધુ સારું પ્રદર્શન કર્યું છે, ત્યારે તેઓએ બજાર, આર્થિક, ટેકનોલોજી, ગુના અને સુરક્ષા સંબંધિત જોખમોનું સંચાલન સુધારવાની જરૂર છે. ભારત જે રીતે મહામારીનો સામનો કરી રહ્યો છે અને બહેતર જોખમ વ્યવસ્થાપનને મહત્વ આપ્યું છે, તેમ પરંપરાગત ક્ષેત્રો નવા ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે. બીજી તરફ, વિકસતા ઉદ્યોગો જ્યારે બજાર અને અર્થતંત્રમાં તકનીકી જોખમો અને અનુકૂલનક્ષમતાનું સંચાલન કરવાની વાત આવે છે ત્યારે વિકાસ પામે છે.

ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ સેક્ટરમાં સૌથી વધુ સુધારો જોવા મળ્યો હતો, જેણે 2020 માં 47ના સ્કોરથી વધીને 69 નો સ્કોર મેળવ્યો છે. નવી વ્યૂહાત્મક પહેલ અને બિઝનેસ મોડલને કારણે આ ક્ષેત્રે મહામારી પછીનો બમણા જોશથી વૃદ્ધિ પામ્યું છે. તેવી જ રીતે, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ સેક્ટર 55 થી સુધરીને 69 થયું છે. સંચાલકીય અને નાણાકીય જોખમ વ્યવસ્થાપન પદ્ધતિઓમાં કરવામાં આવેલા ફેરફારોને કારણે વૃદ્ધિ થઈ હતી જેણે 2021 માં સમૃદ્ધ વળતર આપ્યું હતું, તેને અસરકારક પ્રક્રિયાઓમાં રોકાણ અને વૈશ્વિક પ્રમાણપત્રો નું સમર્થન મળ્યું હતું.

કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ 2021 ના વિગતવાર તારણો માટે જોડાયેલ પ્રસ્તુતિ લિંકનો સંદર્ભ લો: https://we.tl/t-95Ive6gZsZ

સુચિત્રા આયરે


Share

Related posts

વિદેશી દારૂ ભરૂચ જીલ્લામાં આવે છે જ ક્યાંથી : ભરૂચમાં લાખોની મત્તાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો : નામચીન બુટલેગર નયન ઉર્ફે બોબડો સહિત અન્ય બે આરોપી ફરાર.

ProudOfGujarat

જિલ્લા પંચાયત જામનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ની મેજડાયરી/કેલેન્ડર પ્રકાશિત કરાશે

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા ની સામાન્ય સભા સત્તા પક્ષ અને વિપક્ષ ના સભ્યો વચ્ચે ભારે હોબાળા વચ્ચે ગણતરી ના સમય માં સંપન્ન થઇ હતી………..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!