જે. કુમાર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લી. કંપનીને અંદાજીત રૂ.2,215 કરોડનો નવો ઓર્ડર મળ્યો છે, તેની સાથે કંપનીની કુલ ઓર્ડર બૂક લગભગ રૂ.12,851 કરોડે પહોંચી છે.
મુંબઈ સ્થિત ઇન્ફ્રા કંપનીએ મેટ્રોપોલિસ બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક પ્રભાવશાળી પ્લેયર છે અને ભારતના વિવિધ શહેરોમાં તેના ઘણા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. તાજેતરમાં તેને પૂના અને દિલ્હીથી ઓર્ડર મળ્યા છે. પુના રિવર રિજુવેનેશન પ્રોજેક્ટ હેઠળ પુના મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી મુલા મુથા રિવર વિકાસ માટેનો રૂ.604 કરોડનો ઓર્ડર મળ્યો છે.
બીજો ઓર્ડર દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન પાસેથી રૂ. 1,611 કરોડનો મળ્યો છે, જે શીલ્ડ ટીબીએમ, કટ અને કવર બોક્સ તથા ચાર અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન્સ- એરો સિટી, મહીપાલપુર, વસંત કુંજ અને કિશનગઢ દ્વારા ટ્વિન ટનલની ડિઝાઈન તથા બાંધકામ ડીસી-08 ડિઝાઈન માટે કોન્ટ્રાક્ટ મળ્યો છે.
નવા ઓર્ડર મળવા વિશે શ્રી નલિન જગદિશ આર. ગુપ્તા, મેનેજિંગ ડિરેક્ટર, જે. કુમાર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિ. કહે છે, “અમે એમએમઆર, દિલ્હી, પુના, અમદાવાદ તથા સમગ્ર દેશમાં મુશ્કેલ શહેરી માળખાકિય પ્રોજેક્ટનો અમલ કરીને વર્ષોથી અત્યંત પ્રભાવશાળી રેકોર્ડ બનાવ્યો છે. સમયસર ઓર્ડરને પૂરો કરવો અને નવીનતમ ટેકનોલોજીસના સ્વિકાર્યએ કંપનીને દેશની અગ્રણી માળખાકિય કંપની બનાવી છે.
સુચિત્રા આયરે