ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડએ શીના કપૂરને માર્કેટિંગ, કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ અને સીએસઆરના નવા હેડ તરીકે નિયુક્ત કર્યા છે. આ ભૂમિકામાં, શીના કોર્પોરેટ જાહેરાતો અને બ્રાન્ડિંગ, ગ્રાહકલક્ષી જાગૃતિ વ્યૂહરચનાઓ, તમામ કંપનીની પ્રોડક્ટ લાઇન અને ભૌગોલિક ક્ષેત્રે વિસ્તરણ અને તેને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેઓ એન્ટરપ્રાઇઝ-વ્યાપી ધ્યાન કેન્દ્રિતતા સાથે કંપનીના નવીન પ્રયાસોની આગેવાની કરશે, જેથી અન્ય કંપનીઓ વચ્ચે કંપનીની એકંદર બ્રાન્ડ સ્થિતિનો ક્યાસ કાઢવામાં મદદ મળશે. શીના કપૂર પાસે માર્કેટિંગ અને કોર્પોરેટ કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં બે દાયકાથી વધુનો અનુભવ છે.
આ નિમણૂક પર બોલતા, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સના માનવ સંસાધનના વડા જેરી જોસે જણાવ્યું હતું કે, “અમે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પરિવારમાં શીનાનું સ્વાગત કરતા આનંદ અનુભવીએ છે. ગ્રાહકોની આંતરદૃષ્ટિ, એનાલિટિક્સ અને નવીનતાને સંયોજિત કરવામાં તેમનો અનુભવ મહત્વનો બની રહેશે જેથી શાર્પ બ્રાંડિંગ અને કોમ્યુનિકેશન વિકસાવાશે જેથી તેઓ બ્રાન્ડ જાગૃતિની પહેલને આગલા સ્તર પર લઈ જવા માટે સંપૂર્ણ સજ્જ બનશે.”
પોતાની નિમણૂક અંગે ટિપ્પણી કરતાં, શીના કપૂરે કહ્યું, “પહેલાં કરતાં વધુ વ્યાપક ફેરફાર સાથે, ઉદ્યોગને આજે નવા યુગના ગ્રાહકો સાથે ગાઢ જોડાણ કેળવવાની જરૂર છે. હું આ નવી ભૂમિકાને સ્વીકારવા માટે રોમાંચિત છું અને એક એવી બ્રાન્ડનો ભાગ બનવા માટે આતુર છું જેની નીતિઓ તેના ગ્રાહકો માટે વીમાને અનુકૂળ, પારદર્શક અને સરળતાથી સુલભ બનાવવા માટે સેવા આપે છે.”
શીના એડલવીસ ફાયનાન્સિયલ સર્વિસીસમાંથી આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં જોડાયા છે જ્યાં તે સમગ્ર ગ્રૂપમાં કોર્પોરેટ માર્કેટિંગ, અગ્રણી વ્યૂહરચના અને કોર્પોરેટ બ્રાન્ડિંગની હેડ હતા અને બાદમાં એડલવીસ વેલ્થ મેનેજમેન્ટ માટે માર્કેટિંગ અને પીઆરનું નેતૃત્વ કરતા હતા. તેમણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રૂપ સાથે 11 વર્ષ સુધી ઈનોવેશનના વડા તરીકે અને અગાઉ તેમના રિયલ એસ્ટેટ અને નાણાકીય સેવાઓ વિભાગ માટે માર્કેટિંગના વડા તરીકે પણ કામ કર્યું છે.
સૂચિત્રા આયરે