મિરે એસેટ ફાઉન્ડેશન કે જે ભારતમાં શૈક્ષણિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, તેણે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને તાલીમ આપવા અને તેમને બીએફએસઆઈ ક્ષેત્રની કંપનીઓ દ્વારા નોકરીની તક પૂરી પાડવા માટે નોકરી માટે તૈયાર કરવા FINX (ID Finxpert Skilling Foundation) સાથે હાથ મિલાવ્યા છે.
મુંબઈમાં તાજેતરના એક સન્માન સમારોહમાં, FINX સાથે સહયોગમાં મિરે એસેટ ફાઉન્ડેશને મુંબઈ યુનિવર્સિટીની 15 અગ્રણી કૉલેજમાંથી ~300 સ્નાતકોને 100 ટકા શિષ્યવૃત્તિ ઓફર કરી છે. બેંકિંગ, બ્રોકિંગ, રોકાણ, વીમો અને વર્તણૂકલક્ષી કૌશલ્યોના વ્યવહારુ પાસાઓને આવરી લેતા 250-કલાકના સઘન અભ્યાસક્રમ દ્વારા તેમને તાલીમ આપવામાં આવી છે. આ વિદ્યાર્થીઓએ ઉદ્યોગ-માન્ય ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એક્સપર્ટ સર્ટિફિકેશન મેળવ્યું છે અને તેમને મિરે એસેટ સ્કોલર તરીકે ઓળખવામાં આવ્યા છે. આને કારણે આ વિદ્યાર્થીઓને બેંકિંગ, નાણાકીય સેવાઓ, વીમા અને સંલગ્ન ઉદ્યોગોમાં પ્રવેશ-સ્તરની ભૂમિકાઓ મેળવવામાં મદદ મળશે. આ વિદ્યાર્થીઓએ તેમના NISM નિયમનકારી પ્રમાણપત્રો ક્લિયર કર્યા છે જે તેમને ફાઈનાન્સિયલ ડિસ્ટ્રીબ્યુશનનો પોતાનો વ્યવસાય શરૂ કરવાનો વિકલ્પ આપે છે.
પહેલ અંગે ટિપ્પણી કરતા, મિરે એસેટ ફાઉન્ડેશનના ડિરેક્ટર શ્રી રિતેશ પટેલે જણાવ્યું હતું કે, “ભારતમાં બીએફએસઆઈ ક્ષેત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે અને ફિનટેકને કારણે આ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન મળી રહ્યું છે, ત્યારે વિવિધ ક્ષેત્રોમાં નોકરીઓ લેવા માટે પ્રશિક્ષિત હોય તેવા માનવ સંસાધનોની ખૂબ જ જરૂર છે. આ સહયોગ દ્વારા, અમે યુવા વિદ્યાર્થીઓને બીએફએસઆઈ ક્ષેત્રમાં તેમની કારકિર્દી બનાવવા માટે યોગ્ય અસર અને તકો ખોલવાની આશા રાખીએ છીએ”.
FINX ના ડિરેક્ટર સુશ્રી નિશા શાહે જણાવ્યું હતું કે, “અમને આનંદ છે કે મુંબઈ યુનિવર્સિટીની 15 થી વધુ કોલેજો અને 45 કોર્પોરેટ્સ યુવા વિદ્યાર્થીઓને જરૂરી તાલીમ આપવા અને તેમને વિવિધ કંપનીઓમાં નોકરી માટે તૈયાર કરવા અમારી સાથે ભાગીદારી કરી રહ્યા છે. આ એક ઉમદા પહેલ છે અને અમે આગામી વર્ષોમાં આ કાર્યને વિસ્તારવા માટે આતુર છીએ.”
સુચિત્રા આયરે