આ સુવિધાઓ દિવ્યાંગોને આગ્રા, મથુરા, જયપુર, યમુનાનગર, મુરાદાબાદ, ગુના, ઇટારસી, ભોપાલ સ્ટેશનો પર પ્રવાસ કરતી વખતે અન્ય પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. તા. 10 ફેબ્રુઆરી 2022, ભારત: સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક સમગ્ર ભારતમાં 30 રેલ્વે સ્ટેશનોને અનેક સુવિધાઓ સાથે દિવ્યાંગ વ્યક્તિઓ માટે સુલભ બનાવવા અનુપ્રયાસ અને સમર્થનમ ટ્રસ્ટ સાથે ભાગીદારી કરી રહી છે. બેંકની “સીઇંગ ઇઝ બીલીવિંગ” પહેલ હેઠળ આ ભાગીદારી કરાઈ છે જેનો હેતુ ટાળી શકાય તેવા અંધત્વ અને દૃષ્ટિની ક્ષતિનો ઉકેલ લાવવાનો છે.
આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દૃષ્ટિની ખામી ધરાવતા, વ્હીલચેરનો ઉપયોગ કરતા અને સાંભળી નહીં શકતાં લોકોને પ્રવાસ દરમિયાન અન્ય લોકો ઉપરની નિર્ભરતા ઘટાડીને સ્વતંત્ર રીતે અને ગૌરવ સાથે મુસાફરી કરવામાં મદદ કરવાનો છે.
આ સુવિધાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:
● પ્લેટફોર્મ નંબર અને સુવિધાઓ ઓળખવા માટે પ્લેટફોર્મ અને રેલિંગ પર બ્રેઇલ સૂચકાંકોનું માર્ગદર્શન કરવું.
● પુરૂષ-મહિલા શૌચાલય જેવી સુવિધાઓ માટે બ્રેઇલમાં સામાન્ય ચિહ્નો.
● ઝાંખું જોઈ શકતાં લોકો માટે સીડી પર રિફ્લેક્ટીવ સ્ટ્રીપ્સ
● બ્રેઇલમાં સ્ટેશનના નકશા
● પૂછપરછ કાઉન્ટર પર બ્રેઇલ માહિતી પુસ્તિકાઓ
● સાંકેતિક ભાષામાં સ્ટેશન વિશેનો વિડિયો જોવા માટે QR કોડ
● દિવ્યાંગ કોચમાં ચઢવા માટે પોર્ટેબલ રેમ્પ અને વ્હીલચેર.
જોકે થાણે સ્ટેશન સૌ પહેલા તૈયાર થશે અને 1 એપ્રિલ 2022 સુધીમાં આ 30 રેલ્વે સ્ટેશનો પર તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવનાર કેટલાક મુખ્ય રેલ્વે સ્ટેશનોમાં એગ્મોર ચેન્નઈ, બાંદ્રા, અમદાવાદ, ભોપાલ, મથુરા, આગ્રા, સિકંદરાબાદ અને જયપુરનો સમાવેશ થાય છે.
ભારત વિશ્વનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને અહીં વિવિધ પંગુતા ધરાવતા 21 મિલિયનથી વધુ લોકો વસે છે. આ લોકો ગરીબથી લઈને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિમાં આવે છે અને તેમના પ્રવાસ માટે રેલ્વે સ્ટેશનો સહિતના જાહેર પરિવહન ઉપર નિર્ભર છે. આ દિવ્યાંગ પ્રવાસીઓ જેઓ દર રોજ સ્થાનિક પ્રવાસ કરે છે અને દેશભરમાં હરે ફરે છે તેમના માટે રેલ્વે સ્ટેશનો પ્રવાસનું મુખ્ય માધ્યમ છે . તેમ છતાં દિવ્યાંગ લોકોને સ્વતંત્ર રીતે પ્રવાસ કરવામાં સહાયક બને તેવી વધુ સારી સુવિધાઓનો જાહેર સ્થળોએ અભાવ છે.
આ પહેલ પર ટિપ્પણી કરતા સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, ઈન્ડિયાના સસ્ટેનેબિલિટી હેડ કરુણા ભાટિયાએ જણાવ્યું હતું કે, “રેલ્વે સ્ટેશનોને દિવ્યાંગ લોકો માટે સુલભ બનાવવું એ સર્વસમાવેશક સંસ્થા બનવાની અમારી સફરમાં એક સકારાત્મક પગલું છે. અમે હંમેશા વાસ્તવિક પરિવર્તનને અસર કરતા હોય તેવા કામ દ્વારા સારી બ્રાન્ડના વચનને જીવંત બનાવવા માટે બેંકને અહીં લાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ એવો જ એક કાર્યક્રમ છે. હજી ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે, ત્યારે અમારી સીઇંગ ઇઝ બીલીવિંગ પહેલ હેઠળનો આ પ્રોજેક્ટ દિવ્યાંગો માટે સુલભતા વધારવા અને અવરોધોને દૂર કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચારકરે છે.”
અનુપ્રયાસના સ્થાપક પંચમ કાજલાએ જણાવ્યું હતું કે, “દિવ્યાંગતા ધરાવતા લોકોનો સમાજમાં સમાવેશ અને સમાનતા સુનિશ્ચિત કરવા માટે સાર્વજનિક સ્થળોએ સુલભતા એ પાયાની જરૂરિયાત છે. અમે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકનો આ પહેલ કરવા બદલ આભાર માનીએ છીએ જે દિવ્યાંગોના ગૌરવને સમર્થન આપે છે અને તેમના માટે પ્રવાસને સુરક્ષિત બનાવે છે. ”
સમર્થનમ ટ્રસ્ટ ફોર ડિસેબલ્ડના સ્થાપક મેનેજિંગ ટ્રસ્ટી મહંતેશ જીકેએ જણાવ્યું હતું કે, “ભારતના 16 રાજ્યોના 30 રેલવે સ્ટેશનોમાં દિવ્યાંગો માટે સુલભ રેલવે સ્ટેશનો બનાવવાની પહેલને અમલમાં મૂકવા માટે એનજીઓ ભાગીદાર તરીકે અમને પસંદ કરવા બદલ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકનો અમે આભાર માનીએ છીએ. આ સમર્થન દિવ્યાંગોને સલામતી, સુરક્ષા અને ગૌરવ સાથે સ્વતંત્ર રીતે પ્રવાસ કરવા સક્ષમ બનાવશે.”
સૂચિત્રા આયરે