ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસમાંના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ નિફ્ટી એસડીએલ જૂન 2027 ઈન્ડેક્સ ફંડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે, જે નિફ્ટી એસડીએલ જૂન 2027 ઈન્ડેક્સને અનુસરતું ઓપન-એન્ડેડ ટાર્ગેટ મેચ્યોરિટી ઈન્ડેક્સ ફંડ છે.એનએફઓ સબ્સ્ક્રિપ્શન માટે 25 માર્ચ, 2022ના રોજ ખુલશે અને 29 માર્ચ, 2022ના રોજ બંધ થશે. મિરે એસેટ નિફ્ટી એસડીએલ જૂન 2027 ઇન્ડેક્સ ફંડનું સંચાલન મહેન્દ્ર જાજૂ દ્વારા કરવામાં આવશે. એનએફઓ દરમિયાન સ્કીમમાં લઘુત્તમ પ્રારંભિક રોકાણ રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1 ના ગુણાંકમાં કરી શકાશે.
મુખ્ય મુદ્દા:
• ટાર્ગેટ મેચ્યોરિટી ઈન્ડેક્સ ફંડ્સ ડેટ સિક્યોરિટીઝમાં પેસિવ રોકાણો છે જે અંતર્ગત ઈન્ડેક્સની કામગીરીની નકલ કરવાનો હેતુ છે અને ચોક્કસ પાકતી મુદત ધરાવે છે.
• ચોક્કસ પાકતી મુદત સાથે રોલ ડાઉન અભિગમ હોવાથી આ ફંડો અન્ય ઓપન-એન્ડેડ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સથી પોતાને અલગ પાડે છે, જે ફંડ્સની સંપૂર્ણ મુદત સુધી રોકાણ જાળવી રાખવા માગતા રોકાણકારો માટે સંભવિત વળતરને દૃશ્યમાન બનાવે છે, પણ સાથે લિક્વિડિટી, કર-કાર્યક્ષમ ઈન્ડેક્સેશન, સુલભતા અને વૈવિધ્યકરણસમાન ફાયદાકારક સુવિધાઓ પ્રદાન કરે છે.
• ફંડ તરીકે નગણ્ય ધિરાણ જોખમ એસડીએલ (સ્ટેટ ડેવલપમેન્ટ લોન – રાજ્ય વિકાસ લોન) માં રોકાણ કરવા માંગે છે જેમાં ગર્ભિત સાર્વભૌમ ગેરંટી હોય છે. ઉપલબ્ધ તમામ નિશ્ચિત રોકાણ વિકલ્પોમાં, એસડીએલ અને કેન્દ્ર સરકારની મુદતવાળી સિક્યોરિટીઝ પ્રમાણમાં સૌથી વધુ ધિરાણ સલામતી ધરાવે છે.
• સામાન્ય રીતે સમાન પરિપક્વતાવાળી કેન્દ્ર સરકારની સિક્યોરિટીઝ કરતાં વધુ વળતર આપે છે
• કોઈ લોક-ઇન સમયગાળો નથી. રોકાણકારો ફંડના સંપૂર્ણ સમયગાળા દરમિયાન કોઈપણ સમયે સબ્સ્ક્રાઇબ અથવા રિડીમ કરી શકે છે
• પરંપરાગત નિશ્ચિત આવકના રોકાણની સરખામણીમાં કરવેરા પછીના પ્રમાણમાં વધુ ઊંચા વળતર મેળવવાનો હેતુ
“ધ મિરે એસેટ નિફ્ટી એસડીએલ જૂન 2027 ઇન્ડેક્સ ફંડ ઓછા ધિરાણ જોખમ સાથે મજબૂત ડેટ પોર્ટફોલિયોમાં રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે રોકાણનો સારો માર્ગ બની શકે છે, જે રોકાણકારો માટે એકદમ અનુમાનિત વળતર ઓફર કરે છે કે જેઓ ફંડના સંપૂર્ણ સમયગાળામાં રોકાણ કરવાનું આયોજન કરે છે, જ્યારે કોઈપણ સમયે સબ્સ્ક્રાઇબ કરવા અથવા રિડીમ કરવાની સુગમતા ઓફર કરે છે,” એમ મિરે એસેટ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર અને સીઈઓ શ્રી સ્વરૂપ મોહંતીએ જણાવ્યું હતું.
મિરે એસેટ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રા. લિ. ના સીઆઈઓ – ફિક્સ્ડ ઈન્કમ શ્રી મહેન્દ્ર જાજૂએ જણાવ્યું હતું કે, “હાલમાં અસ્થિર અને અનિશ્ચિત વાતાવરણમાં જ્યાં મોટા ભાગના રોકાણકારો આગામી ત્રિમાસિક ગાળામાં વ્યાજ દરમાં સંભવિત વધારા અંગે ચિંતિત છે પરંતુ નીચા મની માર્કેટ રેટથી પણ નાખુશ છે, ત્યારે ટાર્ગેટ મેચ્યોરિટી ઇન્ડેક્સ ફંડ્સ અનુમાનિત વળતર અને ઉચ્ચ -ગુણવત્તાના પોર્ટફોલિયોનું સારું સંયોજન પ્રદાન કરે છે જેમાં ઊંચા વળતર કર્વથી ફાયદો થઈ શકે છે.”
સૂચિત્રા આયરે