Proud of Gujarat
GujaratFeaturedINDIA

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે વિડિયો કૉલિંગ સાથે આરોગ્ય વીમાને આપ્યો વ્યક્તિગત સ્પર્શ.

Share

ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપની, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે આરોગ્ય વીમો ખરીદતા તેના તમામ ગ્રાહકો માટે વીડિયો કૉલિંગ સુવિધા રજૂ કરી છે. આ પહેલ ગ્રાહકને ફક્ત ત્રણ સરળ પગલાઓમાં તેમના સ્માર્ટફોન અથવા લેપટોપ ઉપરથી સત્તાવાર વેબસાઇટ દ્વારા ત્વરિત વિડિયો કૉલ અથવા તેને શેડ્યૂલ કરવાની મંજૂરી આપે છે. આ પ્રકારનો ઉકેલ આપતી આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ એ ભારતની પહેલી વીમા કંપની છે અને સામાજિક અંતરના ધોરણોના પાલન દ્વારા ગ્રાહકને અવિરત અનુભવ આપવાનો તેનો હેતુ છે.

આ પહેલ વિશે બોલતા, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના ચીફ બિઝનેસ ઓફિસર – ડિજિટલ, શ્રી વિવેક નારાયણને જણાવ્યું હતું કે, “મહામારીએ આરોગ્ય વીમા વિશે ઘણી જાગૃતિ પ્રસરાવી છે અને વીમાનું યોગ્ય કવચ પસંદ કરવા વિશે ચિંતા વધારી છે. અમે વિડિયો કૉલિંગનો પ્રયોગ કર્યો તેનું કારણ એ છે કે તેનાથી અમારા સલાહકારો અમારા ગ્રાહકો અને તેમના પરિવાર સાથે વધુ ઘનિષ્ઠ અને અસરકારક રીતે જોડાઈ શક્યા છે. તેના પરિણામો અદ્ભુત રહ્યા છે, અને અમે અમારી ઓફરને વધુ સુગ્રથિત કરવાનું ચાલુ રાખ્યું છે. ગ્રાહકો આ અનુભવને પસંદ કરી રહ્યા છે. અમારું માનવું છે કે ભવિષ્યમાં ગ્રાહકોની આ રીતે આરોગ્ય વીમો ખરીદવાનું વધુ પસંદ કરશે.”

Advertisement

વીમા કંપની પહેલાથી જ સમગ્ર ભારતમાં હજારો ગ્રાહકો સાથે વિડીયો કોલીંગ દ્વારા જોડાયેલી છે. આ પહેલ દ્વારા ગ્રાહકોને તેમની જરૂરિયાતોને વ્યક્તિગત સ્પર્શ મારફતે પસંદ કરવામાં મદદ કરે છે. પરિણામે, ઓડિયો કૉલની સરખામણીમાં ત્રણ ગણા વધુ રસ ધરાવતા ગ્રાહકો વીમા કંપની સાથે વિડિયો કૉલ પર યોગ્ય આરોગ્ય પોલિસી શોધી શકશે.

આ પહેલ વીમા ખરીદીમાં “ડુ ઈટ યોરસેલ્ફ” ની નવી સંસ્કૃતિને મજબૂત બનાવી રહી છે. ગ્રાહકો કંપનીની વેબસાઈટ પર જઈને અને પસંદ કરેલ પ્લાન માટેની માહિતી ભરીને સેવાનો ઉપયોગ કરી શકે છે. તે પછી, વિડિયો કૉલ બેનર હેઠળ ‘કનેક્ટ નાઉ’ અથવા ‘બુક યોર સ્લોટ’ પર ક્લિક કરીને વધુ વિગતવાર ચર્ચા માટે કોઈ વિડિયો કૉલ ઍક્સેસ કરી શકે છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની વેબસાઈટ ગ્રાહકના આરોગ્ય અને વેલનેસની જરૂરિયાતો માટે વન-સ્ટોપ શોપ તરીકે સેવા આપે છે અને “નિભાયે વાદે” (વચનોનું પાલન) ની બ્રાન્ડ નીતિને રેખાંકિત કરે છે.

સુચિત્રા આયરે


Share

Related posts

સલામત સવારી એસ.ટી હમારી સુત્રના ધજાગરા ઊડ્યા.ચાલુ બસે બ્રેક ફેઇલ થતા ઉભેલી ટ્રકમાં એસ.ટી બસ ધડાકાભેર અથડાતા 20 લોકોને ઈજા પહોંચી…

ProudOfGujarat

સુરત : સામાન્ય સભા વિપક્ષ વગર જ યોજાય તેવી સ્થિતિનું નિર્માણ : ‘આપ’ ના 27 નગરસેવક સામે રાયોટિંગનો ગુનો નોંધાયેલો.

ProudOfGujarat

હાંસોટ : કોરોના વાઈરસને પગલે લોક ડાઉન થતાં પોલીસે લાલ આંખ કરતાં ફોર વ્હીલર સહિત ૩૨ જેટલા વાહનો ડીટેઈન કરતાં વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!